Ind vs SL 2nd T20I : અર્શદીપ સિંહે નો-બોલની હેટ્રિક કરી, ભારતીય ટીમે કુલ 7 નો બોલ નાખ્યા

TV9 GUJARATI

|

Updated on: Jan 05, 2023 | 9:22 PM

India vs Sri Lanka 2nd T20I : બીજી ટી20 મેચમાં શ્રીલંકાની ટીમે ભારતીય ટીમને 207 રનનો ટાર્ગેટ આપ્યો છે. ભારતીય ટીમે પ્રથમ ઈન્ગિસમાં 7 નો-બોલ નાખ્યા છે.

Ind vs SL 2nd T20I : અર્શદીપ સિંહે નો-બોલની હેટ્રિક કરી, ભારતીય ટીમે કુલ 7 નો બોલ નાખ્યા
Ind vs SL 3rd T20I
Image Credit source: Twitter

પુણેના ક્રિકેટ સ્ટેડિયમમાં હાલમાં શ્રીલંકા અને ભારત વચ્ચે બીજી ટી20 મેચ રમાઈ રહી છે. આ મેચમાં ભારતીય ટીમે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી હતી. પ્રથમ ઈન્ગિસમાં બેટિંગ કરીને શ્રીલંકાની ટીમે 6 વિકેટના નુકશાન સાથે 206 રન બનાવ્યા છે. ભારતીય ટીમને 207 રનનો ટાર્ગેટ મળ્યો છે. આ મેચમાં ભારતીય ક્રિકેટ ટીમના બોલરોએ નિરાશાજનક પ્રદર્શન કર્યુ છે. ભારતે આ ઈન્ગિસમાં 7 નો-બોલ નાંખ્યા છે. ભારતીય બોલર અર્શદીપ સિંહે તેની પ્રથમ ઓવરમાં જ નો-બોલની હેટ્રિક નાંખી હતી. તેણે પોતાના કરિયરની 22 ટી20 મેચમાં 12 નો-બોલ નાંખ્યા છે.

23 વર્ષીય ડાબોડી ફાસ્ટ બોલર અર્શદીપ સિંહે એક રેકોર્ડ પણ પોતાને નામે કર્યો છે. તેણે ટી20 સીરિઝમાં ભારતીય બોલર દ્વારા સૌથી વધારે નો-બોલ ફેંકવાનો રેકોર્ડ પોતાને નામે કર્યો છે. તેણે આજની મેચમાં કુલ 5 નો-બોલ નાંખ્યા છે. જેમાંથી પ્રથમ ઓવરમાં જ તેણે 3 નો-બોલ નાંખ્યા હતા, જે નો-બોલની હેટ્રિકનો રેકોર્ડ પણ છે. અર્શદીપ સિંહે આ અગાઉ મહત્વની મેચોમાં પણ નો બોલ નાંખ્યા હતા.

મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી પ્રથમ ટી20 મેચમાં ભારતીય ટીમે 163 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેની સામે શ્રીલંકાની ટીમ 160 રન બનાવી શકી હતી. ભારતીય ટીમે આ મેચમાં 2 રનથી વિજય મેળવ્યો હતો અને શ્રીલંકાની ટીમને ઓલ આઉટ કરી હતી. આ મેચમાં દીપક હુડ્ડા મેન ઓફ ધ મેચ રહ્યા હતા. જ્યારે ડેબ્યૂ કરનાર શિવમ માવીએ 4 વિકેટ લીધી હતી.

બીજી મેચમાં ભારતીય બોલરનું પ્રદર્શન

આજની બીજી મેચમાં સૌથી વધારે રન શિવમ માવીએ આપ્યા હતા. જ્યારે સૌથી ઓછા રન હાર્દિક પંડ્યાએ આપ્યા હતા. ભારત તરફથી સૌથી વધારે વિકેટ ઉમરાન મલિકે લીધી હતી. ભારતીય બોલરોએ આ મેચમાં 7 નો બોલ નાંખ્યા હતા.

ટી20 સીરિઝનો આખો કાર્યક્રમ

શ્લીલંક સામેની ટી 20 સીરિઝમાં પહેલી મેચ આજે મુંબઈમાં રમાઈ હતી. હવે બીજી ટી20 મેચ 5 જાન્યુઆરીના રોજ પુણેમાં રમાઈ રહી છે, જ્યારે અંતિમ અને ત્રીજી ટી20 મેચ ગુજરાતના રાજકોટમાં 7 જાન્યુઆરીના રોજ રમાશે.

હેડ ટુ હેડ રેકોર્ડ

ભારત અને શ્રીલંકા વચ્ચે રમાયેલી ભૂતકાળની ટી20 મેચોમાં ભારતીય ક્રિકેટ ટીમનો દબદબો રહ્યો છે. ભારત અને શ્રીલંકા વચ્ચે 27 ટી20 મેચો રમાઈ છે. જેમાંથી 18 મેચમાં ભારત અને 8 મેચમાં શ્રીલંકાની જીત થઈ છે. જ્યારે 1 મેચ પરિણામ વગરની રહી હતી.

Latest News Updates

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati