IND vs SL: આ ગુજરાતી મોહાલીમાં ટીમ ઇન્ડિયાને આપી રહ્યા છે ‘સ્પેશિયલ’ ટીપ્સ, બે પૂર્વ દિગ્ગજ ટેસ્ટની તૈયારીઓમાં કરી રહ્યા છે મદદ

ભારત અને શ્રીલંકા (India Vs Sri Lanka) વચ્ચે પ્રથમ ટેસ્ટ 4 માર્ચથી મોહાલીના પંજાબ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાશે. પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) ની આ 100મી ટેસ્ટ છે.

IND vs SL: આ ગુજરાતી મોહાલીમાં ટીમ ઇન્ડિયાને આપી રહ્યા છે 'સ્પેશિયલ' ટીપ્સ, બે પૂર્વ દિગ્ગજ ટેસ્ટની તૈયારીઓમાં કરી રહ્યા છે મદદ
Mohali Test ને લઇ ટીમ ઇન્ડિયાએ તૈયારી દરમ્યાન ખૂબ મહેનત કરી છે
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 02, 2022 | 10:07 AM

શ્રીલંકા (India vs Sri Lanka) સામેની ટેસ્ટ શ્રેણી પહેલા ભારતીય ટીમ (Indian Cricket Team) કોઈ કસર છોડવા માંગતી નથી. આ જ કારણ છે કે મોહાલી ટેસ્ટ પહેલા ટીમ ઈન્ડિયાના સપોર્ટ સ્ટાફમાં બે નવા ચહેરા જોવા મળ્યા હતા. પૂર્વ ક્રિકેટર સાઈરાજ બહુતુલે (Sairaj Bahutule) અને અપૂર્વ દેસાઈ ટીમ ઈન્ડિયાને પ્રેક્ટિસમાં મદદ કરતા જોવા મળ્યા હતા. આ બંને ભારતીય અંડર-19 ટીમ અને નેશનલ ક્રિકેટ એકેડમીના સેટઅપનો હિસ્સો છે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા સાથે તેમના દેખાવાથી આશ્વર્ય જરુર છે. કહેવાય છે કે આ બંનેને ભારતીય ટીમ સાથે રાખવામાં આવ્યા હતા. જ્યારે ભારત અને શ્રીલંકા વચ્ચે T20 સિરીઝ ચાલી રહી હતી ત્યારે બંને ટેસ્ટ ટીમના ખેલાડીઓને પ્રેક્ટિસમાં મદદ કરી રહ્યા હતા.

ભારત તરફથી રમવાનો અનુભવ ધરાવનાર સાઈરાજ બહુલે 1 માર્ચે ભારતની પ્રેક્ટિસ દરમિયાન સતત હાજર રહ્યા હતા. તેમણે ભારત માટે બે ટેસ્ટ અને આઠ વનડે રમી છે. આ 49 વર્ષીય ભૂતપૂર્વ ખેલાડીએ કુલદીપ યાદવની બોલિંગમાં પણ મદદ કરી હતી. ત્યારે એવું માનવામાં આવતું હતું કે તે સ્પિન બોલિંગ કોચ તરીકે જોડાયા હતા કે કેમ. કારણ કે પણ એવા અહેવાલ હતા કે ભારતીય ટીમના સપોર્ટ સ્ટાફમાં નવા ચહેરાઓ જોવા મળી શકે છે. પરંતુ બીસીસીઆઈએ સ્પષ્ટપણે ના કહી છે. એક વરિષ્ઠ અધિકારીએ મીડિયા રિપોર્ટમાં જણાવ્યું કે બહુતુલે અને બાકીના નવા આવનારાઓ માત્ર હંગામી રૂપે ટીમ ઈન્ડિયા સાથે છે.

ટેસ્ટ સ્પેશિયાલિસ્ટ સાથે એક અઠવાડિયું રોકાયા

રીપોર્ટમાં અધિકારીએ જણાવ્યું હતું કે સાઈ મોહાલીમાં ટેસ્ટ નિષ્ણાતો સાથે છે. ભારતના ટેસ્ટ નિષ્ણાત ખેલાડીઓ લગભગ એક અઠવાડિયાથી મોહાલીમાં હતા. તે તેમને ટ્રેનિંગમાં મદદ કરી રહ્યા હતા કારણ કે રાહુલ અને બાકીનો સ્ટાફ મર્યાદિત ઓવરોની ટીમ સાથે હતો. સાઈરાજ બહુતુલે બેંગ્લોરમાં નેશનલ ક્રિકેટ એકેડમીનો એક ભાગ છે. NCA ટ્રેનર આનંદ દાતે અને ફિઝિયો પાર્થ પણ તેમની સાથે મોહાલી ગયા હતા. આ સાથે જ ગુજરાત તરફથી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમનાર અપૂર્વ દેસાઈ પણ ગયો હતો. દેસાઈ એનસીએમાં બેટિંગ કોચ છે.

આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ

ટીમ ઈન્ડિયા માટે હજુ કોઈ નવી નિમણૂક નથી

બીસીસીઆઈના અધિકારીએ કહ્યું કે હવે ભારતીય ટીમ માટે નવી ભરતી કરવામાં આવશે. તેમના મતે આ લોકો હજુ બે દિવસ ટીમ સાથે રહેશે. જે બાદ એનસીએ પરત ફરશે. ભારત અને શ્રીલંકા વચ્ચે પ્રથમ ટેસ્ટ 4 માર્ચથી મોહાલીના પંજાબ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાશે. પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીની આ 100મી ટેસ્ટ છે.

આ પણ વાંચોઃ ISSF World Cup: સૌરભ ચૌધરીએ ગોલ્ડ જીતી ભારતને અપાવ્યો પ્રથમ મેડલ, ઇશા સિંહે સિલ્વર મેડલ પોતાને નામ કર્યો

આ પણ વાંચોઃ IPL 2022: જેસન રોયે ભલે હાર્દિક પંડ્યાનો છોડી દીધો સાથ, ગુજરાત ટાઇટન્સ ટીમ પાસે છે 4 વિકલ્પ!

g clip-path="url(#clip0_868_265)">