IND vs SA: કેપટાઉન્ટ ટેસ્ટમાં ત્રીજા દિવસના અંતે દક્ષિણ આફ્રિકા મજબૂત સ્થિતીમાં, જીત માટે 111 રન દુર, ભારતને 8 વિકેટની જરુર

ઋષભ પંત (Rishabh Pant) ની સદીના આધારે ભારતે બીજી ઇનિંગમાં માત્ર 198 રન બનાવ્યા અને દક્ષિણ આફ્રિકા સામે જીત માટે 212 રનનો લક્ષ્યાંક રાખ્યો.

IND vs SA: કેપટાઉન્ટ ટેસ્ટમાં ત્રીજા દિવસના અંતે દક્ષિણ આફ્રિકા મજબૂત સ્થિતીમાં, જીત માટે 111 રન દુર, ભારતને 8 વિકેટની જરુર
Indian Cricket Team: હવે ચુસ્ત ફિલ્ડીંગ અને શાનદાર બોલીંગ જ અંતિમ આશા
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 13, 2022 | 10:00 PM

ભારત અને દક્ષિણ આફ્રિકા (India Vs South Africa) વચ્ચેની કેપટાઉન ટેસ્ટ રોમાંચક સ્થિતિમાં પહોંચી ગઈ છે, જેમાં યજમાન દક્ષિણ આફ્રિકા મજબૂત સ્થિતિમાં જોવા મળી રહ્યું છે. ભારતના 212 રનના ટાર્ગેટના જવાબમાં દક્ષિણ આફ્રિકાએ ત્રીજા દિવસની રમત પૂરી થવા સુધી બે વિકેટ ગુમાવીને 101 રન બનાવ્યા હતા. કેપ્ટન ડીન એલ્ગર (Dean Elgar) અને કીગન પીટરસને પોતાની ટીમને દક્ષિણ આફ્રિકા માટે મજબૂત સ્થિતિમાં પહોંચાડી હતી, પરંતુ જસપ્રિત બુમરાહે (Jasprit Bumrah) દિવસના છેલ્લા બોલે એલ્ગરની વિકેટ ઝડપીને ભારતની વાપસીની આશા વધારી દીધી હતી.

મેચ હજુ પણ દક્ષિણ આફ્રિકાની તરફેણમાં દેખાઈ રહી છે, જેને આગામી બે દિવસમાં માત્ર 111 રનની જરૂર છે, જ્યારે ભારતને 8 વિકેટ લેવાની જરૂર છે. ટીમ ઈન્ડિયાના 212 રનના ટાર્ગેટના જવાબમાં દક્ષિણ આફ્રિકાની શરૂઆત સારી રહી ન હતી. મોહમ્મદ શામીએ ટૂંક સમયમાં જ ટીમના ઓપનર એડન માર્કરમને પેવેલિયન પરત મોકલ્યો હતો. માર્કરમ ત્રીજી સ્લિપમાં કેએલ રાહુલના હાથે કેચ આઉટ થયો હતો. શામીએ આ સિરીઝમાં ચોથી વખત માર્કરમની વિકેટ લીધી હતી. ભારતે અહીંથી દક્ષિણ આફ્રિકા પર દબાણ લાવવાની અપેક્ષા રાખી હતી, પરંતુ એલ્ગર અને પીટરસને તે ઈરાદાઓ પર પાણી ફેરવી દીધુ હતુ.

પ્રથમ દાવની જેમ પીટરસને ફરી એકવાર ભારતીય બોલરોને પરેશાન કરવાનું શરૂ કર્યું. દક્ષિણ આફ્રિકાના બેટ્સમેને કેટલાક શાનદાર શોટ લગાવ્યા અને બાઉન્ડ્રી મેળવી. બીજી તરફ, એલ્ગર નસીબદાર બનતો રહ્યો અને બે પ્રસંગોએ તેનો કેચ સ્લિપની થોડીક ઈંચ પહેલા પડ્યો. આવું જ એક મોટું દાન ડીઆરએસની મદદથી એલ્ગરને આપવામાં આવ્યું હતું. એલ્ગરને રવિચંદ્રન અશ્વિનની બોલ પર અમ્પાયરે LBW આઉટ આપ્યો હતો.

જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024

બુમરાહ એલ્ગર-પીટરસનની જોડી તોડવામાં સફળ રહ્યો

એલ્ગરે છેલ્લી ક્ષણે તેને ત્રીજા અમ્પાયર પાસે મોકલ્યો અને બોલ ટ્રેકિંગ બતાવે છે કે બોલ બેઈલ થી થોડા મિલીમીટર ઉપર ગયો હતો. આના કારણે ભારતીય કેપ્ટન વિરાટ કોહલી સહિત આખી ટીમ ખૂબ જ નિરાશ થઈ ગઈ હતી અને સ્ટમ્પ માઈક પર ભારતીય ખેલાડીઓ દ્વારા અનેક પ્રકારની ટિપ્પણીઓ કરવામાં આવી હતી.

પીટરસન અને એલ્ગરે ટીમને 100 રનની પાર પહોંચાડી હતી, પરંતુ દિવસની છેલ્લી ઓવરમાં જસપ્રિત બુમરાહે એલ્ગરની વિકેટ લીધી હતી. એલ્ગરે બુમરાહના લેગ-સ્ટમ્પની બહાર જતા બોલને ફ્લિક કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ ઋષભ પંતે વિકેટ પાછળ શ્રેષ્ઠ કેચ લીધો. અમ્પાયરે તેને નોટઆઉટ આપ્યો, ત્યારબાદ ભારતે રિવ્યુ લીધો અને આ વખતે નિર્ણય ભારતના પક્ષમાં ગયો.

આ પણ વાંચોઃ Ravindrasinh Jadeja: ક્રિકેટર રવિન્દ્ર જાડેજા પર સવાર થયુ પુષ્પાનુ ‘ભૂત’, અલ્લુ અર્જૂનના અવતારમાં જોવા મળ્યો, વાયરલ થઇ તસ્વીર

આ પણ વાંચોઃ IND vs SA: કેપટાઉનમાં થયો ગજબનો ચમત્કાર ! 145 વર્ષના ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં ના થઇ શક્યુ એ કમાલનો રેકોર્ડ રચાયો

Latest News Updates

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
g clip-path="url(#clip0_868_265)">