Ravindrasinh Jadeja: ક્રિકેટર રવિન્દ્ર જાડેજા પર સવાર થયુ પુષ્પાનુ ‘ભૂત’, અલ્લુ અર્જૂનના અવતારમાં જોવા મળ્યો, વાયરલ થઇ તસ્વીર
રવિન્દ્ર જાડેજા (Ravindrasinh Jadeja) સોશિયલ મીડિયા પર ફેન્સનું મનોરંજન કરવાની કોઈ તક છોડતો નથી. હાલમાં જ તેના પર પુષ્પા (Pushpa) ફિલ્મનો ફિવર ચડી ગયો છે.
હાલમાં ભારત અને દક્ષિણ આફ્રિકા (India Vs South Africa 2021) વચ્ચે ટેસ્ટ સિરીઝ ચાલી રહી છે. ત્યાર બાદ બંને દેશો વચ્ચે આગામી 19 જાન્યુઆરીથી વન ડે સિરીઝ શરુ થશે. પરંતુ સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા (Ravindrasinh Jadeja) દક્ષિણ આફ્રિકા પ્રવાસે જઇ શક્યો નથી. ઇજાને લઇને જાડેજા હાલમાં ટીમ ઇન્ડિયાથી બહાર ચાલી રહ્યો છે. આ દરમિયાન તે હાલમાં બેંગ્લુરુ સ્થિત નેશનલ ક્રિકેટ એકડમીમાં છે. દરમિયાન જાડેજા પર દક્ષિણની સુપર હીટ ફિલ્મ પુષ્પા (Pushpa) નુ ભૂત સવાર થયુ છે. તેણે એક તસ્વીર શેર કરી છે, જેમાં તે અલ્લુ અર્જૂના અવતારમાં નજર આવી રહ્યો છે.
ભારતીય સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને લીગામેન્ટ ટિયરની સમસ્યા છે, જેને લઇ તેણે દક્ષિણ આફ્રિકાના પ્રવાસથી દુર રહેવુ પડ્યુ છે. હાલમાં તે પોતાની ફિટનેસ પર કામ કરી રહ્યો છે. જોકે આ દરમિયાન તે મનોરંજન પણ ચુકતો નથી.
એનસીએમાં તે હાલમાં સાઉથ સિનેમાની હિટ ફિલ્મ પુષ્પાના ફિવરમાં છે. પહેલા તેણે આ ફિલ્મના ડાયલોગ્સ પર એક વીડિયો બનાવ્યો અને હવે તે આ ફિલ્મના હીરો અલ્લુ અર્જુનના અવતારમાં જોવા મળી રહ્યો છે. રવિન્દ્ર તેની હેરસ્ટાઈલ, મેકઅપ અને સંપૂર્ણ લુકથી અર્જુન જેવો દેખાઈ રહ્યો છે. ફેન્સ પણ આ તસવીરને ખૂબ પસંદ કરી રહ્યા છે.
તસવીરમાં રવિન્દ્રના મોઢામાં બીડી હતી. તેણે ફેન્સને ચેતવતા કેપ્શનમાં લખ્યું છે કે, ‘કોઈપણ પ્રકારના તમાકુનું સેવન કરવું નુકસાનકારક છે. તમે જાણો છો પુષ્પા એટલે ફૂલ. હું ધૂમ્રપાનના કોઈપણ પ્રકારને સમર્થન આપતો નથી. મેં આ બધું માત્ર ફોટા ખાતર કર્યું છે. સિગારેટ, બીડી અને તમાકુ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. આ બધા કેન્સરનું કારણ બને છે. તેથી તેનું સેવન ન કરો.
Pushpa ante Flower anukunnava Fireuuuu🔥
P.S- Smoking and consumption of tobacco is injurious to health. I do not endorse any form of smoking and the beedi used in the image is for graphic purposes only. pic.twitter.com/yykAlGLLwb
— Ravindrasinh jadeja (@imjadeja) January 12, 2022
ફીટ થઇ પરત ફરવામાં સમય લાગી છે
જાડેજાની વાપસીમાં થોડો સમય લાગી શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે જાડેજાને સર્જરી પણ કરાવવી પડી શકે છે. જો આમ થશે તો તેમના માટે IPL રમવું પણ મુશ્કેલ બની જશે. 2021 ટાઇટલ વિજેતા ચેન્નાઈએ તેને 16 કરોડ રૂપિયામાં રિટેન કર્યો છે. જાડેજા ચેન્નાઇ સુપર કિંગ્સ માટે મહત્વનો હિસ્સો છે. તેણે 2021 ની સિઝન દરમિયાન પણ જબરદસ્ત દેખાવ કર્યો હતો.