AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND VS SA: ભારત સામે વાન ડેર ડુસૈ અને ટેમ્બા બાવુમાએ ફટકાર્યા શતક, સૌરવ-સચિનની અપાવી યાદ

રાસી વાન ડેર ડુસૈ (Rassie van der Dussen) એ ભારત સામેની પ્રથમ ODIમાં શાનદાર સદી ફટકારી, કેપ્ટન ટેમ્બા બાવુમા સાથે 204 રનની ભાગીદારી કરી.

IND VS SA: ભારત સામે વાન ડેર ડુસૈ અને ટેમ્બા બાવુમાએ ફટકાર્યા શતક, સૌરવ-સચિનની અપાવી યાદ
Rassie van der Dussen એ આક્રમક શતક સાથે અણનમ ઇનીંગ રમી હતી.
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 19, 2022 | 6:44 PM
Share

દક્ષિણ આફ્રિકાના બેટ્સમેન રાસી વાન ડેર ડુસેને (Rassie van der Dussen) પાર્લમાં રમાયેલી પ્રથમ ODI (India vs South Africa 1st ODI) મેચમાં રન બનાવવાની ક્ષમતા સાબિત કરી હતી. રાસી વાન ડેર ડુસેએ બોલેન્ડ પાર્ક ખાતે શાનદાર સદી ફટકારી હતી. રાસી વાન ડેર ડુસેએ તેની ODI કારકિર્દીની બીજી સદી ફટકારી અને ટીમ ઈન્ડિયાના ક્વોલિટી બોલિંગ યુનિટની ધુલાઇ કરી દીધી હતી. ડુસેએ 96 બોલમાં અણનમ 129 રનની ઇનિંગ રમી હતી. ડુસેએ માત્ર 83 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. એટલું જ નહીં, ડુસેએ કેપ્ટન ટેમ્બા બાવુમા (Temba Bavuma) સાથે મળીને 204 રનની ભાગીદારી કરીને દક્ષિણ આફ્રિકાને 50 ઓવરમાં 296 રન સુધી પહોંચાડ્યું.

ડુસે અને ટેમ્બા બાવુમા બોલેન્ડ પાર્ક ખાતે 200 રનની ભાગીદારી કરનાર બીજા બેટ્સમેન છે. આ પહેલા સચિન-ગાંગુલીએ વર્ષ 2003માં આ મેદાન પર 250થી વધુ રન જોડ્યા હતા. ડુસે ઉપરાંત બાવુમાએ પણ શાનદાર સદી ફટકારી હતી અને તેણે 110 રનની ઈનિંગ રમી હતી. આ પહેલા દક્ષિણ આફ્રિકાના ઓપનર યેનેમન મલાન અને ક્વિન્ટન ડી કોક ફ્લોપ રહ્યા હતા. યેનેમાને 6 અને ડી કોકે 27 રન બનાવ્યા હતા.

પંત સાથે થયુ હતુ ઘર્ષણ, હવે બોલીંગ પર ભારે

તમને જણાવી દઈએ કે રાસી વાન ડેર ડુસે ટેસ્ટ સિરીઝમાં ખરાબ ફોર્મમાં જોવા મળ્યો હતો. જો કે, જોહાનિસબર્ગ ટેસ્ટમાં કંઈક એવું થયું, જેના પછી તેના બેટમાંથી રનનો વરસાદ થવા લાગ્યો. વાસ્તવમાં જોહાનિસબર્ગમાં ભારતીય વિકેટકીપર ઋષભ પંત અને ડુસે વચ્ચે વિવાદ થયો હતો અને ત્યારથી ડુસેએ ટીમ ઈન્ડિયાના બોલિંગ આક્રમણને બરબાદ કરી દીધું છે. ડુસેએ જોહાનિસબર્ગ ટેસ્ટની બીજી ઈનિંગમાં 40 રન બનાવીને પોતાની ટીમને જીત તરફ દોરી હતી અને કેપટાઉનમાં પણ આ બેટ્સમેને અણનમ 41 રન બનાવીને પોતાની ટીમને શ્રેણી જીતી લીધી હતી.

રાસી વાન ડેર ડુસે વિશે વાત કરીએ તો, તેને ODI ફોર્મેટ ખૂબ પસંદ છે. આ બેટ્સમેને ODI ફોર્મેટમાં બે સદી ફટકારી છે અને તે બંને વખત અણનમ રહ્યો છે. ODIમાં ડુસેની બેટિંગ એવરેજ 73.62 છે અને તે લગભગ 90ના સ્ટ્રાઈક રેટથી રન બનાવે છે. રાસી વાન ડેર ડુસેએ ટી20 વર્લ્ડ કપમાં બેટિંગનો નમૂનો પણ રજૂ કર્યો હતો. આ બેટ્સમેને ઈંગ્લેન્ડ સામે અણનમ 94 રન બનાવ્યા હતા. રાસીએ પોતાનું સારું ફોર્મ જાળવી રાખ્યું છે.

આ પણ વાંચોઃ Virat Kohli: એકલા ઇન્સ્ટાગ્રામથી જ વિરાટ કોહલીની કરોડોની કમાણી, એક પોસ્ટની કિંમત સિરાજ, અય્યર અને વિહારીની સેલેરી કરતા 5 ગણી!

આ પણ વાંચોઃ સાનિયા મિર્ઝા સંન્યાસ લેશે, ઓસ્ટ્રેલિયા ઓપનમાં હાર બાદ કર્યુ એલાન

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે
Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">