IND vs PAK: પાકિસ્તાન-A ટીમ સામે ટીમ ઈન્ડિયાના યુવા સ્પિનરે 3 બોલમાં 2 વિકેટ ઝડપી મચાવ્યો તરખાટ
પાકિસ્તાન સામે પ્રથમ બોલિંગ કરતા ભારતીય બોલરોએ તબાહી મચાવી હતી. પાકિસ્તાન Aની અડધી ટીમ 23 ઓવરમાં માત્ર 78 રનમાં જ પેવેલિયન ભેગી થઈ ગઈ હતી. જેમાં ભારતીય સ્પિનર માનવે 3 વિકેટ ઝડપી હતી.
એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન 2 સપ્ટેમ્બરે ટકરાશે. દરેક લોકો તે મેચની રાહ જોઈ રહ્યા છે, પરંતુ તે પહેલા આ બંને ટીમો ઇમર્જિંગ એશિયા કપમાં ટકરાયા અને તેમાં પાકિસ્તાની બેટ્સમેનોએ ભારતીય બોલર સામે શરણાગતિ સ્વીકારી હતી. ઈમર્જિંગ એશિયા કપમાં 20 વર્ષીય ભારતીય સ્પિનર માનવ સુથારે (Manav Suthar) એક જ ઓવરમાં બે બેટ્સમેનોને પોતાની બોલિંગમાં ફસાવીને પાકિસ્તાની ટીમને ઘૂંટણિયે લાવી દીધી હતી.
ભારતીય બોલરો સામે પાકિસ્તાન ઢેર
કોલંબોમાં રમાઈ રહેલા ઈમર્જિંગ એશિયા કપમાં ટીમ ઈન્ડિયાએ પોતાની પ્રથમ બે મેચ ખૂબ જ સરળતાથી જીતી લીધી હતી, પરંતુ તેની સામે પાકિસ્તાન A ટીમ પ્રથમ મોટા પડકાર તરીકે હતી, જેમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી ચૂકેલા કેટલાક ખેલાડીઓને પણ સ્થાન મળ્યું છે. તેમ છતાં પાકિસ્તાની ટીમ ભારતીય બોલરો સામે સંઘર્ષ કરતી જોવા મળી હતી.
Strong start here by India ‘A’ 💪
2️⃣ wickets each for Harshit Rana and Manav Suthar 1️⃣ wicket for Abhishek Sharma
UAE ‘A’ are 94/5 after 26 overs#ACCMensEmergingTeamsAsiaCup | #ACC pic.twitter.com/6VhBk9qoQx
— BCCI (@BCCI) July 14, 2023
રાજવર્ધન હંગરગેકરે મચાવી તબાહી
ભારતીય બોલરોને UAE અને નેપાળ જેવી નબળી ટીમો સામે બહુ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો ન હતો પરંતુ તેમની ખરી કસોટી પાકિસ્તાન સામે હતી. એવું કહી શકાય કે ભારતીય બોલરોએ નિરાશ કર્યા નથી. ફાસ્ટ બોલર રાજવર્ધન હંગરગેકરે ચોથી ઓવરમાં જ બે બેટ્સમેનોને પોતાનો શિકાર બનાવ્યા હતા. તેણે ઓપનર સૈમ અયુબ અને ઓમર યુસુફને આઉટ કર્યા હતા. બંને ખાતું ખોલાવી શક્યા ન હતા.
માનવ સુથારે મિડલ ઓર્ડરનો કર્યો સફાયો
રાજવર્ધનની ગતિએ પાકિસ્તાન A ના ટોપ ઓર્ડરને ધ્વસ્ત કર્યું, જ્યારે ડાબા હાથના સ્પિનર માનવ સુથારે મિડલ ઓર્ડરની કમર તોડી હતી. પોતાની ત્રીજી ઓવરમાં માંનવ સુથારે પાકિસ્તાનના બે બેટ્સમેનોને પેવેલિયન ભેગા કર્યા હતા. પહેલા તેણે કામરાન ગુલામને લલચાવીને તેને સ્ટમ્પ આઉટ કરાવ્યો, પછીના બે બોલમાં હસીબુલ્લાહ ખાનને બોલ્ડ કર્યો હતો.
🚨Performance of Rajasthan’s Manav Suthar in 2023 Emerging Asia Cup🚨
🔥10-0-28-2 🔥9-1-31-1 🔥10-0-36-3
🎖️3 Matches, 6 wickets, 3.28 economy.
🌟In 2022/23 Ranji Trophy – 8 Matches, 44 wickets & 267 runs with bat.#AsiaCup #CricketTwitterpic.twitter.com/fjDcVPOFJd
— Indian Domestic Cricket Forum – IDCF (@IDCForum) July 19, 2023
આ પણ વાંચો : IND vs PAK: ધોનીના ધુરંધરે પાકિસ્તાનની અડધી ટીમનો કર્યો સફાયો, આખી ટીમ 205 રનમાં ઓલઆઉટ
3 બોલમાં 2 વિકેટ ઝડપી
પાકિસ્તાન A એ 78 રનમાં પોતાની 5 વિકેટ ગુમાવી દીધી હતી. માનવનું કામ જોકે હજુ બાકી હતું. તેની પાંચમી ઓવરમાં સુથારને સૌથી મોટી વિકેટ મળી હતી. મોહમ્મદ હરિસ, જેણે ગયા વર્ષના T20 વર્લ્ડ કપમાં પ્રભાવ પાડ્યો હતો અને અહીં પાકિસ્તાનનો કેપ્ટન પણ છે, તે માત્ર 14 રનમાં પરત ફર્યો હતો. માનવે તેની 10 ઓવરમાં માત્ર 36 રન આપીને 3 વિકેટ લીધી હતી.