IND vs PAK: ધોનીના ધુરંધરે પાકિસ્તાનની અડધી ટીમનો કર્યો સફાયો, આખી ટીમ 205 રનમાં ઓલઆઉટ

રાજવર્ધન હંગરગેકરે ઇમર્જિંગ એશિયા કપમાં પાકિસ્તાન સામે 5 વિકેટ લીધી હતી. તેની અને અન્ય બોલરોની દમદાર બોલિંગના સહારે ભારતે પાકિસ્તાનની આખી ટીમને 205 રનમાં ઓલ આઉટ કરી દીધી હતી.

IND vs PAK: ધોનીના ધુરંધરે પાકિસ્તાનની અડધી ટીમનો કર્યો સફાયો, આખી ટીમ 205 રનમાં ઓલઆઉટ
RS Hangargekar
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 19, 2023 | 9:00 PM

MS ધોની (MS Dhoni) ના સાથી ખેલાડીએ પાકિસ્તાનના બેટ્સમેનોનો સફાયો બોલાવ્યો હતો. IPL 2023માં ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી ડેબ્યૂ કરનાર રાજવર્ધન હંગરગેકરે ઇમર્જિંગ એશિયા કપ (Emerging Asia Cup) માં તરખાટ મચાવ્યો હતો. પાકિસ્તાનના બેટ્સમેનો તેની સામે ઘૂંટણિયે આવી ગયા હતા. તેણે પાકિસ્તાન સામે 42 રન આપીને 5 વિકેટ લીધી હતી. રાજવર્ધન હંગરગેકર (RS Hangargekar) ની સામે સ્ટાર બેટ્સમેન પણ ક્રિઝ પર ટકી શક્યા ન હતા.

રાજવર્ધન હંગરગેકરની પાંચ વિકેટ

હંગરગેકરની શાનદાર બોલિંગના કારણે પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી પાકિસ્તાનની ટીમ 48 ઓવરમાં 205 રન પર સમેટાઈ ગઈ હતી. એ પણ રસપ્રદ છે કે આ મેચમાં હંગરગેકરે વિકેટની શરૂઆત કરી હતી અને છેલ્લી વિકેટ પણ તેના નામે જોડાઈ હતી. આ સાથે તેણે આ ટૂર્નામેન્ટમાં કુલ 8 વિકેટ લીધી છે. છેલ્લી મેચમાં તેણે નેપાળ સામે 3 વિકેટ ઝડપી હતી.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

2 બેટ્સમેન શૂન્ય પર થયા આઉટ

પાકિસ્તાન પર હંગરગેકરનો પ્રહાર ચોથી ઓવરથી તૂટી પડવા લાગ્યો હતો. તેણે એક જ ઓવરમાં 2 વિકેટ ઝડપી હતી. હંગરગેકરે સઈમ અયુબ અને ઓમર યુસુફને ખાતું પણ ખોલવા દીધું ન હતું. આ પછી 46મી ઓવરના ચોથા બોલ પર તેણે કાસિમ અકરમને ફિફ્ટી પર રોક્યો હતો. તેણે કાસિમને 48 રન પર આઉટ કરીને ભારતને સૌથી મોટી સફળતા અપાવી હતી.

48મી ઓવરમાં 2 વિકેટ ઝડપી

રાજવર્ધન હંગરગેકર 48મી ઓવરમાં ફરી બોલિંગ કરવા આવ્યો હતો અને તે જ ઓવરમાં પાકિસ્તાનની ઇનિંગ્સનો અંત આવ્યો હતો. આ ઓવરમાં તેણે 2 વિકેટ પણ લીધી હતી. ઓવરના બીજા બોલ પર મોહમ્મદ વસીમ 8 રન બનાવીને આઉટ થયો હતો અને છેલ્લા બોલ પર શાહનવાઝ દહાની 4 રન બનાવીને આઉટ થયો હતો.

આ પણ વાંચો : Asia Cup 2023 Schedule Breaking News: એશિયા કપનું શેડ્યુલ જાહેર, 2 સપ્ટેમ્બરે ભારત પાકિસ્તાન ટકરાશે આમને-સામને

3 મહિના પછી મેદાનમાં ઉતર્યો

રાજવર્ધન હંગરગેકર લગભગ 3 મહિના પછી ક્રિઝ પર ઉતર્યો હતો. IPL બાદ હવે તે સીધો ઇમર્જિંગ એશિયા કપમાં રમી રહ્યો છે. IPLમાં પણ તેને માત્ર 2 મેચ રમવાની તક મળી હતી. તેણે ચેન્નાઈ માટે ગુજરાત ટાઇટન્સ સામે ડેબ્યૂ કર્યું હતું, જ્યારે તેણે આ સિઝનની છેલ્લી મેચ 3 એપ્રિલે લખનૌ સુપર જાયન્ટ્સ સામે રમી હતી.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">