IND vs PAK Match Asia cup 2023 : કુલદીપ યાદવની પાંચ વિકેટ, ભારતે પાકિસ્તાનને 228 રને હરાવ્યું
IND vs Pak Live Score Asia cup 2023 Updates : એશિયા કપમાં સુપર-4માં રવિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ પૂર્ણ થઈ શકી નથી. હવે આ મેચ આજે એટલે કે તેના રિઝર્વ ડે પર પૂર્ણ થશે. તમને જણાવી દઈએ કે રવિવારે જ્યારે મેચ રોકવામાં આવી ત્યારે ભારતે 24.1 ઓવરમાં 2 વિકેટે 147 રન બનાવી લીધા હતા. આ વખતે પણ મેચ પર વરસાદ પડવાનો ખતરો છે અને આવી સ્થિતિમાં મેચમાં વિક્ષેપ પડવાની સંભાવના છે

એશિયા કપ 2023ના સુપર ફોરમાં ભારત-પાકિસ્તાનની મેચ 10 સપ્ટેમ્બરે પૂરી થઈ શકી નથી. હવે આ મેચ તેના રિઝર્વ ડે એટલે કે આજે તે જ જગ્યાએથી શરૂ થશે જ્યાં તે આગલા દિવસે રોકાઈ હતી. પરંતુ મોટો પ્રશ્ન એ છે કે શું આ શક્ય બનશે? અને આમ થાય તો પણ મેચ પુરી થશે? કારણ કે આજે પણ કોલંબોમાં વરસાદની 90 ટકા સંભાવના છે.
બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન
ભારતની પ્લેઈંગ ઈલેવન: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ, ઈશાન કિશન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, શાર્દુલ ઠાકુર, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ.
પાકિસ્તાનની પ્લેઈંગ ઈલેવન: બાબર આઝમ (કેપ્ટન), ફખર ઝમાન, ઈમામ ઉલ હક, મોહમ્મદ રિઝવાન (વિકેટકીપર), આગા સલમાન, ઈફ્તિખાર અહેમદ, શાદાબ ખાન, ફહીમ અશરફ, શાહીન શાહ આફ્રિદી, નસીમ શાહ અને હરિસ રઉફ.
LIVE NEWS & UPDATES
-
Ind vs pak cricket live score : ભારતે પાકિસ્તાનને 228 રને હરાવ્યું
Ind vs pak cricket live score : કુલદીપે ફહીમ અશરફને આઉટ કરીને પાકિસ્તાનની આઠમી વિકેટ ઝડપી હતી અને આ સાથે ટીમ ઈન્ડિયાએ 228 રનથી મોટી જીત હાંસલ કરી હતી. પાકિસ્તાનના બે ખેલાડીઓ ઈજાગ્રસ્ત થયા હતા અને તેથી જ તેઓ બેટિંગ કરવા આવ્યા ન હતા. કુલદીપે આ મેચમાં કુલ પાંચ વિકેટ લીધી હતી. આ જીત સાથે ભારત સુપર 4 રાઉન્ડમાં પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી ગયું છે. ભારતે પાકિસ્તાન સામે એશિયા કપમાં મોટી જીત હાંસલ કરી હતી.
-
Ind vs Pak live score today : પાકિસ્તાનને સાતમો ઝટકો
Ind vs Pak live score today : કુલદીપની ફીરકી સામે પાકિસ્તાના ખેલાડીઓ સતત ફસાઈ રહ્યા છે, કુલદીપે પાકિસ્તાનની સતત ચોથી વિકેટ ઝડપી છે, એશિયા કપ સુપર 4 ના ભારત સામેના મુકાબલામાં પાકિસ્તાન હાર તરફ આગળ વધી રહ્યું છે. ભારતને હવે મેચ જીતવા વધુ ત્રણ વિકેટની જરૂર છે.
-
-
IND vs Pak Reserve Day Live Score : પાકિસ્તાનની છઠ્ઠી વિકેટ પડી
IND vs Pak Reserve Day Live Score : કુલદીપ યાદવની કમાલ બોલિંગ સામે પાકિસ્તાની બેટ્સમેનો સાવ નિષ્ફળ સાબિત થઈ રહ્યા છે. કુલદીપે ભારતને છઠ્ઠી સફળતા અપાવહી હતી અને શાદાબ ખાનને 6 રને આઉટ કર્યો હતો. કુલદીપે સતત ત્રીજી વિકેટ ઝડપી હતી.
-
PAK vs IND Super 4 Reserve Day Live Score : પાકિસ્તાનની અડધી ટીમ પેવેલિયન ભેગી
PAK vs IND Super 4 Reserve Day Live Score : કુલદીપ યાદવે પાકિસ્તાન સામે ભરફટને સતત બીજી સફળતા આપવી હતી. કુલદીપે પાકિસ્તાનના આગા સલમાનને આઉટ કરી ભારતને પાંચમી સફળતા અપાવી હતી. ભારતને હવે મેચ જીતવા વધુ પાંચ વિકેટની જરૂર છે. પાકિસ્તાનની અડધી ટીમ પેવેલિયન ભેગી થઈ ચૂકી છે.
-
Ind vs pak cricket live score : કુલદીપ યાદવે ફખર ઝમાનને કર્યો આઉટ
Ind vs pak cricket live score : મહોમ્મદ રિઝવાનની વિકેટ પડ્યા બાદ ટીમના સ્કોરને આગળ વધારી રહેલ ઓપનર ફખર ઝમાન સારી ઈનિંગ તરફ આગળ વધી રહ્યો હતો પરંતુ ભારતના ચાઈનામેન બોલર કુલદીપ યાદવે તેની ઈનિંગ પર બ્રેક લગાવી હતી. કુલદીપે યાદવે ભારતને ચોથી સફળતા અપાવી હતી અને ફખર ઝમાનને 27 રને આઉટ કર્યો હતો.
-
-
Ind vs Pak live score today : રિઝવાન આઉટ, શાર્દૂલે લીધી વિકેટ
Ind vs Pak live score today : વરસાદ બંધ થતાં મેચ ફરી શરૂ થયા બાદની પહેલી જ ઓવરમાં ભારતને સફળતા મળી હતી. ઓલરાઉન્ડર શાર્દૂલ ઠાકુરે ભારતને ત્રીજી સફળતા આપવી હતી. શાર્દૂલે મહોમ્મદ રિઝવાનને આઉટ કર્યો હતો. રિઝવાન માત્ર 2 રન બનાવી આઉટ થયો હતો.
-
India vs Pakistan cricket live score : મેચ ફરી શરૂ થઈ
India vs Pakistan cricket live score : વરસાદના કારણે થોડા સમય માટે મેચ બંધ રહ્યા આબાદ ફરી એકવાર ભારત પાકિસ્તાન વચ્ચેની મેચ શરૂ થઈ ગઈ છે. બંને દેશના ખેલાડીઓ મેદાનમાં આવી પહોંચ્યા છે. પાકિસ્તાને મેચ જીતવા 357 રનનો ટાર્ગેટ છે, ભારતને મેચ જીતવા વધુ આઠ વિકેટની જરૂર છે.
-
IND vs Pak Reserve Day Live Score : વરસાદ બંધ થયો
IND vs Pak Reserve Day Live Score : કોલંબોમાં વરસાદ બંધ થઈ ગયો છે અને હવે કવર હટાવવામાં આવી રહ્યા છે. ઓવરો ઓછી થાય છે કે નહીં તે જોવું રહ્યું. ભારત પાકિસ્તાન મેચમાં સતત બીજા દિવસે વરસાદ પડતા મેચ રોકવાં આવી છે. ભારતે પાકિસ્તાનને જીતવા 357 રનનો ટાર્ગેટ આપ્યો છે. પાકિસ્તાને 11 ઓવરમાં બે વિકેટ ગુમાવી 44 રન બનાવી લીધા છે.
-
PAK vs IND Super 4 Reserve Day Live Score : વરસાદના કારણે મેચ રોકવામાં આવી
PAK vs IND Super 4 Reserve Day Live Score : એશિયા કપમાં ફરી એકવાર વરસાદના કારણે મેચ પર અસર પડી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેના મહા મુકાબલામાં સતત બીજા દિવસે પણ વરસાદ પડતા મેચ રોકવામાં આવી છે. મેચ રોકવામાં આવી ત્યારે 11 ઓવરમાં પાકિસ્તાને બે વિકેટ ગુમાવી 44 રન બનાવી લીધા હતા. પાકિસ્તાન હજી જીતથી 313 રન દૂર છે, જ્યારે ભારતને જીત માટે વધુ 8 વિકેટની જરૂર છે.
-
India vs Pakistan match live score : પાકિસ્તાનને બીજો ઝટકો, કેપ્ટન બાબર થયો આઉટ
India vs Pakistan match live score : ભારત સામે બાબર આઝમનું ખરાબ પ્રદર્શન આજની મેચમાં પણ જોવા મળ્યું હતું. બાબર માત્ર 10 રન બનાવી આઉટ થયો હતો. હાર્દિક પંડયાએ બાબર આઝમને ક્લીન બોલ્ડ કર્યો હતો.
-
Ind vs pak match live score : 10 ઓવર બાદ પાકિસ્તાનનો સ્કોર 43/1
Ind vs pak match live score : 357 રનના વિશાળ લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી પાકિસ્તાનની ટીમની શરૂઆત ખરાબ રહી હતી અને પાકિસ્તાને ઓપનર ઈમામ ઉલ હક્કની જલ્દી વિકેટ ગુમાવી હતી, જે બાદ કેપ્ટન બાબર આઝમ ક્રિઝ પર આવ્યો હતો અને ટીમને સંભાડી હતી. 10 ઓવર બાદ પાકિસ્તાનનો સ્કોર 43/1 પહોંચ્યો હતો.
-
Ind vs Pak live score today : પાકિસ્તાનને પહેલો ઝટકો
Ind vs Pak live score today : ભારત સામે પાકિસ્તાને મક્કમ બેટિંગ કરતાં પહેલી પાંચ ઓવરમાં એક વિકેટ ગુમાવી દીધી છે. બુમરાહે ભારતને પહેલી સફળતા આપવી હતી. બુમરાહે ઇમામ-ઉલ-હકને આઉટ કર્યો હતો. ઇમામ-ઉલ-હક 9 રન બનાવી આઉટ થયો હતો. શુભમન ગિલે ઇમામ-ઉલ-હકનો કેચ પકડ્યો હતો. પાંચ ઓવર બાદ પાકિસ્તાનનો સ્કોર 17/1. બાબર આઝમ ક્રિઝ પર હાજર.
-
IND vs Pak Live Score : પાકિસ્તાનની ઈનિંગ શરૂ
IND vs Pak Live Score : ભારતે આપેલ વિશાળ લક્ષ્યાંકનો પીછો કરવા પાકિસ્તાનના ઓપનરો ક્રિઝ પર, બુમરાહે બોલિંગની કરી શરૂઆત, ભારતે 356 રન બનાવ્યા છે અને પાકિસ્તાનને 357 રનનો ટાર્ગેટ આપ્યો છે. વિરાટ અને કેએલ રાહુલે શાનદાર સદી ફટકારી હતી.
Fewest innings to 13000 ODI runs: Virat Kohli breaks Sachin Tendulkar record#ViratKohli #AsiaCup #AsiaCup2023 #INDvPAK #Fastest13000 #BHAvsPAK #TV9News pic.twitter.com/qIVwNQ8ewu
— Tv9 Gujarati (@tv9gujarati) September 11, 2023
-
IND vs Pak Reserve Day Live Score : પાકિસ્તાન સામે ભારતનો સ્કોર 356 / 2
IND vs Pak Reserve Day Live Score : એશિયા કપ 2023માં સુપર 4 મુકાબલામાં પાકિસ્તાન સામે રિઝર્વ ડે પર ભારતે દમદાર બેટિંગ કરતાં પાકિસ્તાન સામે 350 થી વધુ રન બનાવ્યા હતા. વિરાટ કોહલી અને કેએલ રાહુલે શાનદાર સદી ફટકારી હતી. બંને વચ્ચે 233 રનની રેકોર્ડ ભાગીદારી થઈ હતી. ભારતે પાકિસ્તાનને જીતવા 357 રનનો ટાર્ગેટ આપ્યો હતો. કોહલીએ વનડેમાં 13 હજાર રન પૂર્ણ કર્યા હતા. આ કોહલીની 47 મી વનડે સદી પણ હતી. કે એલ રાહુલે કમબેક મેચમાં સદી ફટકારી હતી, સાથે જ વનડે માં 2 હજાર રન પણ પૂર્ણ કર્યા હતા.
-
IND vs Pak Super 4 Reserve Day Live Score : પાકિસ્તાન સામે કોહલીની દમદાર સદી
IND vs Pak Super 4 Reserve Day Live Score : પાકિસ્તાન સામે કેએલ રાહુલ અને વિરાટ કોહલીએ દમદાર બેટિંગ કરી હતી. રાહુલ બાદ વિરાટ કોહલીએ પણ શાનદાર સદી ફટકારી હતી. સાથે જ કોહલીએ વનડે ક્રિકેટમાં 13 હજાર રન પણ પૂર્ણ કર્યા હતા.
-
IND vs Pak Super 4 Reserve Day Live Score : કેએલ રાહુલની સદી
IND vs Pak Super 4 Reserve Day Live Score : પાકિસ્તાન સામે ભારતના વિકેટ કીપર બેટ્સમેન કેએલ રાહુલે શાનદાર સદી ફટકારી હતી. કેએલ રાહુલે લાંબા સમય બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સદી ફટકારી હતી. આ પહેલા તેણે આ જ મેચમાં વનડે માં 2000 રન પણ પૂર્ણ કર્યા હતા.
-
India vs Pakistan cricket live score : ભારતનો સ્કોર 300 ને પાર
India vs Pakistan cricket live score : કેએલ રાહુલ અને વિરાટ કોહલીએ પાકિસ્તાન સામે દમદાર બેટિંગ કરતાં ભારતનો સ્કોર 300 ને પાર થઈ ગયો છે. ભારત મોટા સ્કોર તરફ આગળ વધી રહ્યું છે, સાથે જ વિરાટ અને કેએલ રાહુલ બંને પોતાની સદીની નજીક પહોંચી રહ્યા છે.
-
India vs Pakistan match live score : કોહલી-રાહુલ વચ્ચે 150 રનની પાર્ટનરશિપ
India vs Pakistan match live score : પાકિસ્તાન સામે વિરાટ કોહલી અને કેએલ રાહુલે શદનાર બેટિંગ કરતાં બંનેએ ફિફ્ટી ફટકારી હતી. બંનેએ રોહિત શર્મા અને શુભમન ગિલના આઉટ થયા બાદ ઈનિંગને સંભાડી હતી અને 150થી વધુ રનની પાર્ટનરશિપ કરી હતી. ભારત મોટા સ્કોર તરફ આગળ વધી રહ્યું છે.
-
India vs Pakistan live score : ભારતનો સ્કોર 250 ને પાર
India vs Pakistan live score : 40 ઓવર બાદ પાકિસ્તાન સામે ભારતીય ટીમે 251 રન બનાવી લીધા છે. વિરાટ કોહલી અને કેએલ રાહુલ ક્રિઝ પર હાજર છે. બંનેએ પોતાની ફિફ્ટી પૂર્ણ કરી લીધી છે. હવે અંતિમ 10 ઓવરમાં રાહુલ અને કોહલી પર વધુ રન જોડવા પ્રયાસ કરશે.
-
Ind vs pak cricket live score : વિરાટ કોહલીની ફિફ્ટી
Ind vs pak cricket live score : એશિયા કપ સુપર 4 રાઉન્ડમાં પાકિસ્તાન સામેના મુકાબલામાં રિઝર્વ ડે પર રમાઈ રહેલ મેચમાં ભારતના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ ફિફ્ટી ફટકારી હતી. કોહલીએ 55 બોલમાં અર્ધ સદી પૂર્ણ કરી હતી.
-
Ind vs pak match live score : 35 ઓવર બાદ ભારતનો સ્કોર 225/2
Ind vs pak match live score : કેએલ રાહુલે શાદાબ ખાનની બોલિંગમાં ફટકારી દમદાર સિક્સર, ફિફ્ટી ફટકાર્યા બાદ કેએલ રાહુલની ફટકાબાજી શરૂ, વિરાટ કોહલી ફિફ્ટીની નજીક પહોંચ્યો. 35 ઓવર બાદ ભારતનો સ્કોર 225/2
-
Ind vs Pak live score today : કેએલ રાહુલની ફિફ્ટી
Ind vs Pak live score today : રિઝર્વ ડે પર મેચ શરૂ થયા બાદ પાકિસ્તાન સામે કોહલી અને રાહુલે દમદાર બેટિંગ શરૂ કરી હતી. ઈનિંગની 32 મી ઓવરમાં ભારતે 200 નો આંકડો પાર કર્યો હતો, જ્યારે કેએલ રાહુલે 34 મી ઓવરમાં પોતાની ફિફ્ટી પૂર્ણ કરી હતી.
-
IND vs Pak Live Score : કેએલ રાહુલની ફિફ્ટી
IND vs Pak Live Score : રિઝર્વ ડે પર મેચ શરૂ થયા બાદ પાકિસ્તાન સામે કોહલી અને રાહુલે દમદાર બેટિંગ શરૂ કરી હતી. ઈનિંગની 32 મી ઓવરમાં ભારતે 200 નો આંકડો પાર કર્યો હતો, જ્યારે કેએલ રાહુલે 34 મી ઓવરમાં પોતાની ફિફ્ટી પૂર્ણ કરી હતી.
-
PAK vs IND Reserve Day Live Score :ભારતનો સ્કોર 160 રનને પાર
ભારતનો સ્કોર બે વિકેટના નુકસાન સાથે 160 રનને પાર કરી ગયો છે. વિરાટ કોહલી અને લાકેશ રાહુલ ક્રિઝ પર છે. બંને સારી બેટિંગ કરી રહ્યા છે અને બંને વચ્ચે શાનદાર ભાગીદારી છે. કોહલી હવે સારી ગતિએ રન બનાવી રહ્યો છે અને રાહુલ સાવચેતીપૂર્વક રમી રહ્યો છે. 30 ઓવર પછી ભારતનો સ્કોર બે વિકેટે 175 રન છે.
-
PAK vs IND Reserve Day Live Score : કોહલીના 1000 રન પુરા
કોહલીએ એક વિશેષ સિદ્ધિ હાંસલ કરી છે. તેણે આ વર્ષે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેના 1000 રન પૂરા કર્યા છે. ભારતનો સ્કોર 28.2 ઓવરમાં બે વિકેટે 265 રન છે.
-
PAK vs IND Reserve Day Live Score :કે એલ રાહુલે ચોગ્ગો ફટકાર્યો
કે.એલ રાહુલે 30મી ઓવરના બીજા બોલ પર શાનદાર ચોગ્ગો ફટકાર્યો છે
-
IND vs Pak Reserve Day Live Score : વિરાટ અને રાહુલ ક્રિઝ પર
ભારતનો સ્કોર 29 ઓવર બાદ બે વિકેટના નુકસાન પર 167 રન છે. વિરાટ 20 અને રાહુલ 25 રન પર બેટિંગ કરી રહ્યા છે.
-
IND vs Pak Reserve Day Live Score : ભારતનો સ્કોર 163/2
28મી ઓવરમાં વિરાટ કોહલીએ શાનદાર ચોગ્ગો ફટકાર્યો હતો, 28 ઓવર બાદ ભારતનો સ્કોર 163/2 વિકેટનું નુકસાન થયું છે.
-
IND vs Pak Reserve Day Live Score : વિરાટનો શાનદાર ચોગ્ગો
28મી ઓવરમાં વિરાટ કોહલીએ શાનદાર ચોગ્ગો ફટકાર્યો હતો
-
IND vs Pak Reserve Day Live Score :27 ઓવર પછી ભારતનો સ્કોર બે વિકેટના નુકસાન પર 155 રન
વિરાટ કોહલી 21 બોલમાં 12 રન અને કે.એલ રાહુલ 40 બોલમાં 21 રન બનાવી ક્રિઝ પર રમી રહ્યા છે. 27 ઓવર પછી ભારતનો સ્કોર બે વિકેટના નુકસાન પર 155 રન છે. આ ઓવરમાં ભારતના ખાતામાં કુલ
-
PAK vs IND Reserve Day Live Score : ભારતનો સ્કોર 152/2
શાદાબ ખાને 25મી ઓવરના બાકીના પાંચ બોલ ફેંક્યા. નસીમ શાહે 26મી ઓવર નાખી. ભારતનો સ્કોર 26 ઓવરના અંતે બે વિકેટે 152 રન છે. વિરાટ કોહલી 20 અને કેએલ રાહુલ 19 રને રમી રહ્યા છે.
-
PAK vs IND Super 4 Reserve Day Live Score : રિઝર્વ ડે પર ભારત-પાકિસ્તાન મેચ શરૂ
રિઝર્વ ડે પર ભારત-પાકિસ્તાન મેચ શરૂ થઈ ગઈ છે, ક્રિઝ પર કોહલી-રાહુલ જોવા મળી રહ્યા છે
-
PAK vs IND Super 4 Reserve Day Live Score : ખેલાડીઓએ પ્રેક્ટિસ શરૂ કરી
વિરાટ કોહલી સહિત બંને ટીમના ખેલાડીઓ મેદાનમાં છે. ખેલાડીઓએ પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. મેદાનમાં જોવા મળી રહ્યા છે
-
IND vs Pak Super 4 Reserve Day Live Score : થોડી જ વારમાં મેચ શરુ થશે
આ રમત 50 ઓવરની રમાશે. ભારતીય ટીમ 24.1 ઓવર પછી પોતાની રમત ચાલુ રાખશે. વિરાટ કોહલી (8) અને કેએલ રાહુલ (17) રન બનાવીને અણનમ છે.
Good news: Play to resume at 4:40 IST. No reduction in overs. #TeamIndia #INDvPAK #AsiaCup https://t.co/KHAQ9Va5uq
— BCCI (@BCCI) September 11, 2023
-
India vs Pakistan cricket live score : પાકિસ્તાનને મોટો ઝટકો લાગ્યો
પાકિસ્તાનને મોટો ઝટકો લાગ્યો છે. ફાસ્ટ બોલર હરિસ રઉફ ઈજાના કારણે આ મેચમાં વધુ બોલિંગ કરી શકશે નહીં. હરિસ રઉફે 5 ઓવર નાંખી, જેમાં તેણે 27 રન આપ્યા અને એક વિકેટ લીધી.
The #PAKvIND match will resume at 4:40 PM Local time.
No overs have been lost and India will resume their innings from 24.1 #AsiaCup2023 | https://t.co/LwHjrkRTlj pic.twitter.com/ue8VsuLxDJ
— ICC (@ICC) September 11, 2023
-
India vs Pakistan match live score :મેચ 4.40 વાગ્યે શરૂ થશે
પિચનું નિરીક્ષણ કર્યા બાદ અમ્પાયરોએ મેચ 4.40 વાગ્યે શરૂ કરવાનો નિર્ણય લીધો છે. ખેલાડીઓ હાલમાં મેદાન પર પ્રેક્ટિસ કરી રહ્યા છે. ભારતે 24.1 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 147 રન બનાવ્યા હતા. હાલમાં ઓવરોમાં કોઈ ઘટાડો કરવામાં આવ્યો નથી.
-
Ind vs pak cricket live score : ખેલાડીઓ પિચનું નિરીક્ષણ કરી રહ્યા છે
ભારત અને પાકિસ્તાનના ખેલાડીઓ મેદાનની અંદર છે. બાબર આઝમે પહેલા પીચનું નિરીક્ષણ કર્યું હતું. આ પછી જસપ્રીત બુમરાહે પણ પીચનું નિરીક્ષણ કર્યું હતું. અમ્પાયર ટૂંક સમયમાં મેચની શરૂઆત અંગે અપડેટ જાહેર કરી શકે છે.
-
Ind vs pak cricket live score : ખેલાડીઓ પિચનું નિરીક્ષણ કરી રહ્યા છે
ભારત અને પાકિસ્તાનના ખેલાડીઓ મેદાનની અંદર છે. બાબર આઝમે પહેલા પીચનું નિરીક્ષણ કર્યું હતું. આ પછી જસપ્રીત બુમરાહે પણ પીચનું નિરીક્ષણ કર્યું હતું. અમ્પાયર ટૂંક સમયમાં મેચની શરૂઆત અંગે અપડેટ જાહેર કરી શકે છે.
-
Ind vs pak match live score : વરસાદ બંધ થયો
ઝરમર વરસાદ બંધ થઈ ગયો છે. મેદાન પરથી કવર દૂર કરવામાં આવી રહ્યા છે. અમ્પાયરો મેદાનમાં જોવા મળી રહ્યા છે. મેદાન સૂકુ લાગી રહ્યું છે. રવિન્દ્ર જાડેજા, સિરાજ અને બાબર આઝમ પણ બહાર જોવા મળી રહ્યા છે.
-
Ind vs Pak live score today : પાકિસ્તાનને આટલું લક્ષ્ય મળશે
સીનિયર સ્ટેટ્સમેન મોહનદાસ મેનને માહિતી આપી છે કે જો ભારત 20 થી 24 ઓવરની બોલિંગ કરશે તો પાકિસ્તાનને કેટલો ટાર્ગેટ મળશે? જો આ મેચને ટ્વેન્ટી-ટ્વેન્ટીમાં ફેરવવામાં આવે છે તો પાકિસ્તાનને જીતવા માટે 181 રન બનાવવા પડશે.
- 20 ઓવર – 181
- 21 ઓવર – 187
- 22 ઓવર – 194
- 23 ઓવર – 200
- 24 ઓવર – 206
-
Ind vs Pak live score today : વરસાદે રમત બગાડી
Delays persist for #PAKvIND Super 4 match on the reserve day. ️️ #AsiaCup2023 pic.twitter.com/t3s7kFzZDt
— Pakistan Cricket (@TheRealPCB) September 11, 2023
-
IND vs Pak Live Score : રિઝર્વ ડે પર નિર્ધારિત સમયે રમત શરૂ થઈ શકી નથી
Start of the reserve day for the #PAKvIND Super 4 match has been delayed.#AsiaCup2023 | https://t.co/LwHjrkRTlj pic.twitter.com/0mVSwGYfR4
— ICC (@ICC) September 11, 2023
-
India vs Pakistan cricket live score :વરસાદે મેચની મજા બગાડી નાખી
વરસાદે રમત બગાડી છે. સતત વરસાદ પડી રહ્યો છે. વચ્ચે 15 મિનિટ સુધી વરસાદ બંધ રહ્યો હતો. પરંતુ ફરી વરસાદ પડી રહ્યો છે. મેચ ક્યારે શરૂ થશે તે અંગે હજુ કંઈ કહી શકાય તેમ નથી
-
India vs Pakistan match live score : થોડી વારમાં મેચ શરુ થઈ શકે છે
કોલંબોમાં ગઈકાલથી લઈને આજ સુધી ભારે વરસાદ થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં મેદાનને પ્લેઇંગ કન્ડીશનમાં લાવવું આસાન નહીં હોય. મેચ મોડી શરૂ થવાની છે. અગાઉ આ મેચ 3 વાગ્યે શરૂ થવાની હતી.
-
India vs Pakistan live score : ભારતીય બેટ્સમેનો તરફથી વિસ્ફોટક રમતની આશા
રોહિત શર્મા અને શુભમ ગિલે ભારતને મજબૂત શરૂઆત અપાવી હતી. રોહિતે 49 બોલમાં 56 રનની ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેણે 4 સિક્સર અને 6 ફોર ફટકારી હતી. જ્યારે શુભમન ગિલે 52 બોલમાં 58 રનની શાનદાર ઇનિંગ રમી હતી. હવે બાકીની ઓવરોમાં ભારતીય બેટ્સમેનો તરફથી વિસ્ફોટક રમતની આશા છે.
-
India vs Pakistan live score : વરસાદે ફરી ચાહકોની મજા બગાડી, મેચ સમયસર શરૂ નહીં થાય
કોલંબોમાં વરસાદે ફરી મેચની મજા બગાડી દીધી છે. મેચ 3 વાગ્યે શરૂ થશે નહીં. ખેલાડીઓ ડ્રેસિંગ રૂમમાં બેઠા છે. મેદાન પાણીથી ભરાઈ ગયું છે.
-
Ind vs pak cricket live score : રિઝર્વ ડે મેચ સમયસર શરૂ થવી મુશ્કેલ
કોલંબોમાં વરસાદ બંધ થઈ રહ્યો નથી. ભારત અને પાકિસ્તાન વચ્ચેની રિઝર્વ ડે મેચ સમયસર શરૂ થવી મુશ્કેલ લાગે છે. મેદાનમાં કવર ઢંકાયેલું છે અને વાદળછાયું વાતાવરણ હોવાની માહિતી મેદાનમાં હાજર સાથી પત્રકારો પાસેથી મળી છે. તેમજ ભારે વરસાદ પડી રહ્યો છે. આવી સ્થિતિમાં મેચ શરૂ થવામાં ઘણો સમય લાગી શકે છે. વધુ અપડેટ્સ માટે અહીં અમારી સાથે જોડાયેલા રહો.
-
Ind vs Pak live score today : ભારતીય બોલરોની પણ કસોટી થશે
એશિયા કપ 2023માં અત્યાર સુધી ભારતીય બોલરોને માત્ર નેપાળ સામે જ પોતાની તાકાત બતાવવાની તક મળી છે. જો મેચ રમાશે તો પાકિસ્તાનના બેટિંગ ઓર્ડર સામે ભારતીય બોલરોની પણ કસોટી થશે.
-
IND vs Pak Live Score : મેચ રદ થશે તો શું થશે ?
જો ટીમ ઈન્ડિયા વરસાદને કારણે ફરીથી બેટિંગ કરવા ઉતરતી નથી અને પાકિસ્તાનને 20 ઓવરની મેચ રમવી પડશે તો તેણે ડકવર્થ-લુઈસ નિયમનો ઉપયોગ કરીને 181 રન બનાવવા પડશે. જો મેચ રદ થશે તો બંને ટીમોને એક-એક પોઈન્ટ મળશે.
-
IND vs Pak Live Score :કોલંબોમાં ભારે વરસાદ
કોલંબોના હવામાન અંગે એક નવું અપડેટ સામે આવ્યું છે, ત્યાં વરસાદ પડી રહ્યો છે અને તેના કારણે મેદાનમાં કવર લગાવવામાં આવ્યા છે. મતલબ કે હવે જો ભારત-પાકિસ્તાન મેચ પણ રિઝર્વ ડે પર યોજાશે તો સંકટ ઉભું થયું છે.
-
IND vs Pak Live Score : પાકિસ્તાનના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર વસીમ અકરમે કોલંબોથી હવામાનનું અપડેટ આપ્યું
View this post on Instagram -
India vs Pakistan cricket live score :બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન
ભારતની પ્લેઈંગ ઈલેવન: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ, ઈશાન કિશન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, શાર્દુલ ઠાકુર, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ.
પાકિસ્તાનની પ્લેઈંગ ઈલેવન: બાબર આઝમ (કેપ્ટન), ફખર ઝમાન, ઈમામ ઉલ હક, મોહમ્મદ રિઝવાન (વિકેટકીપર), આગા સલમાન, ઈફ્તિખાર અહેમદ, શાદાબ ખાન, ફહીમ અશરફ, શાહીન શાહ આફ્રિદી, નસીમ શાહ અને હરિસ રઉફ.
-
India vs Pakistan match live score :કોલંબોમાં ધોધમાર વરસાદ ચાલુ, આજની મેચ પણ ખતરામાં
રિઝર્વ ડે પર રમાનારી ભારત અને પાકિસ્તાનની મેચ પર ફરી એક વખત વરસાદનું વિધ્ન મંડરાય રહ્યું છે. ભારત અને પાકિસ્તાનની ટીમ કોલંબોના આર પ્રેમાદાસ સ્ટેડિયમમાં પહોંચી ચૂકી છે. કોલંબોમાં ફરી ભારે વરસાદ શરુ થઈ ચૂક્યો છો.
-
India vs Pakistan live score :વિરાટ વિશેષ સિદ્ધિ હાંસલ કરશે
વિરાટ કોહલીએ અત્યાર સુધી 278 વનડેની 267 ઇનિંગ્સમાં 12910 રન બનાવ્યા છે. તે 13 હજાર રનના આંકડાથી માત્ર 90 રન દૂર છે. ચાહકોને આશા હશે કે જો આજે મેચ થાય અને વિરાટ બેટિંગ કરવા ઉતરે તો તે સદી ફટકારીને 13 હજાર રનના આંકડાને સ્પર્શી જશે. આવું કરનાર તે ભારતનો બીજો અને વિશ્વનો પાંચમો બેટ્સમેન હશે. તેમના પહેલા સચિન તેંડુલકર (ભારત), કુમાર સંગાકારા (શ્રીલંકા), રિકી પોન્ટિંગ (ઓસ્ટ્રેલિયા), સનથ જયસૂર્યા (શ્રીલંકા) વનડેમાં 13 હજારથી વધુ રન બનાવી ચુક્યા છે.
-
Ind vs pak cricket live score :સુપર ફોરમાં પોઈન્ટ ટેબલની સ્થિતિ
સુપર ફોરના પોઈન્ટ ટેબલમાં પાકિસ્તાન એક મેચમાં બે પોઈન્ટ અને +1.051 નેટ રન રેટ સાથે ટોચ પર છે. શ્રીલંકા એક મેચમાં બે પોઈન્ટ અને +0.420 નેટ રન રેટ સાથે બીજા સ્થાને છે. ભારત ત્રીજા સ્થાને અને બાંગ્લાદેશ ચોથા સ્થાને છે.
-
Ind vs pak match live score : થોડીવારમાં મેચ શરૂ થશે
ગઈકાલે જ્યાં સમાપ્ત થઈ હતી ત્યાંથી મેચ શરૂ થશે. ભારતે રવિવારે 24.1 ઓવરમાં બે વિકેટે 147 રન બનાવ્યા હતા. વિરાટ કોહલી અને કેએલ રાહુલ અણનમ છે. આ બંને આજે ભારતીય દાવની શરૂઆત કરશે. રોહિતે 56 રન અને શુભમને 58 રન બનાવ્યા હતા. શાહીન અને શાદાબને એક-એક વિકેટ મળી હતી.
-
Ind vs Pak live score today :મેચ બપોરે 3 વાગ્યે શરૂ થશે
વરસાદના કારણે રવિવારે ભારત-પાકિસ્તાનની મેચ પૂર્ણ થઈ શકી ન હતી. આવી સ્થિતિમાં આજે તે મેચ પૂર્ણ કરવાનો પ્રયાસ કરવામાં આવશે. રિઝર્વ ડે પર રમવાની સ્થિતિ સામાન્ય દિવસો જેવી હશે. મેચ બપોરે 3 વાગ્યે જ શરૂ થશે.
-
IND vs Pak Live Score :ભારતીય ટીમ સતત ત્રણ દિવસ ક્રિકેટ રમશે
સોમવારે પાકિસ્તાન સામેની મેચ રમ્યા બાદ ભારતીય ટીમે મંગળવારે 12 સપ્ટેમ્બરે શ્રીલંકા સામે પણ મેચ રમવાની છે. આ પણ 50-50 ઓવરની મેચ હશે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા સતત ત્રણ દિવસ એક્શનમાં જોવા મળશે, જે વર્લ્ડ કપ પહેલા ભારતીય ખેલાડીઓ માટે મુશ્કેલી બની શકે છે.
-
IND vs Pak Live Score : કોહલી-રાહુલે સાવચેતીથી રમવું પડશે
ગઈકાલથી કોલંબોમાં સતત વરસાદ થઈ રહ્યો છે, જેનો ફાયદો પાકિસ્તાનના ઝડપી બોલરોને થશે. પિચમાં ભેજ હશે અને બોલ શરૂઆતમાં આગળ વધતો જોવા મળશે. આવી સ્થિતિમાં કોહલી અને રાહુલે ખૂબ જ સાવચેતીથી રમવું પડશે.
-
IND vs Pak Live Score : કિંગ કોહલી પાસે મોટી ઇનિંગ્સની આશા
મેચના પહેલા દિવસે વિરાટ કોહલી ખૂબ જ સકારાત્મક અભિગમ સાથે રમતા જોવા મળ્યો હતો. ભારતીય ટીમ નિશ્ચિતપણે રિઝર્વ ડે પર કિંગ કોહલી પાસેથી મોટી ઇનિંગ્સની આશા રાખશે.
-
India vs Pakistan cricket live score : કોલંબોમાં હવામાન ચોખ્ખું
કોલંબોથી સારા સમાચાર એ છે કે, હવામાન હવે ધીમે ધીમે સાફ થઈ રહ્યું છે. કાળા વાદળો દૂર થઈ રહ્યા છે અને તડકો જોવા મળી રહ્યો છે.
-
Ind vs pak cricket live score : ભારત-પાકિસ્તાન ફાઈનલ?
પાકિસ્તાન અને શ્રીલંકાએ બાંગ્લાદેશને હરાવીને બે-બે પોઈન્ટ લીધા છે. હાલમાં આ બંને ટીમો ભારત કરતા આગળ છે. જો ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ રદ થાય છે, તો પાકિસ્તાનને પણ એક પોઈન્ટ મળશે અને તેના બે મેચમાંથી ત્રણ પોઈન્ટ હશે. પછી તેણે શ્રીલંકા સાથે રમવું પડશે અને જો તે શ્રીલંકાને હરાવશે તો તેને પાંચ પોઈન્ટ મળશે. જો ભારત પણ તેની બંને મેચ જીતી લે છે તો તેના પણ પાંચ પોઈન્ટ થઈ જશે અને આવી સ્થિતિમાં શ્રીલંકા અને બાંગ્લાદેશ ફાઈનલની રેસમાંથી બહાર થઈ જશે. ત્યારબાદ ફાઈનલ ભારત અને પાકિસ્તાન વચ્ચે થશે. બંને એક વખત પણ એશિયા કપની ફાઈનલ રમ્યા નથી.
-
India vs Pakistan live score :જો મેચ રદ થશે તો શું થશે?
જો રિઝર્વ ડે પર મેચ રદ્દ થશે તો ટીમ ઈન્ડિયા માટે ફાઈનલમાં પહોંચવાનો રસ્તો શું હશે ? આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા માટે 12મી સપ્ટેમ્બરે શ્રીલંકા સામે અને 15મી સપ્ટેમ્બરે બાંગ્લાદેશ સામેની મેચ કોઈપણ ભોગે જીતવી સૌથી મહત્વપૂર્ણ રહેશે. જો પાકિસ્તાન સામેની મેચ રદ્દ થશે તો બંને ટીમોને એક-એક પોઈન્ટ મળશે. જો ટીમ ઈન્ડિયા શ્રીલંકા અને બાંગ્લાદેશ સામેની બંને મેચ જીતે છે તો તેના કુલ પાંચ પોઈન્ટ થઈ જશે. આ પછી ટીમ ઈન્ડિયા સરળતાથી ફાઈનલમાં પહોંચી શકે છે.
-
Ind vs pak match live score : મેચ આજે એટલે કે રિઝર્વ ડે પર રમાશે
એશિયા કપમાં સુપર-4માં રવિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ પૂર્ણ થઈ શકી નથી. હવે આ મેચ આજે એટલે કે તેના રિઝર્વ ડે પર પૂર્ણ થશે. તમને જણાવી દઈએ કે રવિવારે જ્યારે મેચ રોકવામાં આવી ત્યારે ભારતે 24.1 ઓવરમાં 2 વિકેટે 147 રન બનાવી લીધા હતા.
-
Ind vs Pak live score today :કેવો રહ્યો રિઝર્વ ડે પર ટીમ ઈન્ડિયાનો રેકોર્ડ?
આ ભારતની 5મી મેચ હશે, જે રિઝર્વ ડે પર પૂર્ણ થશે. આ પહેલા ચાર મેચ અનામત દિવસ પર મિશ્ર અસર જોવા મળી હતી. ભારતે 1999ના વર્લ્ડ કપમાં રિઝર્વ ડે પર રમાયેલી મેચ જીતી હતી. 2002ની ચેમ્પિયન્સ ટ્રોફીમાં તેણે શ્રીલંકા સાથે ટાઈટલ શેર કરવું પડ્યું હતું. 2019 વર્લ્ડ કપમાં ભારત ન્યુઝીલેન્ડ સામે હારી ગયું હતું. જ્યારે 2021 WTC ફાઇનલમાં પણ, જ્યારે મેચ રિઝર્વ ડે એટલે કે છઠ્ઠા દિવસે રમાય હતી, ત્યારે ન્યુઝીલેન્ડે તેમને હરાવ્યું હતું.
-
IND vs Pak Live Score : 11 સપ્ટેમ્બરના રોજ કોલંબોનું હવામાન જાણો
એશિયા કપ 2023ના સુપર ફોરમાં ભારત-પાકિસ્તાનની મેચ 10 સપ્ટેમ્બરે પૂરી થઈ શકી નથી. હવે આ મેચ તેના રિઝર્વ ડે દિવસે એટલે કે આજે તે જ જગ્યાએથી શરૂ થશે જ્યાં તે આગલા દિવસે રોકાઈ હતી. પરંતુ મોટો પ્રશ્ન એ છે કે શું આ શક્ય બનશે? અને આમ થાય તો પણ મેચ પુરી થશે? કારણ કે આજે પણ કોલંબોમાં વરસાદની 90 ટકા સંભાવના છે.
-
India vs Pakistan live score : આજે મેચ રદ્દ, કાલે ફરી યોજાશે મુકાબલો
India vs Pakistan live score : ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપ સુપર 4 મુકાબલામાં વરસાદના વિઘ્ન બાદ લાંબા સમય સુધી મેચ બંધ રહ્યા બાદ આખરે મેચને રિઝર્વ ડે ના દિવસે રમાડવાનું નક્કી કરવામાં આવ્યું હતું. મેચ હવે આવતીકાલે રમાશે. આજે જે ઓવરથી મેચ રોકવામાં આવી હતી ત્યાં થી જ ફરી એકવાર આવતીકાલે મેચ શરૂ થશે. આ જ મેદાન પર કાલે ફરી એકવાર ભારત અને પાકિસ્તાનની ટીમો ટકરાશે.
-
Ind vs pak match live score : અમ્પાયર્સ મેદાનમાં નિરીક્ષણ માટે પહોંચ્યા
Ind vs pak match live score : ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપ સુપર 4 મુકાબલામાં વરસાદના વરસાદના વિઘ્ન બાદ લાંબા સમય બાદ મેચ બંધ રહ્યા બાદ આખરે કવર્સ હટાવવામાં આવ્યા હતા અને હવે અમ્પાયર્સ મેદાન અને પિચનું નિરીક્ષણ કરવા પહોંચ્યા છે. જલ્દી અમ્પાયર્સ મેચ રેફરી અને બંને દેશના કપ્તાનો સાથે ચર્ચા કરી મેચ શરૂ થવા અંગે નિર્ણય લેશે.
-
Ind vs Pak live score today : 7:30 વાગ્યે પિચનું થશે નિરીક્ષણ
Ind vs Pak live score today : વરસાદ બંધ થતાં ગરાઉન્ડ સ્ટાફ દ્વારા કવર્સ હટાવવામાં આવ્યા બાદ હવે ભારત અને પાકિસ્તાનના કોચ અને કપ્તાન તથા મેચ રેફરી અને બંને ફિલ્ડ અમ્પાયર જલ્દી પિચનું નિરીક્ષણ કરશે અને જલ્દી મેચ શરૂ થવાની શક્યતા છે. મેચમાં ચોક્કસથી કેટલીક ઓવર ઘટાડવામાં આવશે. કેટલી ઓવર ઘટાડવામાં આવશે અને ક્યારે મેચ શરૂ થશે એ પિચ નિરીક્ષણ બાદ જ ખબર પડશે.
-
IND vs Pak Live Score : મેદાન પરથી કવર્સ હટાવવામાં આવ્યા, જલ્દી મેચ અંગે લેવાશે નિર્ણય
IND vs Pak Live Score : એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેના સુપર 4 મુકાબલામાં વરસાદ ફરી એકવાર વિલન બનતા મેચ અધવચ્ચે રોકવામાં આવી હતી. મેચ રોકવામાં આવ્યા ના લગભગ એક કલાક બાદ હવે વરસાદ બંધ થઈ ગયો છે અને મેદાન પરથી કવર્સ હટાવવામાં આવ્યા છે, જેથી અંદાજો લગાવી શકાય છે કે જલ્દી આ મેચ ફરી એકવાર શરૂ થશે. મેચમાં ભારતે પહેલા બેટિંગ કરતાં 24.1 ઓવરમાં બે વિકેટ ગુમાવી 147 રન બનાવી લીધા છે. હવે જોવાનું એ છે કે અમ્પાયરો અને બંને કપ્તાનો શું નિર્ણય લે છે?
-
IND vs PAK Live Score : મેદાનને સંપૂર્ણ રીતે કવર્સથી ઢાંકવામાં આવ્યુ
A helping hand for the ground staff from Fakhar Zaman #PAKvIND | #AsiaCup2023 pic.twitter.com/DdxxNAOov0
— Pakistan Cricket (@TheRealPCB) September 10, 2023
વરસાદના પાણીને દૂર કરવા માટે સમયાંતરે કવર હટાવવામાં આવી રહ્યા છે. મેદાન પર સંપૂર્ણ રીતે કવર્સ જોવા મળી રહ્યા છે. મેચ ફરી શરુ થવામાં વિલંબ થઈ શકે છે.
-
India vs Pakistan cricket live score: વરસાદ બંધ, જલ્દી મેચ થશે શરૂ
એશિયા કપ 2023ના સુપર-4 રાઉન્ડની ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચમાં વરસાદ શરૂ થતાં 24.1 ઓવર બાદ મેચ રોકવામાં આવી હતી. જેના થોડા સમય બાદ વરસાદ બંધ થતાં હવે જલ્દી ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ શરૂ થશે એવી શક્યતા છે. વરસાદ બંધ થતાં કોલંબોમાં ગ્રાઉન્ડ સ્ટાફ દ્વારા મેદાનમાં પાણીનો નિકાલ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. વરસાદ શરૂ થયો ત્યારે ભારતનો સ્કોર 24.1 ઓવરમાં 147/2 હતો. કેએલ રાહુલ અને વિરાટ કોહલી ક્રિઝ પર હાજર હતા.
-
India vs Pakistan match live score : વરસાદના કારણે મેચ રોકવામાં આવી
એશિયા કપ 2023 (Asia Cup 2023) માં ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઈ વોલ્ટેજ મેચમાં ફરી એકવાર વરસાદ વિલન બન્યો હતો. 24.1 ઓવર બાદ મેચમાં વરસાદ અચાનક શરૂ થતાં ખેલાડીઓ મેદાન છોડવા મજબૂત બન્યા હતા. ટીમ ઈન્ડિયાએ (Team India) પાકિસ્તાન સામે આજની મેચમાં મજબૂત શરૂઆત કરી હતી અને 24.1 ઓવરમાં બે વિકેટ ગુમાવી 147 રન બનાવી લીધા હતા.
-
India vs Pakistan cricket live score : વરસાદના કારણે મેચ રોકવામાં આવી
It’s raining heavily….!!! [CricWire] pic.twitter.com/BorSEld1KI
— Johns. (@CricCrazyJohns) September 10, 2023
એશિયા કપ 2023 (Asia Cup 2023) માં ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઈ વોલ્ટેજ મેચમાં ફરી એકવાર વરસાદ વિલન બન્યો હતો. 24.1 ઓવર બાદ મેચમાં વરસાદ અચાનક શરૂ થતાં ખેલાડીઓ મેદાન છોડવા મજબૂત બન્યા હતા. ટીમ ઈન્ડિયાએ (Team India) પાકિસ્તાન સામે આજની મેચમાં મજબૂત શરૂઆત કરી હતી અને 24.1 ઓવરમાં બે વિકેટ ગુમાવી 147 રન બનાવી લીધા હતા.
-
India vs Pakistan match live score : 20 ઓવર બાદ ભારતનો સ્કોર – 135/2
- રોહિત શર્મા – 56 રન (49)
- શુભમન ગિલ – 58 રન (52)
- વિરાટ કોહલી – 6 રન*
- કેએલ રાહુલ – 9 રન*
- 20 ઓવરમાં કુલ સિક્સ – 4
- 20 ઓવરમાં કુલ ચોગ્ગા – 17
-
India vs Pakistan match live score : એશિયા કપમાં સૌથી વધુ સેન્ચુરી પાર્ટનરશીપ
- રોહિત શર્મા અને શુભમન ગિલ – 2
- સચિન તેંડુલકર અને વિરાટ કોહલી – 2
-
India vs Pakistan match live score : ભારતે 2 વિકેટ ગુમાવી દીધી હતી
ભારતીય ટીમે બે ઓવરમાં બે વિકેટ ગુમાવી દીધી હતી. ટીમને શાનદાર શરૂઆત અપાવનાર કેપ્ટન રોહિત શર્મા અને શુભમન ગિલ હવે પેવેલિયન પરત ફર્યા છે. કેપ્ટન રોહિત 56 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો અને ગિલ 58 રન પર પોતાની વિકેટ ગુમાવી બેઠો હતો.
-
India vs Pakistan match live score : રોહિત શર્મા કેચ આઉટ થયો
17મી ઓવરમાં પાકિસ્તાની ટીમને પહેલી વિકેટ મળી છે. શાદાબ ખાનની ઓવરમાં રોહિત શર્માના શોર્ટ પર અશરફે કેચ પકડીને પાકિસ્તાનની ટીમને પહેલી સફળતા અપાવી હતી. રોહિત શર્માએ આજે સિક્સરનો વરસાદ કરીને એશિયા કપના ઈતિહાસમાં સૌથી વધારે સિક્સર ફટકારનાર બેટ્સમેનમાં પાકિસ્તાનના શાહીદ અફીરીદી સાથે બરાબરી કરીને લીધી છે. બંને બેટ્સમેનોએ 26-26 સિક્સર ફટકારી છે.
એશિયા કપમાં સૌથી વધુ સિક્સ
- શાહિદ આફ્રિદી-26 સિક્સ
- રોહિત શર્મા-26 સિક્સ
-
India vs Pakistan live score : ભારતનો સ્કોર 100 રનને પાર
રોહિત શર્મા અને શુભમન ગિલની ફિફટીને કારણે ભારતનો સ્કોર 100ને પાર પહોંચ્યો છે. કેપ્ટન રોહિત શર્મા અને શુભમન ગીલની તોફાની બેટિંગના જોરે ભારતે પાકિસ્તાન સામે મજબૂત શરૂઆત કરી હતી. ભારતનો સ્કોર 13 ઓવર બાદ 100 રનને પાર કરી ગયો છે.
-
Ind vs pak cricket live score : રોહિત શર્માનો અનોખો રેકોર્ડ
આજે રોહિત શર્માએ મેચની પહેલી ઓવરમાં છેલ્લા બોલ પર સિક્સર ફટકારી હતી. તે શાહીન આફરીદીની પહેલી ઓવરમાં સિક્સર ફટકારનાર પહેલો બેટ્સમેન બન્યો છે. રોહિત શર્મા પાકિસ્તાન સામે આક્રમક અંદાજમાં બેટિંગ કરી રહ્યો છે.
-
Ind vs Pak live score today : રોહિત શર્માએ ફટકાર્યા 2 ચોગ્ગા
રોહિત શર્મા અને ગિલ વચ્ચે 50 રનની પાર્ટનરશીપ થઈ છે. 10 ઓવર બાદ ભારતનો સ્કોર 61 રન થયો છે. ભારતીય ટીમે એક પણ વિકેટ ગુમાવી નથી. રોહિત શર્માએ શુભમન ગિલની જેમ જ 10મી ઓવરમાં 2 ચોગ્ગા ફટકારીને ફેન્સને ખુશ કરી દીધા હતા. જણાવી દઈએ કે જ્યારે રોહિત અને ગિલ 50+ રનની પાર્ટનરશીપ કરે છે ત્યારે ભારતીય ટીમ 86 ટકા મેચ જીતે છે.
-
India vs Pakistan match live score : શુભમન ગિલને મળ્યા જીવનદાન
મેચની શરૂઆતની બીજી ઓવરમાં જ શુભમન ગિલને જીવનદાન મળી હતી. શાહીન આફ્રિદીએ શુભમન ગિલનો કેચ છોડ્યો હતો. થર્ડ મેન પર ઊભેલો શાહીન પોતાનો હાથ બોલની નીચે લાવી શક્યો ન હતો અને તેથી કેચ લેવામાં નિષ્ફળ રહ્યો હતો. 8મી ઓવરમાં પણ વિકેટ પાછળ પાકિસ્તાની ક્રિકટર્સ કેચ પકડવામાં નિષ્ફળ રહ્યા હતા.
-
India vs Pakistan cricket live score : 5 ઓવર પછી ભારતનો સ્કોર 37/0
ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાઈ રહેલી મેચમાં ટીમ ઈન્ડિયાનો સ્કોર પાંચ ઓવર પછી 37/0 છે. કેપ્ટન રોહિત અને શુભમન ગિલ શાનદાર અને આક્રમક બેટિંગ કરી રહ્યા છે.
-
IND vs PAK Live Score : ભારતીય ઓપનર્સે મચાવી ધમાલ
3 ઓવર બાદ ભારતીય ટીમનો સ્કોર 23 રન થયા છે. ભારતીય ઓપનર્સ રોહિત શર્મા અને શુભમન ગિલ શરુઆતથી જ પાકિસ્તાની બોલર્સને હંફાવી રહ્યા છે. રોહિત શર્મા 10 રન અને ગિલ 13 રન સાથે રમી રહ્યા છે. શાહીનની ઓવરમાં શુભમન ગિલે 4 ચોગ્ગા ફટકાર્યા છે.
-
IND vs PAK LIVE: અય્યરની જૂની પીડા પાછી આવી
શ્રેયસ અય્યરનું જૂનું દર્દ ફરી એકવાર પાછું આવ્યું છે. પીઠની સમસ્યાને કારણે તે આ મેચ રમી રહ્યો નથી. અય્યરને વર્લ્ડ કપની ટીમમાં પણ પસંદ કરવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં જો આ દર્દ તેને વધુ પરેશાન કરે છે તો તે ભારતીય ટીમ માટે ચિંતાનો વિષય હશે.
-
IND vs PAK Live Score : ભારતીય ટીમની બેટિંગ શરુ, રોહિત શર્માએ છેલ્લા બોલે મારી સિક્સર
ભારતીય ટીમ તરફથી કેપ્ટન રોહિત શર્મા અને શુભમન ગિલ બેટિંગ માટે ઉતર્યા છે. પાકિસ્તાન તરફથી અફરીદીએ પહેલી ઓવર ફેંકી હતી. 1 ઓવર બાદ ભારતીય ટીમનો સ્કોર 6/0
-
IND vs PAK Live Score : આવી છે બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન
ભારતની પ્લેઈંગ ઈલેવન: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ, ઈશાન કિશન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, શાર્દુલ ઠાકુર, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ.
પાકિસ્તાનની પ્લેઈંગ ઈલેવન: બાબર આઝમ (કેપ્ટન), ફખર ઝમાન, ઈમામ ઉલ હક, મોહમ્મદ રિઝવાન (વિકેટકીપર), આગા સલમાન, ઈફ્તિખાર અહેમદ, શાદાબ ખાન, ફહીમ અશરફ, શાહીન શાહ આફ્રિદી, નસીમ શાહ અને હરિસ રઉફ.
-
IND vs PAK Live Score : પાકિસ્તાને ટોસ જીતીને પહેલા બોલિંગ પસંદ કરી
પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમે ટોસ જીતીને પહેલા બોલિંગ પસંદ કરી છે. એટલે કે ભારતીય કેપ્ટન રોહિત શર્મની કેપ્ટનશિપમાં ભારતીય ટીમ પહેલા બેટિંગ કરશે. બાબરનો આ નિર્ણય ચોક્કસપણે થોડો ચોંકાવનારો છે.
-
IND vs PAK Live Score : કેવો છે કોલંબોમાં ભારત-પાકિસ્તાનનો રેકોર્ડ?
ભારતીય ટીમે કોલંબોમાં અત્યાર સુધીમાં કુલ 23 ODI મેચ જીતી છે, જ્યારે ટીમને આ મેદાન પર 19 મેચોમાં હારનો સામનો પણ કરવો પડ્યો છે. આ સાથે જ પાકિસ્તાને 14માં જીત મેળવી છે અને 8 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે.
-
IND vs Pak Live Score : કોલંબોમાં ટીમ ઈન્ડિયાનો રેકોર્ડ શું છે?
ODI એશિયા કપના ઈતિહાસમાં ભારત અને પાકિસ્તાન કુલ 14 વખત ટકરાયા છે, જેમાંથી ટીમ ઈન્ડિયાએ 7 મેચ જીતી છે. 5 મેચમાં પાડોશી દેશ મેદાનમાં ઉતર્યો છે, જ્યારે બે મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ.
-
IND vs Pak Live Score : ટીમો સ્ટેડિયમ પહોંચી, કોલંબોમાં હવામાન સાફ
એશિયા કપની સુપર 4 મેચ માટે ભારત-પાકિસ્તાનની ટીમ સ્ટેડિયમ પહોંચી ગઈ છે. સૌથી સારી વાત એ છે કે કોલંબોમાં હવામાન એકદમ સાફ છે. સૂર્ય ચમકી રહ્યો છે અને અત્યારે વરસાદનું કોઈ નિશાન નથી.
-
Ind vs Pak Live Score : પાકિસ્તાન સામે આવી હોય શકે છે ભારતીય ટીમ
પાકિસ્તાન સામેની ભારતની પ્લેઈંગ ઈલેવનમાં ફેરફારને બહુ ઓછો અવકાશ છે. બુમરાહ સુપર ફોર મેચ માટે ટીમમાં વાપસી કરી શકે છે. પુત્રના જન્મને કારણે તે છેલ્લી મેચ રમી શક્યો ન હતો. કેએલ રાહુલ પણ ટીમમાં સામેલ થવાની ચર્ચા ચાલી રહી છે.
ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, ઈશાન કિશન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, શાર્દુલ ઠાકુર, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ.
-
IND vs Pak Live Score Updates : પાકિસ્તાને પ્લેઈંગ ઈલેવનની જાહેરાત કરી હતી
ભારત સાથેની સુપર 4ની મેચ માટે પાકિસ્તાનની પ્લેઈંગ ઈલેવન કેવી હશે તે અંગે ચિત્ર સ્પષ્ટ છે. પાકિસ્તાને મેચના એક દિવસ પહેલા પોતાની પ્લેઈંગ ઈલેવનની જાહેરાત કરી દીધી છે. પાકિસ્તાને એ જ ટીમને મેદાનમાં ઉતારી છે જે બાંગ્લાદેશ સામે રમતી જોવા મળી હતી.
પાકિસ્તાનની પ્લેઈંગ ઈલેવન: બાબર આઝમ (કેપ્ટન), ફખર ઝમાન, ઈમામ ઉલ હક, મોહમ્મદ રિઝવાન (વિકેટકીપર), આગા સલમાન, ઈફ્તિખાર અહેમદ, શાદાબ ખાન, ફહીમ અશરફ, શાહીન શાહ આફ્રિદી, નસીમ શાહ અને હરિસ રઉફ.
-
IND vs Pak Live Score : સુપર 4માં આજે ભારત-પાકિસ્તાનની મેચ
એશિયા કપના સુપર-4માં આજે ભારતનો મુકાબલો પાકિસ્તાન સામે છે. કોલંબોમાં યોજાનારી આ મેચ પર વરસાદનો પડછાયો છે. પરંતુ, સારી વાત એ છે કે આ માટે પણ એક અનામત દિવસ છે. જો ભારત આ મેચ જીતશે તો તેની એશિયા કપની ફાઇનલમાં પહોંચવાની શક્યતા વધી જશે. પાકિસ્તાન પર દબાણ રહેશે. કારણ કે આ હાર બાદ તેમને આગામી મેચ શ્રીલંકા સામે રમવાની છે. પાકિસ્તાન અને શ્રીલંકા બંનેએ સુપર-4ની પોતાની પ્રથમ મેચમાં બાંગ્લાદેશને હરાવ્યું છે.
Published On - Sep 10,2023 1:42 PM