AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs PAK : એશિયા કપ ટ્રોફી વિવાદ વચ્ચે ભારત અને પાકિસ્તાન ફરી ટકરાશે, આ દિવસે રમાશે મેચ

એશિયા કપ ટ્રોફીને લઈને ચાલી રહેલો વિવાદ હજી સમાપ્ત નથી થયો અને અને એશિયન ક્રિકેટ કાઉન્સિલે એશિયા કપ રાઈઝિંગ સ્ટાર્સ ચેમ્પિયનશિપનું શેડ્યૂલ જાહેર કરી દીધું છે. આ ચેમ્પિયનશિપમાં ભારત અને પાકિસ્તાન ફરી એકવાર એકબીજાની સામે ટકરાશે. આ મુકાબલો 16 નવેમ્બરે કતારના દોહામાં વેસ્ટ એન્ડ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે.

IND vs PAK : એશિયા કપ ટ્રોફી વિવાદ વચ્ચે ભારત અને પાકિસ્તાન ફરી ટકરાશે, આ દિવસે રમાશે મેચ
India vs PakistanImage Credit source: X
| Updated on: Oct 31, 2025 | 7:54 PM
Share

એશિયા કપ 2025 જીતવા છતાં ટીમ ઈન્ડિયાને હજુ સુધી ટ્રોફી મળી નથી. એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) ના પ્રમુખ મોહસીન નકવી અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) ના કારણે, ભારતીય ટીમ દુબઈથી ટ્રોફી વિના પરત ફરી. ટ્રોફીને લઈ વિવાદ હજી સમાપ્ત નથી થયો અને ACC એ એક નવી ટુર્નામેન્ટની જાહેરાત કરી છે, જેમાં ભારત અને પાકિસ્તાની ટીમો ફરી એકવાર એકબીજા સામે રમશે. આ ચેમ્પિયનશિપ 14 નવેમ્બરથી શરૂ થવાની છે.

એશિયા કપ રાઈઝિંગ સ્ટાર્સ ચેમ્પિયનશિપ

ACC એ એશિયા કપ રાઈઝિંગ સ્ટાર્સ ચેમ્પિયનશિપનું શેડ્યૂલ જાહેર કર્યું છે. 16 નવેમ્બરે ભારત અને પાકિસ્તાન વચ્ચે એક રોમાંચક મેચ થવાની ધારણા છે. અગાઉ ઈમર્જિંગ એશિયા કપ તરીકે ઓળખાતી આ ટુર્નામેન્ટ હવે 14 થી 23 નવેમ્બર દરમિયાન કતારના દોહામાં વેસ્ટ એન્ડ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે. આ ટુર્નામેન્ટમાં આઠ ટીમો ભાગ લેશે: ભારત, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ, ઓમાન, UAE અને હોંગકોંગ. ભારત અને પાકિસ્તાનને એક જ ગ્રુપમાં રાખવામાં આવ્યા છે.

ભારત અને પાકિસ્તાન એક જ ગ્રુપમાં

પાંચ ટેસ્ટ રમી રહેલા એશિયન રાષ્ટ્રો તેમની ‘A’ ટીમો મેદાનમાં ઉતારશે, જ્યારે UAE, ઓમાન અને હોંગકોંગ તેમની સિનિયર ટીમો સાથે ચેમ્પિયનશિપમાં ભાગ લેશે. કુલ 15 T20 મેચ રમાશે. ભારત, પાકિસ્તાન, ઓમાન અને UAEને એક ગ્રુપમાં રાખવામાં આવ્યા છે. બીજા ગ્રુપમાં બાંગ્લાદેશ, શ્રીલંકા, અફઘાનિસ્તાન અને હોંગકોંગની ટીમોનો સમાવેશ થાય છે. ટુર્નામેન્ટ ફોર્મેટમાં સુપર ફોર સ્ટેજનો સમાવેશ થતો નથી. દરેક ગ્રુપમાંથી ટોચની બે ટીમો સેમિફાઈનલમાં પહોંચશે. 2024 ટુર્નામેન્ટમાં અફઘાનિસ્તાન ચેમ્પિયન બન્યું હતું.

વૈભવ સૂર્યવંશીને ટીમમાં તક મળી શકે

ગયા સિઝનમાં, ભારતીય ટીમમાં અભિષેક શર્મા, રાહુલ ચહર, પ્રભસિમરન સિંહ, સાઈ કિશોર અને અંશુલ કંબોજ જેવા ખેલાડીઓનો સમાવેશ થતો હતો. તિલક વર્માને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. આ વર્ષની રાઈઝિંગ સ્ટાર્સ ટુર્નામેન્ટ માટે ભારતીય ટીમની પસંદગી કરવામાં આવી છે, જેમાં વૈભવ સૂર્યવંશીનો પણ સમાવેશ થાય છે. BCCI આગામી દિવસોમાં સંપૂર્ણ ટીમની જાહેરાત કરશે. અંડર-19 એશિયા કપ ડિસેમ્બરમાં યોજાવાનો છે, જોકે તારીખો અને સ્થળ હજુ સુધી નક્કી કરવામાં આવ્યા નથી.

આ પણ વાંચો: Rishabh Pant: 99 દિવસ બાદ ક્રિકેટના મેદાનમાં કમબેક, માત્ર 20 બોલમાં થઈ ગયો આઉટ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">