IND vs NZ, Women’s World Cup 2022: હરમનપ્રીત કૌરનો સંઘર્ષ એળે ગયો, ન્યુઝીલેન્ડ સામે 62 રન થી ભારતની હાર

|

Mar 10, 2022 | 2:51 PM

ન્યુઝીલેન્ડે ભારતને 62 રને હરાવ્યું. ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી રમાયેલી બે મેચમાં ભારતની આ પ્રથમ હાર છે. આ સાથે જ ન્યૂઝીલેન્ડે અત્યાર સુધી રમાયેલી ત્રણ મેચોમાં બીજી જીત મેળવી છે.

IND vs NZ, Women’s World Cup 2022: હરમનપ્રીત કૌરનો સંઘર્ષ એળે ગયો, ન્યુઝીલેન્ડ સામે 62 રન થી ભારતની હાર
IND v NZ: ભારતે ટૂર્નામેન્ટમાં 2 મેચ રમતા પ્રથમ હાર મેળવી

Follow us on

આઇસીસી મહિલા વિશ્વ કપ 2022 (ICC Women’s World Cup 2022) માં, ભારતને ન્યુઝીલેન્ડ (India Women vs New Zealand Women) ના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. ન્યુઝીલેન્ડે ભારતને 62 રને હરાવ્યું. ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી રમાયેલી બે મેચમાં ભારતની આ પ્રથમ હાર છે. બીજી તરફ ન્યૂઝીલેન્ડે અત્યાર સુધી રમાયેલી ત્રણ મેચોમાં બીજી જીતની સ્ક્રિપ્ટ લખી લીધી છે. હેમિલ્ટનના સેડન પાર્કમાં અત્યાર સુધી રમાયેલી 3 મેચોમાં ભારતની આ ત્રીજી હાર છે. આ પહેલા ભારતીય ટીમ સ્કોરનો બચાવ કરતી વખતે બે મેચ હારી ચૂકી છે.

દરમિયાન અત્યાર સુધી રમાયેલી 8 મેચોમાં હેમિલ્ટનમાં સેડન પાર્ક પર ન્યૂઝીલેન્ડની આ 5મી જીત છે. આશ્ચર્યજનક વાત એ છે કે ન્યુઝીલેન્ડની મહિલા ટીમે આ મેદાન પર પ્રથમ વખત સ્કોરનો બચાવ કરતા જીત મેળવી છે.

હેમિલ્ટન સામેની મેચમાં ન્યૂઝીલેન્ડે ભારત સામે 261 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો. પિચ બેટિંગ માટે યોગ્ય હતી, તેથી ટાર્ગેટ બહુ મુશ્કેલ જણાતું ન હતું. પરંતુ, ન્યૂઝીલેન્ડના બોલરોએ પોતાની શાનદાર બોલિંગથી ભારતને જીતથી દૂર રાખ્યું હતું. ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ સામે 200 રનનો આંકડો પણ સ્પર્શી શકી ન હતી અને માત્ર 198 રન બનાવીને ઓલ આઉટ થઈ ગઈ હતી. આ રીતે તે 62 રનથી મેચમાં હાર મળી હતી.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

હરમનપ્રીતનો સંઘર્ષ એળે ગયો

મેચમાં 261 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમની વિકેટો નિયમિત અંતરે પડતી રહી. હરમનપ્રીત કૌર સિવાય ટીમનો કોઈ પણ બેટ્સમેન સારી ઇનિંગ રમી શક્યો નહોતો. હરમને 63 બોલમાં 6 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 71 રન બનાવ્યા હતા. તેના પછી 31 રનની ઇનિંગ રમનાર મિતાલી રાજ ટીમની બીજી સફળ બેટ્સમેન હતી.

ન્યુઝીલેન્ડ તરફથી બોલિંગ જબરદસ્ત હતી. લી તાહુહૂએ 10 ઓવરમાં 17 રન આપીને સૌથી વધુ 3 વિકેટ ઝડપી હતી. આ સિવાય એમિલિયા કરે 9 ઓવરમાં 56 રન આપીને 3 વિકેટ લીધી હતી. એમિલિયાની 3 વિકેટમાં મિતાલી રાજ અને હરમનપ્રીત કૌરની 2 વિકેટ નો પણ સમાવેશ થતો હતો.

ન્યુઝીલેન્ડે 260 રન બનાવ્યા હતા

આ પહેલા ન્યૂઝીલેન્ડની બેટિંગની ધમાકેદાર શરૂઆત થઈ હતી. ટીમને પ્રથમ ઝડકો જોકે વહેલો લાગ્યો હતો. પરંતુ તે પછી બીજી અને ત્રીજી વિકેટની ભાગીદારીએ ટીમને 260 રન સુધી પહોંચાડવામાં મોટી ભૂમિકા ભજવી હતી. કિવી ટીમ માટે એમિલિયા અને એમીએ શાનદાર અડધી સદી ફટકારી હતી. એમિલિયાએ 50 રન બનાવ્યા જ્યારે એમી સુથરવેટે 75 રન બનાવ્યા.

 

આ પણ વાંચોઃ Sreesanth Retires: મેચમાં બાઉન્સર થી ડાન્સર અને બોલિંગ થી લઈને હંગામા સુધી, આવી રહી હતી શ્રીસંતની કરિયર

આ પણ વાંચોઃ IPL 2022: રોબિન ઉથપ્પાએ આગામી મીશન 2022 માટે શરુ કરી જબર દસ્ત તૈયારી, સુરતમાં અભ્યાસ દરમિયાન ખૂબ ફટકાર્યા શોટ્સ Video

 

Published On - 2:26 pm, Thu, 10 March 22

Next Article