Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs NZ: કાનપુર ટેસ્ટમાં જોવા મળશે ‘પટેલ પાવર’, કિવી ટીમ આ ભારતીય ‘ફીરકી’ ને ટીમ ઇન્ડિયા સામે મેદાને ઉતારશે!

ભારતના પોતાના હથિયારથી ભારત પર હુમલો કરવા માટે ન્યુઝીલેન્ડે (New Zealand) પોતાનું બ્રહ્માસ્ત્ર નિકાળી લીધું છે. ન્યુઝીલેન્ડની ટીમમાં એક મુંબઈકર છે જે ભારતીય ટીમ માટે મોટો પડકાર રજૂ કરી શકે છે અને પ્રથમ ટેસ્ટમાં ગેમ ચેન્જર બની શકે છે.

IND vs NZ: કાનપુર ટેસ્ટમાં જોવા મળશે 'પટેલ પાવર', કિવી ટીમ આ ભારતીય 'ફીરકી' ને ટીમ ઇન્ડિયા સામે મેદાને ઉતારશે!
Ajaz Patel
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 24, 2021 | 8:23 AM

ન્યુઝીલેન્ડ (New Zealand) ભલે T20 સીરીઝ હારી ગયું હોય, પરંતુ ટેસ્ટમાં તે ભારત થી બદલો લેવાની સંપૂર્ણ તૈયારી કરી રહ્યું છે. ભારતના પોતાના હથિયારથી ભારત પર હુમલો કરવા માટે ન્યુઝીલેન્ડે તેનું બ્રહ્માસ્ત્ર નિકાળી લીધું છે. ન્યુઝીલેન્ડની ટીમમાં એક એવો મુંબઈકર છે જે ભારતીય ટીમ (Team India) માટે મોટો પડકાર રજૂ કરી શકે છે. તે પ્રથમ ટેસ્ટ (Kanpur Test) માં ગેમચેન્જર બની શકે છે.

મુંબઈને ભારતીય ક્રિકેટ (Indian Cricket) ની માતા કહેવામાં આવે છે. મુંબઈના શિવાજી પાર્કને ભારતના મોટા ક્રિકેટરોની નર્સરી માનવામાં આવે છે. મુંબઈનો આવો જ એક હીરા હાલમાં ન્યુઝીલેન્ડની ટીમ સાથે રમી રહ્યો છે. પ્રથમ ટેસ્ટ કાનપુરમાં યોજાવાની છે. મુંબઈમાં જન્મેલા એજાઝ પટેલ (Ajaz Patel) આ ટેસ્ટમાં રમવાનો છે.

IPL 2025 : ધોનીની CSK કેચ છોડવામાં છે નંબર 1
જાણો વાણી કપૂરના પરિવારમાં કોણ કોણ છે, જુઓ ફોટો
Plant in pot : ઘરે પીસ લીલીનો છોડ ઉગાડવો છે ખૂબ જ સરળ, જાણો
Most Beautiful Girls : ભારતમાં અહીં છે સૌથી સુંદર છોકરીઓ
સેકન્ડ હેન્ડ કપડાં પહેરે છે આ સુપરસ્ટારનો દીકરો, જુઓ ફોટો
ઉનાળામાં દરરોજ સવારે ગુલકંદ ખાવાથી સ્વાસ્થ્ય પર શું અસર પડે છે?

એજાઝનો બોલ ન્યૂઝીલેન્ડની રમત બદલશે?

કાનપુરની પીચ સ્પિન બોલરો માટે અનુકૂળ માનવામાં આવે છે. એટલા માટે આ પીચ પર ન્યુઝીલેન્ડ તરફથી રમી રહેલા મુંબઈકર એજાઝ પટેલને ભારત માટે મોટો ખતરો માનવામાં આવી રહ્યો છે. એજાઝનો જન્મ મુંબઈમાં થયો હતો. આઠ વર્ષની ઉંમરે તેમનો પરિવાર મુંબઈથી ન્યુઝીલેન્ડ શિફ્ટ થઈ ગયો. એજાઝ શરૂઆતમાં ઝડપી બોલિંગ કરતો હતો. બાદમાં તેણે સ્પિન બોલિંગ તરફ ધ્યાન વધાર્યું. પોતાની સ્પિન બોલિંગના કારણે એજાઝે અત્યાર સુધી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 200થી વધુ વિકેટ ઝડપી છે.

જ્યારે જ્યારે પડી જરુર, દર્શાવી જાદુગરી

જૂન મહિનામાં ન્યુઝીલેન્ડની ટીમ ઈંગ્લેન્ડના પ્રવાસે ગઈ હતી. ત્યારબાદ મિશેલ સેન્ટનર ઘાયલ થયો હતો. આવી સ્થિતિમાં એજાઝ પટેલને રમવાની તક મળી. એજાઝે આ તકને સફળતામાં પરિવર્તિત કરી. એજાઝે તે ટેસ્ટમાં ચાર વિકેટ લીધી હતી. પોતાના પ્રદર્શનથી ન્યુઝીલેન્ડની ટીમમાં જગ્યા બનાવી.

પડકાર પણ અને ચમકવાની તક પણ

એજાઝે અત્યાર સુધીમાં 9 ટેસ્ટ રમી છે. તેણે આ નવ ટેસ્ટમાં 26 વિકેટ લીધી છે. ભારતીય પિચો સ્પિન બોલરો માટે સારી માનવામાં આવે છે. એટલા માટે કહેવામાં આવી રહ્યું છે કે તેના બોલ કાનપુરમાં ટીમ ઈન્ડિયા પર તબાહી મચાવી દેશે. પરંતુ એ વાત પણ સાચી છે કે ભારતીય ખેલાડીઓ ક્રિકેટની દુનિયામાં શ્રેષ્ઠ સ્પિન બોલિંગ રમે છે. હવે જોવાનું એ રહે છે કે કાનપુર ટેસ્ટ એજાઝ પટેલ માટે પડકારરૂપ સાબિત થાય છે કે પછી તેને એક ખેલાડી તરીકે આગળ વધવાની તક આપે છે.

આ પણ વાંચોઃ IND VS NZ: કેએલ રાહુલની ઇજાએ ટીમ ઇન્ડિયાની ખોલી દીધી પોલ, આ ખેલાડીને નહી લેવાનુ ભારે પડ્યુ, બેટ્સમેનોની સર્જાઇ ગઇ અછત

આ પણ વાંચોઃ  IND VS NZ: ટીમ ઇન્ડિયાના આ ખેલાડીમાં ટેકનિક નહી ‘જીગર’ થી રમતમાં થયો સુધારો, કહ્યુ ક્રિઝ પરના ડરથી થવાતુ હતુ આઉટ

g clip-path="url(#clip0_868_265)">