IND vs NZ: ભારતીય મહિલા ટીમે હાર સાથે ન્યુઝીલેન્ડ પ્રવાસની શરુઆત કરી, T20 મેચમાં કિવી ટીમ સામે ભારતની હાર

|

Feb 09, 2022 | 10:01 AM

ભારતીય મહિલા ક્રિકેટ ટીમ હાલમાં ન્યુઝીલેન્ડના પ્રવાસે છે, જ્યાં પ્રથમ મેચમાં જ નિરાશા મળી છે.

IND vs NZ: ભારતીય મહિલા ટીમે હાર સાથે ન્યુઝીલેન્ડ પ્રવાસની શરુઆત કરી, T20 મેચમાં કિવી ટીમ સામે ભારતની હાર
ભારતીય મહિલા ક્રિકેટ ટીમ હાલ ન્યુઝીલેન્ડના પ્રવાસે છે.

Follow us on

ભારતીય મહિલા ટીમ (Indian Women Cricket Team) ન્યુઝીલેન્ડના પ્રવાસે છે. જ્યાં પ્રવાસની શરૂઆત હાર સાથે થઈ છે. બંને ટીમો વચ્ચે રમાયેલી એકમાત્ર T20 મેચમાં કિવી ટીમે ભારતને 18 રને હરાવ્યું હતું. ભારતીય મહિલા ક્રિકેટ ટીમને આ મેચમાં તેના બેટ્સમેનોના નિરાશાજનક પ્રદર્શનને કારણે હારનો સામનો કરવો પડ્યો હતો. એસ મેઘના (37) અને યાસ્તિકા ભાટિયા (26) સિવાય કોઈ બેટ્સમેન ભારત માટે ટકી શક્યા નહોતા. શેફાલી વર્મા, સ્મૃતિ મંધાના અને સુકાની હરમનપ્રીત કૌર પણ બેટથી યોગદાન આપવામાં નિષ્ફળ રહી હતી.

પ્રથમ બેટિંગ કરવા આવેલી કિવી ટીમે સુઝી બેટ્સ (Suzie Bates) અને સોફી ડિવાઈનની ઈનિંગના આધારે 20 ઓવરમાં 155 રન બનાવ્યા હતા. જવાબમાં 20 ઓવર રમ્યા બાદ પણ ટીમ ઈન્ડિયા માત્ર 137 રન બનાવી શકી અને 18 રનથી મેચ હારી ગઈ. ભારત તરફથી સાબહિનેની મેઘના (Sabbhineni Meghana) એ સૌથી વધુ 37 રન બનાવ્યા હતા. ભારતીય ટીમે ન્યુઝીલેન્ડ પ્રવાસ દરમિયાન 5 વન ડે મેચોની સિરીઝ રમવાની છે.

ન્યુઝીલેન્ડે 155 રન બનાવ્યા હતા

ટોસ જીત્યા બાદ ભારતીય ટીમે પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. સુઝી બેટ્સ અને કેપ્ટન સોફી ડિવાઈને પ્રથમ વિકેટ માટે 60 રનની ભાગીદારી નોંધાવી હતી. દીપ્તિ શર્માએ સોફી ડિવાઈનને આઉટ કરીને આ ભાગીદારી તોડી હતી. રાજેશ્વરી ગાયકવાડે આ પછી બેટ્સને બોલ્ડ કર્યા. મેડી ગ્રીન (26) અને લેહ તહુહુ (27) એ મહત્વપૂર્ણ ભાગીદારી કરી અને 20 ઓવરમાં 155 રન બનાવ્યા. ભારત તરફથી દીપ્તિ શર્મા અને પૂજા વસ્ત્રાકરે 2-2 જ્યારે ગાયકવાડે એક વિકેટ ઝડપી હતી.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

આ પણ વાંચોઃ WWE: આ 4 સુપર સ્ટાર રેસલર એક્ટીંગમાં પણ મચાવે છે ધમાલ, આ વર્ષે આવશે તેમની આ ફિલ્મો

 

આ પણ વાંચોઃ IPL 2022 Auction: દિગ્ગજો થી લઇ નવા સ્ટાર ખેલાડીઓ સુધી જાણો ક્યા ક્યા ખેલાડીઓ પર લાગશે બોલી, જુઓ 590 ક્રિકેટરોના નામની યાદી

Published On - 9:01 am, Wed, 9 February 22

Next Article