Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs NZ: વિરાટ કોહલી અને રોહિત શર્મા પ્રથમ ટેસ્ટ મેચ નહી રમવાને લઇ ન્યુઝીલેન્ડ આ દિગ્ગજ ગુસ્સે ભરાયો, BCCI સામે પણ દર્શાવી નારાજગી

રોહિત શર્મા (Rohit Sharma) ને ટેસ્ટ શ્રેણીમાંથી આરામ આપવામાં આવ્યો છે, જ્યારે વિરાટ કોહલી (Viat Kohli) કાનપુરમાં યોજાનારી ટેસ્ટ મેચમાં ભાગ લેશે નહીં. તે બીજી ટેસ્ટ મેચમાં ટીમ સાથે જોડાશે.

IND vs NZ: વિરાટ કોહલી અને રોહિત શર્મા પ્રથમ ટેસ્ટ મેચ નહી રમવાને લઇ ન્યુઝીલેન્ડ આ દિગ્ગજ ગુસ્સે ભરાયો, BCCI સામે પણ દર્શાવી નારાજગી
Virat Kohli-Rohit Sharma
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 24, 2021 | 8:29 AM

ભારતીય ક્રિકેટ ટીમે (Indian Cricket Team ) હાલમાં જ ન્યુઝીલેન્ડ (New Zealand) ને ત્રણ મેચની T20 સીરીઝમાં હરાવ્યું હતું અને હવે તે ટેસ્ટમાં પણ આવું જ કરવાનો પ્રયાસ કરી રહી છે. બંને ટીમો વચ્ચે 25 નવેમ્બરથી કાનપુર (Kanpur Test) થી બે મેચની ટેસ્ટ શ્રેણી શરૂ થઈ રહી છે. T20 શ્રેણીમાં ભારતના કેટલાંક મુખ્ય ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો હતો. જેમાં વિરાટ કોહલી (Viat Kohli) પણ સામેલ હતો. ટેસ્ટમાં પણ વિરાટ પ્રથમ મેચમાં નહીં રમે. તે મુંબઈમાં રમાનાર બીજી ટેસ્ટ મેચમાં ટીમ સાથે જોડાશે.

દરમિયાન T20 ટીમનો નવો કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) ટેસ્ટ શ્રેણી નહીં રમે. તે આરામ કરશે. વિરાટ કોહલી અને રોહિત શર્માનો ટેસ્ટમાંથી બહાર રહેવાનો નિર્ણય ન્યૂઝીલેન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર ઈયાન સ્મિથ (Ian Smith) પસંદ નથી આવી રહ્યો. સ્મિથ આ મામલે BCCI થી નારાજ છે.

ભારતીય ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે, કારણ કે તેઓ લાંબા સમયથી ક્રિકેટ રમી રહ્યા છે. ભારતીય ખેલાડીઓ જૂનથી સતત રમી રહ્યા છે. રોહિત અને કોહલીએ ન્યૂઝીલેન્ડ સામે ICC ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં, પછી ઇંગ્લેન્ડ સાથેની ટેસ્ટ શ્રેણી, પછી IPL અને પછી ICC T20 વર્લ્ડ કપમાં ભાગ લીધો હતો. તેના સિવાય ઘણા ખેલાડીઓ પણ રમ્યા હતા. આવી સ્થિતિમાં બોર્ડ દ્નારા સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને બોર્ડે ખેલાડીઓને આરામ આપવાનો નિર્ણય કર્યો છે.

આજનું રાશિફળ તારીખ : 04-04-2025
IPL 2025માં કઈ ટીમના બોલરોએ સૌથી વધુ માર ખાધો છે?
રિષભ પંતના સપોર્ટમાં ગર્લફ્રેન્ડ ઈશા નેગીએ કરી ખાસ પોસ્ટ
મુંબઈ ઈન્ડિયન્સના સ્ટાર ખેલાડીઓ રામ મંદિરના દર્શન માટે અયોધ્યા પહોંચ્યા
હવે PF ઉપાડવુ થશે સરળ, સરકારે કર્યા આ મોટા ફેરફાર
છોકરામાંથી છોકરી બન્યો છે આ કોમેન્ટરનો દીકરો, જુઓ ફોટો

સ્મિથનું કહેવું છે કે બોર્ડ માટે ટેસ્ટમાં મોટા ખેલાડીઓને આરામ આપવો યોગ્ય નથી. મીડિયા રિપોર્ટસમાં વાત કરતાં તેમણે કહ્યું, “ભારતે કોહલી અને રોહિતને પસંદ કર્યા નથી. મને ખરાબ લાગે છે કે અમે ટેસ્ટ ક્રિકેટમાં લોકોને આરામ આપી રહ્યા છીએ. આ મને ખૂબ નિરાશ કરે છે.”

ન્યુઝીલેન્ડે આ કરવું જોઈએ

ન્યુઝીલેન્ડની ટીમ ભારતમાં એકપણ ટેસ્ટ શ્રેણી જીતી શકી નથી. અહીં સ્પિનરોનું વર્ચસ્વ છે અને સ્મિથને લાગે છે કે કાનપુર ટેસ્ટમાં કિવિઓએ ત્રણ સ્પિનરો સાથે જવું જોઈએ. તેણે તેની પ્લેઈંગ ઈલેવન પણ જાહેર કરી. તે ઈચ્છે છે કે ન્યુઝીલેન્ડના શ્રેષ્ઠ બોલરોમાંના એક નીલ વેગનર ટીમની ઝડપી બોલિંગની જવાબદારી સંભાળે. તેણે પોતાની ટીમમાં ટિમ સાઉથીને સ્થાન આપ્યું નથી. તેમણે કહ્યું, “તમારી પાસે નીલ વેગનર હોવો જોઈએ જેથી કરીને જ્યારે તમે મુશ્કેલીમાં હોવ ત્યારે તે તમને તેના સ્ટેમિનાથી બહાર કાઢી શકે.”

ઈયાન સ્મિથની ન્યુઝીલેન્ડ પ્લેઈંગ ઈલેવન: ટોમ લેથમ, વિલ યંગ, કેન વિલિયમસન, રોસ ટેલર, હેનરી નિકોલ્સ, ટોમ બ્લંડેલ, રચિન રવિન્દ્ર, વિલિયમ સોમરવિલે, એજાઝ પટેલ, કાયલ જેમસન, નીલ વેગનર.

આ પણ વાંચોઃ IND vs NZ: કાનપુર ટેસ્ટમાં જોવા મળશે ‘પટેલ પાવર’, કિવી ટીમ આ ભારતીય ‘ફીરકી’ ને ટીમ ઇન્ડિયા સામે મેદાને ઉતારશે!

આ પણ વાંચોઃ  IND VS NZ: ટીમ ઇન્ડિયાના આ ખેલાડીમાં ટેકનિક નહી ‘જીગર’ થી રમતમાં થયો સુધારો, કહ્યુ ક્રિઝ પરના ડરથી થવાતુ હતુ આઉટ

g clip-path="url(#clip0_868_265)">