IND vs ENG: ફોર્મ માટે ઝઝૂમતા વિરાટ કોહલીનો રેકોર્ડ ઓવલના મેદાન પર કંગાળ, અમૂલને પણ કોહલીના ફોર્મની ચિંતા !
વિરાટ કોહલી (Virat Kohli) વર્ષ 2018 ના ઇંગ્લેન્ડ પ્રવાસ દરમ્યાન ઝળક્યો હતો. પરંતુ હાલના પ્રવાસમાં હજુ સુધી તેના કૌશલ્ય પ્રમાણેની રમત નથી દર્શાવી શક્યો.
આજે ભારત અને ઇંગ્લેન્ડ (India vs England) વચ્ચે સિરીઝની ચોથી ટેસ્ટ મેચ રમાનારી છે. ઓવલ (Oval Test) ના ગ્રાઉન્ડમાં ભારતીય ટીમનો ઇતિહાસ છેલ્લા પાંચ દાયકાથી સારો રહ્યો નથી. કેટલીક કારમી હારના હારના સામના કર્યા છે. તો જીત માત્ર પચાસ વર્ષ પહેલા ટીમ ઇન્ડીયા (Team India) ને નસીબ થઇ હતી. તે પરથી જ અંદાજ લગાવી શકાય કે ભારતીય બેટ્સમેનોનુ પ્રદર્શન અહી કેવુ રહેતુ હશે. હાલમાં ફોર્મ માટે સંઘર્ષ કરી રહેલા કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) ની બેટીંગ અહી પહેલાથી જ કંગાળ રહી છે.
ઓવલમાં વિરાટ કોહલીનો બેટીંગ રેકોર્ડ ઓવલમાં નબળો રહ્યો છે. અજીંક્ય રહાણે અને ચેતેશ્વર પુજારા પણ ઓવલમાાં બેટીંગ કરવામાં સફળ રહ્યા નથી. આ ત્રણેય બેટ્સમેનો ચાર ચાર ઇનીંગ રમી ચુક્યા છે અને રન માત્ર ડબલ ફિગરથી પાર કરતા નોંધાવી શક્યા નથી. તો ઓપનર કેએલ રાહુલ (KL Rahul) અને ઋષભ પંત (Rishabh Pant) બંને અગાઉ શાનદાર રમત દર્શાવી ચુક્યા છે. વર્ષ 2018 માં તેઓએ શતકીય ઇનીંગ રમી હતી. જોકે તે મેચમાં પણ ભારતને જીત મળી શકી નહોતી.
અમૂલને પણ કોહલીના ફોર્મની ચિંતા !
વિરાટ કોહલીના ફોર્મને લઇને હાલ અનેક ચર્ચાઓ થઇ રહી છે. તેણે સિરીઝ દરમ્યાન અર્ધશતકીય ઇનીંગ રમવા છતાં તે લાંબો સમય ક્રીઝ પર ટકી રહી નથી શક્યો. જરૂરીયાતના સમયે જ તે ઝડપથી જ આઉટ થવા લાગ્યો છે. જેને લઇને હવે સોશિયલ મીડિયામાં ઠેકડી ઉડવા લાગી છે. આવી જ રીતે અમૂલ પણ દેશ હીત અને પોઝિટિવ વિચારો સાથે વિજ્ઞાપન કરે છે, પરંતુ તેના વિજ્ઞાપનમાં હવે કોહલી નજર આવ્યો છે.
અમૂલે તેની પ્રોડક્ટના વિજ્ઞાપન દરમ્યાન લાંબી રમતની એનર્જી માટે થઇને કોહલીને ધ્યાનમાં રાખી સલાહ આપતા વિજ્ઞાપન આ વખતે દેશભરમાં નજર આવવા લાગ્યા છે.
કોહલીની અંતિમ ઇનીંગ ‘ગોલ્ડન ડક’ રહી હતી
કોહલીની વાત કરવામાં આવે તો, ઓવલમાં તે 2 ટેસ્ટ મેચમાં 4 ઇનીંગ રમી ચુક્યો છે. જેમાં તે માત્ર 75 રન જ નોંધાવી શક્યો છે. આ પરથી જ અંદાજ લગાવી શકાય છે કે ઓવલમાં વિરાટ કોહલીને માહોલ કેટલો અનુકૂળ છે. વળી હાલમાં, તે ફોર્મમાં પણ નથી આમ તે હવે કમાલ કરે તો જ તેના આંકડાઓમાં સુધારો થઇ શકે એમ છે. ચેતેશ્વર પુજારા 2 ટેસ્ટમાં 4 ઇનીંગ રમીને 52 રન નોંધાવ્યા છે. રહાણેએ પણ 2 ટેસ્ટ મેચ રમીને 4 ઇનીંગમાં 42 રન કર્યા છે. તો અશ્વિન 1 ટેસ્ટ મેચ રમીને 20 રન નોંધાવી ચુક્યો છે.
રાહુલ-પંત સફળ
કેએલ રાહુલ અને ઋષભ પંત બંને ખેલાડીઓ અહી વર્ષ 2018માં ટેસ્ટ મેચ રમી ચુક્યા છે. ઓવલમાં તેઓએ એક માત્ર રમેલી ટેસ્ટ મેચ દરમ્યાન શતકીય ઇનીંગ રમી હતી. રાહુલે બીજા દાવમાં 149 રનની ઇનીંગ રમી હતી. જ્યારે ઋષભ પંતે 114 રનની ઇનીંગ રમી હતી. આ બંનેને ઇનીંગે ટીમની લાજ રાખી હતી. નહીંતર વિશાળ હારનો સામનો કરવો પડ્યો હોત. કારણ કે તે મેચમાં પુજારા, કોહલી અને હનુમા વિહારી શૂન્યમાં આઉટ થયા હતા.
ઓવલમાં આમ કેએલ રાહુલના નામે 2 ઇનીંગ રમીને 186 રન નોંધાયેલા છે. જ્યારે ઋષભ પંતના નામે 2 ઇનીંગના અંતે 119 રન નોંધાયેલા છે. આમ આ બંને બેટ્સમેનો સિવાયના બેટ્સમેનોની રમત અહી ફ્લોપ રહી છે. આજે પણ આ બંને બેટ્સમેન પોતાની આવી જ રમત દર્શાવે તે જરુરી છે.