AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs ENG: ઈંગ્લેન્ડના આ દિગ્ગજે કટાક્ષ કરતા કહ્યું ‘હાલમાં ભારત સામે ફક્ત બે ખેલાડીઓ જ રમી રહ્યા છે’

ભારત અને ઇંગ્લેન્ડ (India Vs England) વચ્ચે નોંટિંગહામમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચ વરસાદને લઇને ડ્રો પર સમાપ્ત થઇ હતી. બીજી ટેસ્ટ મેચ હાલમાં લોર્ડઝના મેદાનમાં રમાઇ રહી છે.

IND vs ENG: ઈંગ્લેન્ડના આ દિગ્ગજે કટાક્ષ કરતા કહ્યું 'હાલમાં ભારત સામે ફક્ત બે ખેલાડીઓ જ રમી રહ્યા છે'
kevin-pietersen
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 14, 2021 | 8:55 PM
Share

ઈંગ્લેન્ડ (England)ની ટીમ હાલમાં ભારત સાથે પાંચ મેચની ટેસ્ટ શ્રેણીની બીજી ટેસ્ટ મેચ રમી રહી છે. આ શ્રેણીની શરૂઆત પહેલાથી જ ભારતનું પલડું ભારે માનવામાં આવી રહ્યું છે. પ્રથમ ટેસ્ટ મેચમાં જો અંતિમ દિવસે વરસાદ ન આવ્યો હોત તો ભારત જીતી શક્યું હોત. બીજી ટેસ્ટ મેચમાં પણ ભારત અત્યાર સુધી ઈંગ્લેન્ડના પ્રમાણમાં સારી રમત રમી છે. ઈંગ્લેન્ડના કેપ્ટન જો રુટે (Joe Root) ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો અને ભારતને બેટિંગ માટે નિમંત્રણ આપ્યુ હતુ.

ભારતે કેએલ રાહુલ (KL Rahul) અને રોહિત શર્મા (Rohit Sharma)ની શાનદાર ઈનિંગના આધારે 364 રન બનાવ્યા હતા. જો અત્યાર સુધી બંને ટીમોની રમત જોવામાં આવે તો ચોક્કસપણે ભારતનું પલડુ ભારે રહ્યું છે. જો કોઈ ઈંગ્લેન્ડ તરફથી ચાલ્યુ હોય તો તેના કેપ્ટન રુટ અને અનુભવી બોલર જેમ્સ એન્ડરસન. ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન કેવિન પીટરસન (Kevin Pietersen)ને લાગે છે કે આ સમયે માત્ર રુટ અને એન્ડરસન ભારત સામે રમી રહ્યા છે, ઈંગ્લેન્ડનો અન્ય કોઈ ખેલાડી નહીં.

રુટે પ્રથમ ટેસ્ટ મેચમાં શાનદાર સદી ફટકારી હતી. તેણે ઈંગ્લેન્ડને ઓછા સ્કોરમાં સમેટાઈ જતા બચાવી લીધું હતું. જ્યારે એન્ડરસને લોર્ડ્સના મેદાન પર રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચની પ્રથમ ઈનિંગમાં પાંચ વિકેટ લીધી હતી. તેણે વધારે મોટા સ્કોર કરતા ઈન્ડીયાને અટકાવ્યુ હતુ.

કોઈએ આગળ આવવુ પડશે

પીટરસન ઈંગ્લેન્ડના અન્ય ખેલાડીઓના પ્રદર્શનથી વધારે ખુશ નથી લાગતા. તેમણે રુટ અને એન્ડરસન સિવાય દરેક લોકોની ટીકા કરી હતી. પીટરસને ટ્વીટ કર્યું હતું કે “આ સમયે હકિકતમાં અત્યારે જિમી (જેમ્સ એન્ડરસન) અને જો રુટ ભારત સામે રમી રહ્યા છે. બીજા કોઈએ પણ આગળ આવીને જવાબદારી લેવાની જરૂર છે. STAND UP QUICK.

બીજી ટેસ્ટ મેચની વાત કરીએ તો એન્ડરસનને પ્રથમ દાવમાં ઓલી રોબિન્સનનો થોડો ટેકો મળ્યો હતો. બાકીના ત્રણ બોલરો ભારતીય બેટ્સમેનોને પરેશાન કરી શક્યા નહોતા.

વરસાદમાં ધોવાઈ હતી પ્રથમ ટેસ્ટ

ભારત અને ઈંગ્લેન્ડ (India vs England) વચ્ચેની પ્રથમ મેચ વરસાદના કારણે ધોવાઈ ગઈ હતી. ભારતે તે ટેસ્ટ મેચના પ્રથમ દાવમાં ઈંગ્લેન્ડને 183 રનમાં ઓલ આઉટ કરી દીધું હતું. આ પછી ભારતે 278 રન બનાવીને ઈંગ્લેન્ડ પર 95 રનની લીડ મેળવી લીધી. ઈંગ્લેન્ડે બીજી ઈનિંગમાં 303 રન બનાવ્યા હતા અને તેની પાછળનું કારણ તેમના કેપ્ટન રૂટની 109 રનની ઈનિંગ હતી. તેમણે ભારતને જીતવા માટે 209 રનનો પડકાર આપ્યો હતો. છેલ્લા દિવસે ભારત વરસાદને કારણે લક્ષ્ય હાંસલ કરી શક્યું ન હતું. મેચ ડ્રોમાં સમાપ્ત થઈ હતી.

આ પણ વાંચોઃ ઓલિમ્પિક મેડલ વિજેતા લવલીના બાળકોને કરશે પ્રેરિત, બાળકોને સ્પર્શ કરવા બ્રોન્ઝ મેડલ આપશે

આ પણ વાંચોઃ Team India: રવિ શાસ્ત્રી બાદ ટીમના હેડ કોચ તરીકે કોણ ? દેશ-વિદેશના આ દિગ્ગજો રેસમાં સામેલ

નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
g clip-path="url(#clip0_868_265)">