IND vs ENG: લોર્ડઝ પર વિજય મેળવવા ટીમ ઇન્ડીયાએ જો રુટ સાથે જોડાયેલ ઇતિહાસ બદલતી રમત રમવી પડશે

TV9 GUJARATI

|

Updated on: Aug 15, 2021 | 12:01 PM

લોર્ડઝ ટેસ્ટમાં બંને ટીમોની પ્રથમ ઇનીંગનો અંત થઇ ચુક્યો છે. પ્રથમ પારી બાદ ઇંગ્લેન્ડની ટીમ પાસે 27 રનની સરસાઇ છે.

IND vs ENG: લોર્ડઝ પર વિજય મેળવવા ટીમ ઇન્ડીયાએ જો રુટ સાથે જોડાયેલ ઇતિહાસ બદલતી રમત રમવી પડશે
Team India

Follow us on

ભારત અને ઇંગ્લેન્ડ (India vs England) વચ્ચે લોર્ડઝમાં રમાઇ રહેલી ટેસ્ટ સિરીઝની બીજી ટેસ્ટ મેચમાં હજુ બે દીવસની રમત બાકી રહી છે, એટલે કે મેચનુ પરીણામ આવી શકે એમ છે. ટીમ ઇન્ડીયા ઇચ્છશે કે, લોર્ડઝ ટેસ્ટ (Lord’s Test) જીતીને સિરીઝમાં 1-0 થી લીડ મેળવે. જોકે તેમ કરવુ આસાન નહી હોય. કારણ કે આ કમાલ કરવા માટે તેણે ફક્ત જબરદસ્ત પ્રદર્શન જ નહી ઇતિહાસ પણ બદલવો પડશે.

વિરાટ કોહલી (Virat Kohli) અને તેની ટીમે જે ઇતિહાસ બદલવાનો છે, તે ઇંગ્લેન્ડની ટીમથી જોડાયેલ છે. તેના કેપ્ટન એટલે કે જો રુટ (Joe Root) સાથે જોડાયેલ છે. લોર્ડઝ ટેસ્ટમાં બંને ટીમોની પ્રથમ ઇનીંગનો અંત થઇ ચુક્યો છે. પ્રથમ ઇનીંગ બાદ ઇંગ્લેન્ડની ટીમ પાસે 27 રનની સરસાઇ છે. પ્રથમ ઇનીંગમાં ભારતના 364 રનના જવાબમાં ઇંગ્લેન્ડે 391 રન બનાવ્યા છે. ઇંગ્લેન્ડના તરફથી તેના કેપ્ટન જો રુટે સૌથી વધારે અણનમ 180 રન બનાવ્યા હતા. તે રુટના કરિયરનુ 21 મુ શતક છે, જ્યારે ભારતની સામે તેણે આ 7 મું શતક છે.

જો રુટના ટેસ્ટ કરિયરમાં પ્રથમ વાર આમ થયુ

ટેસ્ટ કરિયરમાં જો રુટે પ્રથમ વાર એમ કર્યુ છે કે, તેણે બેક ટુ બેક બે ઇનીંગમાં શતક જડ્યા છે. લોર્ડઝ ટેસ્ટની પ્રથમ ઇનીંગમાં શતક કરતા અગાઉ, નોંટિંગહામમાં રમાયેલ પ્રથમ ટેસ્ટ મેચની બીજી ઇનીંગમાં 109 રનની ઇનીંગ રમી હતી. જો રુટનો એ કમાલ જ ભારત સામે લોર્ડઝ ટેસ્ટ હવે તેને હારવા નહી દે. આ વાત એમ જ નથી કહેવાતી પરંતુ ક્રિકેટનો ઇતિહાસ પણ તે વાતનો ગવાહ છે. હકીકતમાં ટેસ્ટ ક્રિકેટમાં જો રુટે જ્યારે પણ શતક જડ્યુ છે, ઇંગ્લેન્ડની ટીમે મેચ ગુમાવી નથી.

રુટના શતક મતલબ ઇંગ્લેન્ડને હાર નહી

જો રૂટે પોતાના કરિયરમાં અત્યાર સુધીમાં જે ટેસ્ટ શતક લગાવ્યા છે, તે શતકોમાંથી 16 ઇંગ્લેન્ડના નામે જીત લખી ચુક્યા છે. જ્યારે બાકીની ટેસ્ટ શતકે ઇંગ્લેન્ડની મેચને ડ્રો કરી શકી છે. આવામાં ભારતીય ટીમે અહીથી લોર્ડઝ ટેસ્ટ જીતવી છે, તો તેણે આ ઇતિહાસ બદલવો પડશે. શાનદાર પરફોર્મન્સ સાથે ઇંગ્લેન્ડની આ સ્ક્રિપ્ટને બદલીને વિરાટ એન્ડ કંપની લોર્ડઝ પર જીતનો ઝંડો લહેરાવી શકે છે.

 આ પણ વાંચોઃ MS Dhoni :આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ ધોનીનું પ્રથમ વર્ષ, આ 7 કારણોસર હેડલાઇનમાં રહ્યું

આ પણ વાંચોઃ IND vs ENG: ભારતીય ટીમની ફિલ્ડીંગ દરમ્યાન 12મો ‘અજાણ્યો’ ખેલાડી ઘુસ્યો મેદાનમાં, સર્જાઈ આવી સ્થિતી!

Latest News Updates

Click on your DTH Provider to Add TV9 Gujarati