AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs ENG: રવિન્દ્ર જાડેજાએ ઝડપ્યો જબરદસ્ત કેચ, એક જ ઓવરમાં બે વાર સુપરમેન અંદાજ દેખાડ્યો, જુઓ Video

રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) એ હાર્દિક પંડ્યા (Hardik Pandya) ની ઓવરમાં આ બે આશ્ચર્યજનક કેચ લીધા અને બે દમદાર બેટ્સમેન, કેપ્ટન જોસ બટલર અને લિયામ લિવિંગ્સ્ટન દ્વારા ઈંગ્લેન્ડને પેવેલિયન પરત કરી દીધું.

IND vs ENG: રવિન્દ્ર જાડેજાએ ઝડપ્યો જબરદસ્ત કેચ, એક જ ઓવરમાં બે વાર સુપરમેન અંદાજ દેખાડ્યો, જુઓ Video
Ravindra Jadeja ની ફીલ્ડીંગ જબરદસ્ત રહી
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 17, 2022 | 9:38 PM
Share

ટીમ ઈન્ડિયાનો સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) એક એવો ખેલાડી છે, જે પોતાની ફિલ્ડિંગથી જ રમતને બદલી શકે છે. વિશ્વ ક્રિકેટના સર્વશ્રેષ્ઠ ફિલ્ડરોમાંના એક જાડેજાએ આ વાત ઘણી વખત સાબિત કરી છે. મેચ જીતવા માટે કેચ પકડવા જરૂરી છે. આ વાત ક્રિકેટની શરૂઆતથી આ રમતનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે. જે કહેવામાં આવ્યું છે તે સાચું જ છે. એવું જ થાય છે. એટલા માટે દરેક ટીમ પોતાની ફિલ્ડિંગ પર ખૂબ ધ્યાન આપે છે. તેમ છતાં, કેટલાક ખેલાડીઓ એવા છે, જેઓ આખી ટીમમાં ટોપર હોય છે, જેમાંનો જાડેજા છે. ઈંગ્લેન્ડ સામેની ત્રીજી વન ડે (India vs England) માં, તેણે ફરી એકવાર આ જ વાત સાબિત કરી છે, તે પણ એક જ ઓવરમાં બે વાર. તેનો બીજો કેચ એવો હતો કે તે તમને દંગ રાખી દેશે.

એક તરફ ઇંગ્લેન્ડ મુશ્કેલ તબક્કામાંથી બહાર નિકળી રહ્યુ હતુ અને જોસ બટલરની અડધી સદી થઈ ચુકી હતી. બટલરે 65 બોલમાં પોતાની અડધી સદી પુરી કરી હતી. આ દરમિયાન લિયામ લિવિંગસ્ટોન સાથે મળીને ઈંગ્લેન્ડના સ્કોર બોર્ડને આગળ વધારી રહ્યો હતો. પરંતુ 37મી ઓવરમાં હાર્દિક પંડ્યાએ પહેલા લિવિંગ સ્ટોન અને બાદમાં બટલરને પોતાની જાળમાં ફસાવ્યો હતો. જે મુજબ બટલરે ઉંચો શોટ રમ્યો હતો. જોકે તેને કેચમાં તબદીલ કરવો ફિલ્ડર માટે મુશ્કેલ હતુ. બોલ નિચે આવવાનુ સ્થળ અને ફિલ્ડરનુ સ્થાન બંને વચ્ચે ખૂબ અંતર હતુ. જોકે જાડેજાએ મહત્વની વિકેટ મળનારી હોવાની આશાએ તેણે ખૂબ જ દોટ લગાવીને કેચ ઝડપી લીધો હતો. તેના ચહેરાની ખુશી જ એ જ બતાવી રહી હતી કે વિકેટ ભારત માટે કેટલી મહત્વની છે.

પહેલા લિવિંગસ્ટોનનો કેચ ઝડપ્યો હતો

આ જ ઓવરમાં રવિન્દ્ર જાડેજાએ વધુ એક કેચ ઝડપ્યો હતો. આ ઓવર 37મી હતી. જે ઓવરમાં બટલરની પહેલા લિયામ લિવિંગસ્ટોનનો કેચ ઝડપ્યો હતો. આમ હાર્દિકની જાળમાં પહેલા લિયામ લિવિંગ સ્ટોન ઝડપાયો હતો અને બાદમાં બટલરને ઓવરના અંતિમ બોલ પર પેવેલિયન પરત મોકલ્યો હતો. લિવિંગસ્ટોન ઓવરના ત્રીજા બોલ પર ઝડપાયો હતો.

Follow Us
રાજકોટ-ખંભાળિયામાં શ્વાનનો આતંક, બાળક સહિત અનેક લોકો ઈજાગ્રસ્ત
રાજકોટ-ખંભાળિયામાં શ્વાનનો આતંક, બાળક સહિત અનેક લોકો ઈજાગ્રસ્ત
વરસાદ ખેંચાતા જસદણના ખેડૂતોને સતાવી રહી છે પાક નુકસાનીની ભીતિ
વરસાદ ખેંચાતા જસદણના ખેડૂતોને સતાવી રહી છે પાક નુકસાનીની ભીતિ
સુરતમાં 20 કરોડનું કોકેઈન ઝડપાયું, આરોપીના વિદેશી કનેક્શનની તપાસ
સુરતમાં 20 કરોડનું કોકેઈન ઝડપાયું, આરોપીના વિદેશી કનેક્શનની તપાસ
ભાવનગરની શોભા વધારતુ ગંગાજળિયા તળાવની દુર્દશા,સફાઈના અભાવે બન્યુ ઉકરડો
ભાવનગરની શોભા વધારતુ ગંગાજળિયા તળાવની દુર્દશા,સફાઈના અભાવે બન્યુ ઉકરડો
દાહોદની ક્રેડિટ સોસાયટીમાં 1.33 કરોડની ઉચાપાત ! 4 આરોપી સામે ફરિયાદ
દાહોદની ક્રેડિટ સોસાયટીમાં 1.33 કરોડની ઉચાપાત ! 4 આરોપી સામે ફરિયાદ
અમદાવાદ ફાયર વિભાગે 13 હોટેલ અને 1 શૈક્ષણિક સંસ્થાને પણ સીલ કરી
અમદાવાદ ફાયર વિભાગે 13 હોટેલ અને 1 શૈક્ષણિક સંસ્થાને પણ સીલ કરી
ગીર સોમનાથના સ્વદેશી હાટમાં ફૂડ પોઈઝનિંગ: નવ બાળકો અસરગ્રસ્ત
ગીર સોમનાથના સ્વદેશી હાટમાં ફૂડ પોઈઝનિંગ: નવ બાળકો અસરગ્રસ્ત
ગુજરાતમાં ભારત ટેક્સી સેવાનો પ્રારંભ, અમિત શાહે કરાવ્યું લોન્ચિંગ !
ગુજરાતમાં ભારત ટેક્સી સેવાનો પ્રારંભ, અમિત શાહે કરાવ્યું લોન્ચિંગ !
Breaking news: જૂનાગઢ સિંહબાળ હત્યા કેસમાં મોટો ખુલાસો
Breaking news: જૂનાગઢ સિંહબાળ હત્યા કેસમાં મોટો ખુલાસો
બનાસકાંઠાના ડીસામાં ક્લોરિન ગેસ લીકેજથી અફરાતફરી
બનાસકાંઠાના ડીસામાં ક્લોરિન ગેસ લીકેજથી અફરાતફરી
g clip-path="url(#clip0_868_265)">