AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ind vs Eng: હાર્દ્કિ પડયા અને યુઝેન્દ્ર ચહલે ઈંગ્લેન્ડનો બગાડ્યો ખેલ, ઈંગ્લીશ ટીમને 259 રન પર સમેટી લીધી

India Vs England: ત્રીજી અને નિર્ણાયક વનડે મેચમાં ઈંગ્લેન્ડની ટીમ ભારતની સામે મોટો સ્કોર બનાવી શકી ન હતી અને તેનું કારણ ભારતની શાનદાર બોલિંગ હતી.

Ind vs Eng: હાર્દ્કિ પડયા અને યુઝેન્દ્ર ચહલે ઈંગ્લેન્ડનો બગાડ્યો ખેલ, ઈંગ્લીશ ટીમને 259 રન પર સમેટી લીધી
Hardik Pandya એ શાનદાર બોલીંગ કરી હતી.
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 17, 2022 | 8:28 PM
Share

ભારતીય બોલરોએ શાનદાર પ્રદર્શન કરતા રવિવારે માન્ચેસ્ટરમાં રમાઈ રહેલી ત્રીજી અને નિર્ણાયક વનડે મેચમાં ઈંગ્લેન્ડને 45.5 ઓવરમાં 259 રનમાં સમેટી દીધુ હતુ. ઈંગ્લેન્ડ તરફથી કેપ્ટન જોસ બટલરે (Jos Buttler) સૌથી વધુ 60 રન બનાવ્યા હતા. ભારત તરફથી હાર્દિક પંડ્યા (Hardik Pandya) એ ચાર અને યુઝવેન્દ્ર ચહલે ત્રણ વિકેટ ઝડપી હતી. આ મેચમાં ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) એ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનું પસંદ કર્યું અને તેના બોલરોએ શાનદાર પ્રદર્શન કરીને કેપ્ટનના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો અને ઈંગ્લેન્ડ જેવા મજબૂત બેટિંગ ઓર્ડરને આગળ વધવા દીધો નહીં. ત્રણ મેચની સીરીઝની આ છેલ્લી મેચ છે અને જે ટીમ તેમાં જીતશે તે સીરીઝ જીતશે. ભારતે પ્રથમ મેચ જીતી હતી જ્યારે બીજી મેચ જીતીને ઈંગ્લેન્ડે શ્રેણી બરોબરી કરી હતી.

ટોસ હાર્યા બાદ બેટિંગ કરવાનું પસંદ કરતા ઈંગ્લેન્ડની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. મેચની બીજી ઓવરમાં મોહમ્મદ સિરાજે જોની બેયરિસ્ટો અને જો રૂટને ખાતું ખોલાવ્યા વગર જ પેવેલિયન મોકલી દીધા હતા. આ પછી ખતરનાક દેખાતા ઓપનર જેસન રોય (41) પંતના હાથે પંડ્યાના હાથે કેચ આઉટ થયો હતો. પંડ્યાએ તેની આગામી ઓવરમાં બેન સ્ટોક્સ (27)ને પોતાનો શિકાર બનાવ્યો હતો.

બટલરે જવાબદારી સંભાળી

કેપ્ટન બટલર અને મોઈન અલીએ આ ઈનિંગ્સને સંભાળવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન બંનેએ ધીરજપૂર્વક ભારતીય બોલરોનો સામનો કર્યો. બટલરે 21.3 ઓવરમાં ચહલના બોલ પર સિક્સર ફટકારીને ટીમનો સ્કોર 100ની પાર પહોંચાડી દીધો હતો, પરંતુ 27.1 ઓવરમાં મોઈન (34) જાડેજાના બોલ પર જતો રહ્યો હતો. તેણે બટલર સાથે 84 બોલમાં 75 રનની ભાગીદારી નોંધાવી હતી. ઈંગ્લેન્ડની અડધી ટીમ 149 રન પર પાછી ફરી ગઈ હતી.

પંડ્યાએ અપાવી મહત્વની સફળતા

છઠ્ઠા નંબરે આવેલા લિયામ લિવિંગસ્ટોને બટલર સાથે મળીને દાવને આગળ ધપાવ્યો હતો. આ દરમિયાન બટલરે 65 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી હતી. તે જ સમયે, બંનેએ ટીમ માટે ઝડપી રન બનાવ્યા, પરંતુ 37મી ઓવરમાં પંડ્યાએ લિવિંગસ્ટોન (27) અને કેપ્ટન બટલર (60)ને જાડેજાના હાથે કેચ કરાવ્યા.

આ પછી ડેવિડ વિલી અને ક્રેગ ઓવરટને શાનદાર બેટિંગ કરીને ટીમનો સ્કોર 43 ઓવરમાં 240 રને પાર પહોંચાડ્યો હતો, પરંતુ 44મી ઓવરમાં ચહલે વિલી (18)ને પેવેલિયન મોકલી દીધો હતો. તે જ સમયે, ચહલે ક્રેગ (32) અને રીસ ટોપલી (0)ને આઉટ કરીને ઇંગ્લેન્ડને 45.5 ઓવરમાં 259 રનમાં સમેટી દીધી હતી.

Follow Us
રાજકોટ-ખંભાળિયામાં શ્વાનનો આતંક, બાળક સહિત અનેક લોકો ઈજાગ્રસ્ત
રાજકોટ-ખંભાળિયામાં શ્વાનનો આતંક, બાળક સહિત અનેક લોકો ઈજાગ્રસ્ત
વરસાદ ખેંચાતા જસદણના ખેડૂતોને સતાવી રહી છે પાક નુકસાનીની ભીતિ
વરસાદ ખેંચાતા જસદણના ખેડૂતોને સતાવી રહી છે પાક નુકસાનીની ભીતિ
સુરતમાં 20 કરોડનું કોકેઈન ઝડપાયું, આરોપીના વિદેશી કનેક્શનની તપાસ
સુરતમાં 20 કરોડનું કોકેઈન ઝડપાયું, આરોપીના વિદેશી કનેક્શનની તપાસ
ભાવનગરની શોભા વધારતુ ગંગાજળિયા તળાવની દુર્દશા,સફાઈના અભાવે બન્યુ ઉકરડો
ભાવનગરની શોભા વધારતુ ગંગાજળિયા તળાવની દુર્દશા,સફાઈના અભાવે બન્યુ ઉકરડો
દાહોદની ક્રેડિટ સોસાયટીમાં 1.33 કરોડની ઉચાપાત ! 4 આરોપી સામે ફરિયાદ
દાહોદની ક્રેડિટ સોસાયટીમાં 1.33 કરોડની ઉચાપાત ! 4 આરોપી સામે ફરિયાદ
અમદાવાદ ફાયર વિભાગે 13 હોટેલ અને 1 શૈક્ષણિક સંસ્થાને પણ સીલ કરી
અમદાવાદ ફાયર વિભાગે 13 હોટેલ અને 1 શૈક્ષણિક સંસ્થાને પણ સીલ કરી
ગીર સોમનાથના સ્વદેશી હાટમાં ફૂડ પોઈઝનિંગ: નવ બાળકો અસરગ્રસ્ત
ગીર સોમનાથના સ્વદેશી હાટમાં ફૂડ પોઈઝનિંગ: નવ બાળકો અસરગ્રસ્ત
ગુજરાતમાં ભારત ટેક્સી સેવાનો પ્રારંભ, અમિત શાહે કરાવ્યું લોન્ચિંગ !
ગુજરાતમાં ભારત ટેક્સી સેવાનો પ્રારંભ, અમિત શાહે કરાવ્યું લોન્ચિંગ !
Breaking news: જૂનાગઢ સિંહબાળ હત્યા કેસમાં મોટો ખુલાસો
Breaking news: જૂનાગઢ સિંહબાળ હત્યા કેસમાં મોટો ખુલાસો
બનાસકાંઠાના ડીસામાં ક્લોરિન ગેસ લીકેજથી અફરાતફરી
બનાસકાંઠાના ડીસામાં ક્લોરિન ગેસ લીકેજથી અફરાતફરી
g clip-path="url(#clip0_868_265)">