IND vs ENG : જો રુટના બેટને શાંત કરવા ઇંગ્લેન્ડના બોલરે જ બતાવ્યો જબરદસ્ત પ્લાન, ભારતીય ટીમને મળશે મદદ

જો રુટ (Joe Root) આ સિરીઝમાં ભારત માટે સૌથી મોટી આફત સાબિત થયો છે. તેણે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની સિરીઝની પ્રથમ ત્રણેય મેચોમાં શતક લગાવતા 500 થી વધારે રન બનાવ્યા અને હાલમાં તે શાનદાર ફોર્મમાંથી પસાર થઇ રહ્યો છે.

IND vs ENG : જો રુટના બેટને શાંત કરવા ઇંગ્લેન્ડના બોલરે જ બતાવ્યો જબરદસ્ત પ્લાન, ભારતીય ટીમને મળશે મદદ
Joe Root

નોટિંગહામ, લોર્ડ્સ અને લીડ્સમાં, જો કોઈ એક અંગ્રેજી ખેલાડીએ ભારતીય ટીમ (Indian Cricket Team) ને સૌથી વધુ પરેશાન કરી રહ્યો હોય, તો તે જો રૂટ (Joe Root) છે. ઈંગ્લેન્ડના કેપ્ટને શ્રેણીની ત્રણેય મેચમાં સદી ફટકારી હતી અને ભારતીય ટીમ (Team India) માટે મુશ્કેલી ભર્યો બની રહ્યો હતો. આ શ્રેણીમાં, તેના બેટમાંથી માત્ર 5 ઇનિંગ્સમાં 500 થી વધુ રન આવ્યા છે.

ઓવલ (Oval Test) ખાતે શરૂ થતી ચોથી ટેસ્ટમાં પણ તેનો આ જ ટ્રેન્ડ ચાલુ રહે તેવી શક્યતા છે. આવી સ્થિતિમાં જો ટીમ ઈન્ડિયાએ સિરીઝમાં પરત ફરવુ હોય તો રૂટેસની વિકેટ ઝડપથી હાંસલ કરવી પડશે. અત્યાર સુધી વિરાટ કોહલી (Virat Kohli) ની સેનાને આ બાબતમાં સફળતા મળી નથી. પરંતુ ઇંગ્લેન્ડના એક ભૂતપૂર્વ બોલરે યુક્તિ જણાવી છે, જેનાથી જો રૂટનું બેટ શાંત રાખી શકાય.

ઇંગ્લેન્ડના પૂર્વ ફાસ્ટ બોલર સ્ટીવ હાર્મિસને (Steve Harmison) ઓવલ ટેસ્ટ પહેલા ભારતીય ટીમને સલાહ આપી હતી. તેણે કહ્યુ જો રૂટને વહેલા આઉટ કરવાનો શ્રેષ્ઠ રસ્તો તેના રન બંધ કરવાનો છે. મીડિયા રિપોર્ટનુસાર હાર્મિસને કહ્યું હતું કે, રૂટ જેવા બેટ્સમેનને રોકવા માટે તેને રન બનાવતા અને સ્ટ્રાઇકને સતત ફેરવવાથી રોકવું જરૂરી છે. આ ત્યારે જ થઈ શકે છે જ્યારે તે ક્ષેત્રોની ફિલ્ડિંગમાં ફેરફાર થાય જ્યાં તે સૌથી વધુ રન બનાવી રહ્યો હોય.

ઇનીંગની શરુઆતમાં જ રોકી લો

હાર્મિસને ભારતીય ટીમને ચેતવતા કહ્યુ હતુ કે, જો કેપ્ટન રૂટ ઝડપથી કેટલાક રન મેળવે અથવા ક્રીઝ પર થોડો સમય રહે તો તેને બહાર મોકલવો સરળ નથી. ફાસ્ટ બોલરના કહેવા મુજબ, જો રુટ ઇનિંગની શરૂઆતમાં 20-30 બોલ રમે છે અથવા 20-30 રન ઝડપથી લે છે, તો તેને રોકવો ખૂબ જ મુશ્કેલ હશે. ભારતીય ટીમ સતત 3 મેચમાં આ બાબતની સાક્ષી બની છે. માત્ર લોર્ડ્સ ટેસ્ટની બીજી ઈનિંગમાં ટીમ ઈન્ડિયાએ રૂટને 50 થી ઓછા સ્કોરે 33 રનમાં આઉટ કર્યો હતો. આમ મેચ જીતવામાં સફળતા મેળવી હતી.

બોલરોને આ વાતનું રાખવુ પડશે ધ્યાન

આ ઉપરાંત, હાર્મિસને ટીમ ઇન્ડિયાના ઝડપી બોલરોને શિસ્ત બોલિંગ કરવાની સલાહ પણ આપી હતી. કહ્યું હતું કે તેઓએ ઓફ-સ્ટમ્પની નજીકની લાઇનમાં બોલિંગ કરવી જોઇએ, કારણ કે તેનાથી બેટ્સમેનના મનમાં ડર પેદા થાય છે. તેમણે લીડ્ઝ ટેસ્ટનું ઉદાહરણ આપતા કહ્યું કે, છેલ્લી ટેસ્ટમાં રૂટ અને મલાનને ઓફ-સ્ટમ્પની બહાર સતત બોલિંગ કરવામાં આવી હતી. બંનેએ વિકેટની બંને તરફ ઘણા રન બનાવ્યા હતા. ભારતીય બોલરોએ આ બાબતનુ ધ્યાન રાખવું પડશે.

રૂટે આ રીતે મેળવ્યા રન

જો રૂટે આ સમગ્ર શ્રેણીમાં બેકફુટ અને ફ્રન્ટફુટનો ઉત્તમ ઉપયોગ કરી બતાવ્યો છે. તેના મોટાભાગના રન સ્કવેર બાઉન્ડરીની આસપાસ આવ્યા છે. પછી ભલે તે સ્ક્વેર લેગ પર ફ્લિક હોય અથવા ફાઇન લેગ અથવા સ્ક્વેર ડ્રાઇવ અથવા પોઇન્ટની પાસે લેટ કટ રમતી વખતે ગલી-થર્ડમેન વિસ્તારમાંથી રન મેળવ્યા હોય. પૂર્વ ભારતીય બેટ્સમેન સુનીલ ગાવસ્કરે પણ કોમેન્ટ્રી દરમિયાન આ અંગે ઘણી વખત ચર્ચા કરી હતી.

 

આ પણ વાંચોઃ IND vs ENG: ફોર્મ માટે ઝઝૂમતા વિરાટ કોહલીનો રેકોર્ડ ઓવલના મેદાન પર કંગાળ, અમૂલને પણ કોહલીના ફોર્મની ચિંતા !

આ પણ વાંચોઃ IND vs ENG: રવિ શાસ્ત્રીનો હુંકાર, ઓવલ ટેસ્ટ પહેલા કહ્યુ કોઇએ વિરાટ કોહલી કે ટીમને હળવાશમાં લેવાની ભૂલ ન કરવી જોઇએ

Click on your DTH Provider to Add TV9 Gujarati