IND vs ENG: ટીમ ઇન્ડીયાના ખેલાડીઓના મોબાઇલથી લીક થયા મેસેજ, સામે આવ્યો માંચેસ્ટરનો ‘ખેલ’
ટીમ ઇન્ડીયાના વોટ્સએપ ગૃપ પર મોકલવામાં આવેલા બે મેસેજથી આ કહાની સામે આવી છે. આ બંને મેસેજ માંચેસ્ટરમાં ટોસ ઉછાળવાના કેટલાક સમય પહેલા મોકલવામાં આવ્યા હતા.
માંચેસ્ટર (Manchester)માં શું થયું, કેમ થયું, તેની પાછળની પોલ ખુલ્લી પડી ગઈ છે. ટીમ મેનેજમેન્ટ દ્વારા ખેલાડીઓને વોટ્સએપ (WhatsApp) પર મોકલવામાં આવેલા મેસેજ સામે આવ્યા છે. આ એવા સંદેશા છે જે 5 મી ટેસ્ટ પહેલા વાસ્તવિક કહાની કહે છે. આ ખેલાડીઓને મોકલવામાં આવેલા મેસેજ છે, જે માંચેસ્ટર મીસ મેનેજમેન્ટની પુરી કહાની કહે છે.
આ મેસેજ ટીમ ઇન્ડીયા (Team India) ના વોટ્સએપ ગ્રુપ પર મોકલવામાં આવ્યા હતા. ખેલાડીઓને વોટ્સએપ પર મળેલા આ સંદેશાઓ વિશે જાણીને, તમે પણ સમજી જશો કે કહાની લાગે તેટલી જ નથી.
ટીમ ઈન્ડીયાના વોટ્સએપ ગ્રુપ પર મોકલવામાં આવેલા બે મેસેજ સામે આવ્યા છે. આ બંને મેસેજ ટોસના થોડા સમય પહેલા મોકલવામાં આવ્યા હતા. પહેલો મેસેજ હતો જેમાં ખેલાડીઓને મેચ રદ્દ કરવાની માહિતી આપવામાં આવી હતી. આ સાથે પોતપોતાના રૂમમાં રહેવાની સૂચના પણ આપવામાં આવી હતી. અત્યાર સુધી બધું બરાબર અને સ્પષ્ટ હતું. પરંતુ ત્યારબાદ 10 મિનિટ પછી ગ્રુપમાં બીજો મેસેજ આવે છે, તે માંચેસ્ટરમાં મીસ મેનેજમેન્ટને છતુ કરે છે.
10 મીનીટ બાદ આવેલા બીજા મેસેજે કર્યા હેરાન પરેશાન
ટીમ ઇન્ડીયાને વોટ્સેએપ પર મળેલા બીજા મેસેજમાં તેમને કહેવામાં આવ્યુ છે કે, અમે તમારા માટે રૂમમાં નાસ્તાની વ્યવસ્થા કરી શકતા નથી. તેથી જો તમારે નાસ્તો કરવો હોય તો તમારે તેના માટે રેસ્ટોરન્ટમાં જવું પડશે. આ મેસેજ કોરોનાના ભયમાં રહેતા ખેલાડીઓને આશ્ચર્યચકિત કરી રહ્યો હતો. તે તેમના માટે આઘાતજનક છે. એક તરફ તેમને રૂમમાં રહેવાનું કહેવામાં આવે છે અને બીજી બાજુ તેમને નાસ્તા માટે તે જ રૂમમાંથી બહાર આવવાનું કહેવામાં આવે છે.
માંચેસ્ટર ટેસ્ટ મેચ થઇ રદ્દ
કોરોનાને કારણે, ટીમ ઇન્ડીયાનો લગભગ સંપૂર્ણ સપોર્ટ સ્ટાફ ક્વોરેન્ટાઇન હેઠળ છે. ભારતીય ખેલાડીઓનું પણ કોરોના પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જોકે તે બધા નકારાત્મક હોવાનું બહાર આવ્યું હતુ. થોડા સમય માટે એવું લાગતું હતું કે માંચેસ્ટરમાં અંતિમ ટેસ્ટ મેચ રમાશે. પછી, ટોસના થોડા સમય પહેલા, ટેસ્ટ મેચની શરૂઆતને લઇ ફેરબદલના અહેવાલો આવ્યા હતા અને પછી થોડી ક્ષણો બાદ આ સમાચારે વાસ્તવિકતા દર્શાવી કે 5 મી ટેસ્ટ મેચ રદ કરવામાં આવી છે. સ્થગીત કરવામાં આવેલી માંચેસ્ટર ટેસ્ટને ભારત અને ઇંગ્લેન્ડના ક્રિકેટ બોર્ડ ભવિષ્યમાં રમાડવા માટેની યોજના ઘડી રહ્યા છે.