AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs ENG : તૂટેલો પગ પણ રિષભ પંતને રોકી શક્યો નહીં, પીડા ભૂલીને બેટિંગ કરવા આવ્યો, જુઓ VIDEO

ટેસ્ટ મેચના પહેલા દિવસે રિષભ પંતને પગમાં ઈજા થઈ અને તે રિટાયર્ડ હર્ટ થઈ ગયો અને મેદાન છોડીને ચાલ્યો ગયો. આમ છતાં, તે બીજા દિવસે મેદાનમાં પાછો ફર્યો અને બેટિંગ કરવા આવ્યો. પંતના જુસ્સાને ફેન્સે સલામ કરી અને આખું સ્ટેડિયમ તાળીઓના ગળગળાટથી ગુંજી ઉઠ્યું.

IND vs ENG : તૂટેલો પગ પણ રિષભ પંતને રોકી શક્યો નહીં, પીડા ભૂલીને બેટિંગ કરવા આવ્યો, જુઓ VIDEO
Rishabh PantImage Credit source: PTI
| Updated on: Jul 24, 2025 | 6:13 PM
Share

દેશ માટે રમવું એ કોઈપણ ખેલાડી માટે સૌથી મોટું સન્માન છે. દરેક ખેલાડી આ સન્માન મેળવવાનો પ્રયાસ કરે છે. આ જ કારણ છે કે ઘણી વખત ખેલાડીઓ પોતાની ઈજાઓને અવગણે છે અને ટીમ માટે પીડા ભૂલી જાય છે. ટીમ ઈન્ડિયાના સ્ટાર વિકેટકીપર-બેટ્સમેન રિષભ પંતે આનું તાજેતરનું ઉદાહરણ રજૂ કર્યું છે. ઈંગ્લેન્ડ સામે માન્ચેસ્ટર ટેસ્ટના બીજા દિવસે પગમાં ફ્રેક્ચર હોવા છતાં, રિષભ પંત બેટિંગ કરવા માટે ઉતર્યો, જેનાથી બધા આશ્ચર્યચકિત થઈ ગયા અને તેને સલામ પણ કરી.

પહેલા દિવસે પંત ઈજાગ્રસ્ત, પગમાં ફ્રેક્ચર

માન્ચેસ્ટર ટેસ્ટ મેચના પહેલા દિવસે બેટિંગ કરતી વખતે પંત ઈજાગ્રસ્ત થયો હતો, ત્યારબાદ તેનું સ્કેન કરવામાં આવ્યું. જાણવા મળ્યું કે તેના જમણા પગમાં ફ્રેક્ચર થયું છે અને તે લગભગ 6 અઠવાડિયા માટે મેદાનની બહાર રહેશે. આનાથી ટીમ ઈન્ડિયાનું ટેન્શન વધી ગયું.

બીજા દિવસે ઈજાગ્રસ્ત પંત મેદાનમાં હાજર

પરંતુ તેમ છતાં, 24 જુલાઈના રોજ, મેચના બીજા દિવસે, પંત ટીમ ઈન્ડિયા સાથે સ્ટેડિયમ પહોંચ્યો, જ્યાં તેના પગ પર કવર મૂકવામાં આવ્યું હતું. આ દરમિયાન, BCCIએ એક અપડેટ જાહેર કર્યું કે જો જરૂર પડે તો પંત બેટિંગ માટે બહાર આવી શકે છે.

પીડા ભૂલી પંત બેટિંગ કરવા આવ્યો

ટીમ ઈન્ડિયા અને ભારતીય ચાહકોએ ઈચ્છ્યું હશે કે પંતને ફરીથી બેટિંગ માટે બહાર ન આવવું પડે, પરંતુ જ્યારે રવીન્દ્ર જાડેજા અને પછી શાર્દુલ ઠાકુર પહેલા સેશનમાં આઉટ થયા, ત્યારે પંતે આખરે ફરીથી બેટિંગ માટે બહાર આવવાનો નિર્ણય કર્યો. પંતે પોતાની ઈજા અને પીડા ભૂલીને મેદાનમાં આવવાનો નિર્ણય કર્યો.

સ્ટેડિયમ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યું

પંત ધીમે-ધીમે સીડીઓ પરથી નીચે ઉતરતા જ ઓલ્ડ ટ્રેફોર્ડ સ્ટેડિયમમાં હાજર દરેક ચાહક આશ્ચર્યચકિત થઈ ગયા. બધાએ તેના જુસ્સાને સલામ કરવાનું શરૂ કર્યું અને પોતપોતાના સ્થાન પર ઉભા રહીને પંત માટે તાળીઓ પાડવાનું શરૂ કર્યું.

આ પણ વાંચો: Breaking News : ઈજા છતાં રિષભ પંત માન્ચેસ્ટરમાં કરશે બેટિંગ ! BCCIએ આપ્યું મોટું અપડેટ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">