AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs ENG: માંચેસ્ટર ટેસ્ટ રદ થવાને લઇને ઇંગ્લેન્ડ ક્રિકેટને લાગ્યો આટલા કરોડનો ફટકો, હવે BCCI નિકાળશે નુકશાનમાં રાહતનુ સમાધાન

માંચેસ્ટર ટેસ્ટ રદ થવા બાદ BCCI એ ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ સામે આ મેચને આવનારા સમયમાં કોઇ નવી જ તારીખે ફરીથી આયોજીત કરવાનો પ્રસ્તાવ રાખ્યો છે. ઇંગ્લીશ બોર્ડે મેચ રદ થતા મોટી રકમનુ નુકશાન વેઠ્યુ છે.

IND vs ENG: માંચેસ્ટર ટેસ્ટ રદ થવાને લઇને ઇંગ્લેન્ડ ક્રિકેટને લાગ્યો આટલા કરોડનો ફટકો, હવે BCCI નિકાળશે નુકશાનમાં રાહતનુ સમાધાન
Old Trafford Manchester
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 11, 2021 | 12:08 PM
Share

માંચેસ્ટર ટેસ્ટ (Manchester Test) રદ થવી ઈંગ્લેન્ડ ક્રિકેટ (England Cricket) માટે બેવડો ફટકો સાબિત થયો છે. એક, ઇંગ્લિશ ટીમે તેના ચાહકો સામે શ્રેણીમાં પાછા ફરવાની તક ગુમાવી. બીજું, ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB) એ આ ટેસ્ટ મેચમાંથી કમાણી તરીકે કરોડો રૂપિયા ગુમાવ્યા છે. બીજું નુકસાન ઇંગ્લિશ ક્રિકેટ માટે ઘણું મોટું છે અને આવી સ્થિતિમાં તેના માટે તેની ભરપાઇ કરવી ખૂબ જ જરૂરી છે.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ આ મામલે તેમની મદદ કરવા તૈયાર છે, કારણ કે કોરોના કેસ ભારતીય કેમ્પમાં જ આવ્યા બાદ ટેસ્ટ મેચ રદ કરવામાં આવી હતી. આવી સ્થિતિમાં, BCCI ના પ્રમુખ સૌરવ ગાંગુલી (Sourav Ganguly) આગામી કેટલાક દિવસોમાં ECB ના અધિકારીઓ સાથે ચર્ચા કરવા માટે જશે. જ્યાં તે ચર્ચા કરશે કે કેવી રીતે ECB ની ખોટ ઘટાડી શકાય અને મેચને ફરીથી આયોજીત કરી શકાય.

શુક્રવારે 10 સપ્ટેમ્બર, ટેસ્ટ મેચ શરૂ થવાના બે કલાક પહેલા, ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે એક નિવેદન બહાર પાડીને માંચેસ્ટર ટેસ્ટ રદ કરવાની જાહેરાત કરી હતી. બોર્ડે કહ્યું કે BCCI અને ભારતીય ટીમ સાથે ઘણી ચર્ચા કર્યા પછી પણ મેચ કામ ન આવી અને તેને રદ કરવી પડી. આ દરમ્યાન લાંબા સમય સુધી રાહ જોયા પછી, BCCI એ આ મુદ્દે પોતાનું નિવેદન જારી કર્યું હતુ. ECB ની વાતોને ફરીથી બતાવી હતી. આ સાથે, બોર્ડે કહ્યું કે તેઓએ આગામી તારીખે ફરીથી ઇંગ્લીશ બોર્ડની સામે મેચનું આયોજન કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે.

ECB ને લગભગ 400 કરોડ નુ નુકશાન

માંચેસ્ટર ટેસ્ટ રદ થવાથી ECB અને લેંકશાયર કાઉન્ટીને ભારે નુકસાન થઈ રહ્યું છે. જેમાં માંચેસ્ટરનું ઓલ્ડ ટ્રેફોર્ડ મેદાન સામેલ છે. જોકે ઇસીબીએ નુકસાનીના કોઇ આંકડા આપ્યા નથી, પરંતુ ઇંગ્લીશ મીડિયાના અહેવાલ મુજબ, ઇંગ્લિશ બોર્ડને લગભગ 40 મિલિયન પાઉન્ડ એટલે કે લગભગ 407 કરોડ રૂપિયાના મોટા નુકસાનનો સામનો કરવો પડશે. ગત વર્ષે પણ કોરોના વાયરસને કારણે બોર્ડને આ પહેલાથી જ આર્થિક નુકસાન સહન કરવું પડ્યું હતું.

22 સપ્ટેમ્બરે ECB થી વાત કરશે ગાંગુલી

આવી સ્થિતિમાં, BCCI, જે ઇંગ્લીશ બોર્ડ સાથે તેના સારા સંબંધોની વાત કરે છે, જે આની ભરપાઈ કરવામાં મદદ કરવા તૈયાર છે. બોર્ડે આગામી તારીખોમાં મેચનું આયોજન કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ કેવી રીતે અને ક્યારે થશે, આ અંગેનો અંતિમ નિર્ણય થોડા દિવસોમાં લેવામાં આવશે. આ ચર્ચા માટે BCCI પ્રમુખ સૌરવ ગાંગુલી 22 અને 23 સપ્ટેમ્બરે ઈંગ્લેન્ડમાં હશે. મીડિયા રીપોર્ટનુસાર બોર્ડ અધ્યક્ષ આ દરમ્યાન ECB ના સીઇઓ ટોમ હેરિસનની સાથે વાત કરશે. તેમજ ટેસ્ટ મેચના ફરીથી આયોજનને લઇને રસ્તો શોધવાની કોશીષ કરશે. જેનાથી ECB ના નુકશાનને ઘણા અંશે ઘટાડી શકાશે.

ભારતીય ટીમ જુલાઈ 2022 માં ઈંગ્લેન્ડના પ્રવાસે જવાની છે, જ્યાં તે 3 વનડે અને 3 T20 મેચની શ્રેણી રમવાની છે. આવી સ્થિતિમાં બંને બોર્ડ પરસ્પર સંકલન અને ચર્ચા દ્વારા જ આ પ્રવાસમાં પાંચમી ટેસ્ટ મેચ રમી શકે છે. આ માટે, અલગ સમય પણ લઈ શકાય છે અથવા વનડે અથવા T20 શ્રેણીમાંથી એકની જગ્યાએ ટેસ્ટ મેચ રમી શકાય છે.

આ પણ વાંચોઃ IPL 2021: માંચેસ્ટર ટેસ્ટ રદ થવાથી ફ્રેન્ચાઇઝીઓ ઉઠાવવા લાગી છે ફાયદો, ખેલાડીઓને UAE પહોંચાડવાની કામગીરી ઝડપી બનાવી

આ પણ વાંચોઃ AUS vs AFG: ઓસ્ટ્રેલિયાએ ઐતિહાસિક ટેસ્ટ રમવાથી નનૈયો ભણી દેતા અફઘાનિસ્તાન બોર્ડ કાકલૂદી કરવા લાગ્યુ, કહ્યુ એકલા ન છોડો

પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ
બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ
PM મોદીની ડિગ્રી મામલો, હાઈકોર્ટનો કડક અભિગમ, કેજરીવાલને લાગ્યો ઝટકો
PM મોદીની ડિગ્રી મામલો, હાઈકોર્ટનો કડક અભિગમ, કેજરીવાલને લાગ્યો ઝટકો
Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
ખાદ્યતેલ ફરી બન્યું મોંઘું, સિંગતેલના ભાવમાં ભડકો, જુઓ Video
ખાદ્યતેલ ફરી બન્યું મોંઘું, સિંગતેલના ભાવમાં ભડકો, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">