AUS vs AFG: ઓસ્ટ્રેલિયાએ ઐતિહાસિક ટેસ્ટ રમવાથી નનૈયો ભણી દેતા અફઘાનિસ્તાન બોર્ડ કાકલૂદી કરવા લાગ્યુ, કહ્યુ એકલા ન છોડો

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ કહ્યુ જો તાલિબાન મહિલાઓની રમતો પર રોક લગાવશે તો નવેમ્બરમાં હોબાર્ટમાં અફઘાનિસ્તાન અને ઓસ્ટ્રેલિયા (Afghanistan vs Australia) વચ્ચે રમાનારી ટેસ્ટ મેચ રદ કરશે.

AUS vs AFG: ઓસ્ટ્રેલિયાએ ઐતિહાસિક ટેસ્ટ રમવાથી નનૈયો ભણી દેતા અફઘાનિસ્તાન બોર્ડ કાકલૂદી કરવા લાગ્યુ, કહ્યુ એકલા ન છોડો
Team Afghanistan
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 11, 2021 | 9:20 AM

તાજેતરના સમયમાં અફઘાનિસ્તાન (Afghanistan) માં ઘણી ઉથલ પાથલ જોવા મળી છે. તાલિબાને ફરી એક વખત આ દેશ પર કબજો જમાવ્યો છે અને ત્યારથી પરિસ્થિતિ વધુ ખરાબ બની છે. તેની અસર સમગ્ર દેશ પર પડી છે, જેનાથી ક્રિકેટ પણ બાકાત નથી. અફઘાનિસ્તાનની પુરુષ ક્રિકેટ ટીમ (Afghanistan Cricket Team) આ વર્ષે નવેમ્બરમાં ઓસ્ટ્રેલિયા સાથે ટેસ્ટ મેચ રમવાની હતી. પરંતુ હાલની પરિસ્થિતિને જોતા આ કટોકટી આવી ગઇ છે. ઓસ્ટ્રેલિયાએ આ ટેસ્ટ મેચ રમવાનો ઇનકાર કર્યો હતો.

અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ ઓસ્ટ્રેલિયાના આ નિર્ણયથી પરેશાન છે. બોર્ડના સીઇઓ હામિદ શિનવારી (Hamid Shinwari) એ શુક્રવારે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (Cricket Australia)ને નવેમ્બરમાં ટેસ્ટનું આયોજન ન કરવાનો નિર્ણય પાછો ખેંચી લેવાની વિનંતી કરી હતી. તેઓએ કહ્યું કે આવા નિર્ણયથી જંગ ઝીલી રહેલા દેશ અલગ પડી જશે.

વચગાળાની સરકારની રચના થતાં જ તાલિબાને મહિલાઓને ક્રિકેટ અને અન્ય રમતોમાં ભાગ લેવા પર પ્રતિબંધ મૂક્યો હતો જેનાથી અફઘાનિસ્તાનની પુરુષ ટીમનો ટેસ્ટ દરજ્જો હવે સંકટમાં મુકાયો છે. આઇસીસીના નિયમો અનુસાર તમામ ટેસ્ટ રમનાર દેશોમાં મહિલા ટીમ પણ હોવી જરૂરી છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ ગત ગુરુવારે કહ્યું કે જો તાલિબાન મહિલા રમતો પર પ્રતિબંધ લગાવે તો, 27 નવેમ્બરથી હોબાર્ટ (Hobart Test) માં અફઘાનિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ટેસ્ટ રદ કરવામાં આવશે.

આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત
IPL મેચ પહેલા રોહિત શર્મા સાથે વિદેશી કોચે કર્યું આવું કામ, કેમેરા મેન પણ શરમાયો, જુઓ Video
ગરમીમાં લૂ લાગે કે લૂ લાગવાના સંકેત દેખાય કે તરત જ કરી લેજો આ કામ, જલદી મળશે રાહત

CA ના નિર્ણયથી નિરાશ

એસીબીના સીઈઓ શિનવારીએ એક નિવેદનમાં કહ્યું કે તેઓ આ નિર્ણયથી ચોંકી ગયા હતા અને નિરાશ થયા હતા. તેમણે કહ્યું કે આ ઐતિહાસિક મેચ રદ કરવા સિવાય અન્ય વિકલ્પ છે. તેમણે કહ્યું, અમે ઓસ્ટ્રેલિયા અને સમગ્ર ક્રિકેટ જગતને વિનંતી કરીશું કે અમારા માટે રસ્તાઓ ખુલ્લા રાખો. અમારી સાથે ચાલો અને અમને અલગ ન કરો. અમારા સાંસ્કૃતિક અને ધાર્મિક વાતાવરણ માટે અમને સજા કરશો નહીં.

અન્ય દેશો પણ આવું જ કરશે

તેમણે કહ્યું કે જો અન્ય દેશો પણ CA ની જેમ આવું કરશે તો અફઘાનિસ્તાન વિશ્વ ક્રિકેટથી અલગ થઈ જશે અને દેશમાં ક્રિકેટનો અંત આવશે. તેમણે કહ્યું, જો CA ટેસ્ટ મેચ ન રમવાનું નક્કી કરે અને અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમને અલગ કરે, તો તે તેમના સાંસ્કૃતિક અને ધાર્મિક વાતાવરણને અસર કરશે નહીં. સરકારના પ્રવક્તાએ આ વાત કહી છે.

આઈસીસી વિશે આ કહ્યું

શિનવારી આમાં ICC ને પણ લાવ્યા. આઈસીસી આપણા સાંસ્કૃતિક અને ધાર્મિક વાતાવરણથી વાકેફ છે અને તેણે સંતુલિત, રાજદ્વારી, સંવેદનશીલ અભિગમ અપનાવ્યો છે. કારણ કે અમે ક્રિકેટનાં દરેક પાસાનો વિકાસ કર્યો છે, પછી ભલે આપણે ગમે તેવી પરિસ્થિતિમાં હોઈએ.

આ પણ વાંચોઃ IND vs ENG: ટીમ ઇન્ડીયાના ખેલાડીઓના મોબાઇલથી લીક થયા મેસેજ, સામે આવ્યો માંચેસ્ટરનો ‘ખેલ’

આ પણ વાંચોઃ IND vs ENG: ટીમ ઇન્ડીયાનો હિસ્સો રહેલા આ સ્ટાર ખેલાડીઓ ઇંગ્લેન્ડમાં એક પણ બોલ રમ્યા વિના પ્રવાસ પૂરો કરી પરત આવશે

Latest News Updates

ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">