Ind vs Eng : શું ખરેખરમાં, લીડ્સ ટેસ્ટ જીતવા માટે અંગ્રેજો બેઈમાની પર ઉતરી આવ્યા ? એવું કૃત્ય કર્યું કે, ટીમ ઈન્ડિયા રોષે ભરાઈ – જુઓ Video
લીડ્સ ટેસ્ટના પાંચમા દિવસના પહેલા સેશનમાં એક એવી ઘટના બની કે જેણે દરેક ક્રિકેટ ચાહકોને ચોંકાવી કાઢ્યા. જણાવી દઈએ કે, ઇંગ્લિશ ઓપનર ઝેક ક્રોલીએ એક એવી હરકત કરી કે, જેને જોઈને ભારતીય ટીમના ખેલાડીઓ ગુસ્સાના મૂડમાં જોવા મળ્યા.

લીડ્સ ટેસ્ટના પાંચમા દિવસનું પહેલું સેશન ઇંગ્લેન્ડના બેટ્સમેનોના નામે રહ્યું હતું. લંચ સુધીમાં, ઇંગ્લેન્ડે કોઈ પણ વિકેટ ગુમાવ્યા વિના 117 રન બનાવી લીધા હતા. ઇંગ્લિશ ઓપનરો સામે ભારતીય બોલરો ઘૂંટણિયે આવી ગયા હતા. જો કે, લંચ પહેલા ફેંકાયેલી છેલ્લી ઓવરમાં મોહમ્મદ સિરાજ અને ઇંગ્લેન્ડના ઓપનર ઝેક ક્રોલી વચ્ચે જે ઘટના બની તે જોઈને મેદાન પર વાતાવરણ ગરમાયું હતું.
વાત એમ છે કે, મોહમ્મદ સિરાજ લંચ પહેલા છેલ્લી ઓવર નાખી રહ્યો હતો અને ભારતીય ટીમની રણનીતિ એ જ હતી કે લંચ સમય પહેલા વધુ એક ઓવર નાખીને ઈંગ્લેન્ડના બેટ્સમેન પર દબાણ બનાવી લઈએ. લંચ પહેલા છેલ્લી ઓવરનો છેલ્લો બોલ ફેંકવા માટે સિરાજ રન-અપ લઈને આગળ વધ્યો ત્યારે, બેટ્સમેન ઝેક ક્રોલી જાણી જોઈને ક્રીઝથી દૂર હટી ગયો.
The intensity is sky-high as #TeamIndia’s bowlers are leaving it all out on the field!
Could this be the moment that sparks a wicket spree from @mdsirajofficial https://t.co/0K41uhrKJ5 pic.twitter.com/BtNs0CXpTQ
— Star Sports (@StarSportsIndia) June 24, 2025
શા માટે ક્રોલીએ આવું કર્યું?
આની પાછળનું મુખ્ય કારણ એ હતું કે, ઝેક ક્રોલી લંચ પહેલાનો સમય ખેંચવા માંગતો હતો, જેથી ભારત વધુ એક ઓવર ન ફેંકી શકે અને લંચ બ્રેક થઈ જાય. જણાવી દઈએ કે, ક્રોલી આવું કરવામાં સફળ પણ રહ્યો અને ટીમ ઈન્ડિયાને બીજી ઓવર નાખવા પણ ના મળી.
આ ઘટનાથી ભારતીય ટીમમાં રોષ ફેલાયો હતો. સિરાજ પોતે ઝેક ક્રોલીના આ કૃત્યથી ખૂબ જ નાખુશ હતો. ભારતીય કેપ્ટન શુભમન ગિલ અને બાકીના ખેલાડીઓએ પણ ક્રોલીના આ કૃત્ય પર નારાજગી વ્યક્ત કરી હતી. થોડા સમય માટે મેદાન પર વાતાવરણ ગરમાયું હતું. જો કે, ઝેક ક્રોલીએ જે કૃત્ય કર્યું તે કોઈ નિયમ વિરુદ્ધ નહોતું.
સોશિયલ મીડિયા પર ટીકા થઈ
ઘણી વખત ખેલાડીઓ પોતાની ટીમની રણનીતિના ભાગ રૂપે આવું કરે છે. સોશિયલ મીડિયા પર ભારતીય ચાહકો આ ઘટનાની ટીકા કરી રહ્યા છે અને ઈંગ્લેન્ડના બેટ્સમેન પર બેઈમાનીનો આરોપ લગાવી રહ્યા છે.
આ લેખ લખાય ત્યાં સુધી ઇંગ્લેન્ડે 256 રન બનાવ્યા છે અને 4 વિકેટ ગુમાવી છે. રુટ હાલમાં 11 રન અને કેપ્ટન સ્ટોક્સ 5 રન બનાવીને ક્રીઝ પર ઊભા છે. ઇંગ્લેન્ડને જીતવા માટે હજુ 113 રનની જરૂર છે, જ્યારે ભારતને જીતવા માટે હજુ પણ 6 વિકેટ લેવાની છે.
