IND vs ENG : લોર્ડ્સમાં હાર બાદ ટીમ ઈન્ડિયાએ સંકટમોચનની કરી પ્રાર્થના, ડ્રેસિંગ રૂમમાં ગુંજી ઉઠી હનુમાન ચાલીસા
માન્ચેસ્ટર ટેસ્ટ 23 જુલાઈથી શરૂ થશે. ટીમ ઈન્ડિયાએ આ મેચ માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભારતીય ક્રિકેટ ટીમે ગુરુવારે બેકનહામમાં પ્રેક્ટિસ કરી હતી અને આ દરમિયાન તેના ડ્રેસિંગ રૂમમાં હનુમાન ચાલીસા ગુંજી ઉઠી હતી.

ભારતીય ક્રિકેટ ટીમે માન્ચેસ્ટર ટેસ્ટ માટે બેકનહામમાં પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. લગભગ બધા ખેલાડીઓએ આ પ્રેક્ટિસમાં ભાગ લીધો હતો અને ટેસ્ટ શ્રેણીમાં વાપસી કરવા માટે ખૂબ જ મહેનત કરી હતી. જ્યારે ભારતીય ટીમ બેકનહામમાં પ્રેક્ટિસ કરી રહી હતી, ત્યારે ટીમના ડ્રેસિંગ રૂમમાં હનુમાન ચાલીસા ગુંજતી હતી. આ વીડિયો સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થયો છે.
હનુમાનજીના શરણમાં ટીમ ઈન્ડિયા
જ્યારે ટીમ ઈન્ડિયા બેકનહામમાં પ્રેક્ટિસ કરી રહી હતી, ત્યારે ટીમના ડ્રેસિંગ રૂમનો દરવાજો ખુલ્લો હતો અને ત્યાંથી હનુમાન ચાલીસાનો અવાજ આવી રહ્યો હતો. આ વીડિયો રેવસ્પોર્ટ્સના કેમેરામાં કેદ થયો હતો અને હવે તે સોશિયલ મીડિયા પર ફેલાઈ ગયો છે. આ વીડિયોમાં ટીમના બાકીના ખેલાડીઓ પ્રેક્ટિસ કરતા જોવા મળે છે. જ્યારે ડ્રેસિંગ રૂમની બહાર મોહમ્મદ સિરાજ અને રિષભ પંત ખૂબ જ ગંભીર વાતચીત કરતા જોવા મળે છે.
View this post on Instagram
માન્ચેસ્ટરમાં જીત જરૂરી
તમને જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયા એક દિવસ બેકનહામમાં પ્રેક્ટિસ કરશે અને ત્યારબાદ એક દિવસ આરામ કરશે અને 19 જુલાઈએ ટીમ ઈન્ડિયા માન્ચેસ્ટર જવા રવાના થશે. ટીમ ઈન્ડિયા માટે માન્ચેસ્ટર ટેસ્ટ જીતવી ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે તે પાંચ મેચની ટેસ્ટ શ્રેણીમાં 1-2 થી પાછળ છે. લીડ્સ ટેસ્ટ હાર્યા બાદ, ટીમ ઈન્ડિયાએ એજબેસ્ટનમાં જીત મેળવી હતી પરંતુ લોર્ડ્સ ટેસ્ટમાં ભારતની હાર થઈ હતી. હવે જો માન્ચેસ્ટર ટેસ્ટમાં હાર મળશે તો શ્રેણી પણ હાથમાંથી સરકી જશે.
બુમરાહ માન્ચેસ્ટરમાં રમશે
માન્ચેસ્ટર ટેસ્ટમાં કોણ રમશે અને કોણ નહીં તે પણ એક મોટો પ્રશ્ન છે. અહેવાલો અનુસાર, જસપ્રીત બુમરાહ માન્ચેસ્ટરમાં પહેલીવાર ટેસ્ટ મેચ રમતો જોવા મળશે. તેજ્યારે રિષભ પંત રમશે કે નહીં તે અંગે કોઈ અપડેટ નથી. કરુણ નાયર પ્લેઈંગ ઈલેવનમાં રહેશે કે નહીં તે પણ એક મોટો પ્રશ્ન છે. આ પ્રશ્નોના જવાબો 23 જુલાઈએ જ મળશે જ્યારે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચોથી ટેસ્ટ શરૂ થશે.
આ પણ વાંચો: IND vs ENG : લોર્ડ્સમાં હાર બાદ માન્ચેસ્ટરમાં નહીં રમે બુમરાહ ? સ્ટાર બોલરના રમવા અંગે થયો મોટો ખુલાસો
