IND vs ENG: લિડ્સમાં હેડિંગ્લે ટેસ્ટ દરમ્યાન આજે કેવો રહેશે મોસમનો મિજાજ, વરસાદ વિઘ્ન સર્જશે કે કેમ ? જાણો

ભારત અને ઇંગ્લેન્ડ (India vs England) વચ્ચે આજે બુધવારે લીડ્સ ના હેડિંગ્લે સ્ટેડિયમમાં સિરીઝની ત્રીજી ટેસ્ટ મેચ રમાનારી છે. ભારતીય ટીમ લોર્ડઝ ટેસ્ટ મેચમાં જીત બાદ સિરીઝમાં 1-0 થી આગળ છે.

IND vs ENG: લિડ્સમાં હેડિંગ્લે ટેસ્ટ દરમ્યાન આજે કેવો રહેશે મોસમનો મિજાજ, વરસાદ વિઘ્ન સર્જશે કે કેમ ? જાણો
Headingley Stadium
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 25, 2021 | 9:43 AM

ભારતીય ટીમ (Team India) બુધવારથી હેન્ડિંગ્લે (Headingley) ખાતે ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી પાંચ ટેસ્ટની શ્રેણીની ત્રીજી મેચ રમવા જઈ રહી છે. ભારત આ શ્રેણીમાં 1-0થી આગળ છે. શ્રેણીની પ્રથમ મેચ ટ્રેન્ટ બ્રિજ ખાતે રમાઈ હતી. આ મેચ ડ્રો રહી હતી. લોર્ડ્સ ખાતેની બીજી મેચમાં ભારતે 151 રનથી ઐતિહાસિક વિજય મેળવ્યો હતો.

ભારતીય ટીમ પ્રથમ ટેસ્ટમાં પણ જીતની નજીક હતી. પરંતુ તેની નજીક આવ્યા બાદ તે જીત ચૂકી ગઈ હતી. ચાર દિવસની શાનદાર રમત બાદ છેલ્લા દિવસે વરસાદ ભારતને વિજયથી દૂર લઇ ગયો હતો. હવે ભારતીય ટીમ શ્રેણીમાં અજેય લીડ લેવા માટે હેડિંગ્લે ઉતરશે, પરંતુ ફરી એક વખત વરસાદની ભૂમિકા મહત્વની રહેશે.

લીડ્સમાં વાતાવરણ ટીમ ઇન્ડીયાનો સાથ આપશે

ટ્રેન્ટ બ્રિજ મેચ દરમ્યાન વરસાદે ભારતની રમત બગાડી હતી, પરંતુ લોર્ડ્સમાં એવું થયું ન હતું. લોર્ડ્સમાં વરસાદ નહોતો વરસ્યો અને ભારતે મેચ જીતી લીધી હતી. હેડિંગ્લે ઓવલ ખાતે લીડ્સમાં હવામાન કેવું રહેશે તેના પર ક્રિકેટ ચાહકોની નજર છે. યુનાઇટેડ કિંગ્ડમની હવામાન કચેરીએ તેની વેબસાઇટ પર જણાવ્યું હતું કે, હેડિંગ્લે દિવસના મોટાભાગના દિવસો વાદળછાયું રહેશે. પરંતુ મેચ દરમિયાન વરસાદની ખાસ કોઈ શક્યતા નથી.

Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે

લીડ્સમાં તાપમાન 23-13 ડિગ્રી, ભેજ 93-85%, પવનની આગાહી 10-15 કિમી પ્રતિ કલાક રહેવાનુ અનુમાન છે. ટેસ્ટ મેચના પાંચ દિવસોમાં હવામાનમાં કોઈ ખાસ ફેરફાર થવાનો નથી. જો કે તે જરૂરી નથી કે તે સંપૂર્ણપણે સચોટ હશે. લોર્ડ્સ ટેસ્ટમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી ન હતી, પરંતુ પ્રથમ દિવસે વરસાદને કારણે મેચ મોડી શરૂ થઈ હતી.

ભારત પાસે અજેય લીડ હાંસલ કરવાની તક

ભારત પાસે લીડ્સ ટેસ્ટ મેચ જીતીને શ્રેણીમાં અજેય લીડ લેવાની તક હશે. જોકે આ વખતે તે એટલું સરળ રહેશે નહીં. ઈંગ્લેન્ડની ટીમે કેટલાક ફેરફાર કર્યા છે અને કેટલાક મહત્વના ખેલાડીઓ ટીમમાં પરત ફર્યા છે. ભારત માટે સૌથી મોટો પડકાર ઇંગ્લેન્ડનો કેપ્ટન જો રૂટ હશે જે શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે.

 આ પણ વાંચોઃ IND vs ENG: આ રીતે મોહમ્મદ સિરાજ ખૂંખાર બોલર બન્યો, વિરાટ કોહલીએ હેડિંગ્લે ટેસ્ટ પહેલા ખોલ્યુ રાઝ, જાણો

આ પણ વાંચોઃ IND vs ENG, 3rd Test Preview: વિરાટ કોહલીનો ગજબનો આત્મવિશ્વાસ, આ બે ઇરાદાથી ઇંગ્લેન્ડ પર હેડિંગ્લે ટેસ્ટમાં જીત મેળવશે

g clip-path="url(#clip0_868_265)">