IND vs ENG: ઋષભ પંતના પોઝિટિવ થયા બાદ વિવાદનો નવો ફણગો ફુટ્યો, BCCI એન્ટી કરપ્શન યૂનિટ પર ઉઠ્યા સવાલ

ઈંગ્લેન્ડ પ્રવાસ દરમ્યાન ખેલાડીઓને અપાયેલી રજાઓ દરમ્યાન, ભારતીય ટીમના વિકેટકીપર બેટ્સનમેન ઋષભ પંત કોરોના પોઝિટિવ થયો છે. તેના પોઝિટિવ થવા દરમ્યાન હવે વિવાદ સર્જતા સવાલો ઉઠવા લાગ્યા છે.

IND vs ENG: ઋષભ પંતના પોઝિટિવ થયા બાદ વિવાદનો નવો ફણગો ફુટ્યો, BCCI એન્ટી કરપ્શન યૂનિટ પર ઉઠ્યા સવાલ
BCCI
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 15, 2021 | 11:25 PM

ઈંગ્લેન્ડ પ્રવાસ (England Tour) દરમ્યાન હવે નવો વિવાદ છેડાયો છે. BCCIના એક અધિકારીએ જ સવાલ ઉઠાવ્યા છે. પહેલા તો ત્રણ સપ્તાહની રજા માણવા દરમ્યાન ઋષભ પંતે (Rishabh Pant) કોરોના પોઝિટિવ (Corona Positive) જણાયો છે. તેના ઉપરાંત થ્રોડાઉન સ્પેશિયાલીસ્ટ દયાનંદ પણ કોરોના પોઝિટિવ જણાઈ આવ્યા છે. ઋષભ પંતે લંડનમાં આ દરમ્યાન એક ટ્રાવેલ્સ કંપનીના માલિક દ્વારા અપાયેલી વ્યવસ્થાઓનો ઉપયોગ કર્યો હતો. તેમના ઘરે જ રોકાણ કર્યુ હોવાનું પણ સામે આવ્યુ છે. જેને લઈને હવે વિવાદ છેડાવવા લાગ્યો છે.

ખેલાડીઓ રજાઓ દરમ્યાન ઈંગ્લેન્ડમાં છૂટથી ફર્યા હતા. જેને લઈ BCCI ના એક પદાધીકારીએ એન્ટી કરપ્શન યૂનિટ (Anti Corruption Unit)ના વલણને લઈને સવાલો કર્યા છે. તેમણે કહ્યું હતુ કે વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત એક બિઝનેસમેનની હોસ્પિટાલીટી ભોગવી રહ્યો હતો. રજાઓ અને ત્યારબાદ શ્રેણી રમાનારી હોય તો એન્ટી કરપ્શન યૂનિટે ધ્યાન રાખવુ જોઈતુ હતુ.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

પદાધીકારીએ સવાલ ઉઠાવ્યો હતો કે BCCI ની એન્ટી કરપ્શન યૂનિટ શું કરી રહ્યુ હતુ. મોટાભાગના ખેલાડીઓ હોટલમાં રોકાણ કરી રહ્યા હતા. પંત બિઝનેસમેનની સુવિધાઓમાં હતો. લંડનમાં રહેતા અને ટ્રાવેલ્સ કંપનીના માલિક કુલજીંદર બહિયા છે. જેઓ અનેક ભારતીય ક્રિકેટરોના મિત્ર રહ્યા છે. જેમાં પૂર્વ કેપ્ટન એમએસ ધોનીના તેઓ દોસ્ત હતા. જેને લઈ ધોનીએ જ ઋષભ પંતની મુલાકાત બહિયા સાથે કરાવી હતી.

બિઝનેસમેનના ઘરે ક્વોરન્ટાઈન હેઠળ છે પંત

ટ્રાવેલ્સ કંપનીના માલિકા કુલજીંદર બહિયાના ઘરે જ લંડનમાં ઋષભ પંત રોકાયો છે. હાલમાં પણ પંત તેમના ઘરે ક્વોરન્ટાઈન પિરીયડ ગાળી રહ્યો છે. ઋષભ પંત અને કુલજીંદર બહિયાનો પુત્ર બંને સાથે ઈંગ્લેન્ડ અને જર્મની વચ્ચે રમાયેલ યૂરો કપની મેચ માણી હતી. આમ હવે કુલજીંદર સાથે ઋષભ પંતની થયેલી નિકટતાને લઈને હવે સવાલો છેડાવા લાગ્યા છે. કારણ કે આ દરમ્યાન તેને અનેક લોકો સાથે મળવાનું થયુ હશે. સાથે જ તેમને બિઝનેસમેનની સુવિધાઓનો ઉપયોગ કર્યો છે.

આ પણ વાંચોઃ IND vs ENG: કોરોના પ્રોટોકોલને લઈ ઋષભ પંત જ નહીં મંગળવારે વધુ એક વિકેટકીપર મેદાનમાં નહીં રમી શકે

આ પણ વાંચોઃ Yuvraj Singhની ખૂબસૂરત Ex ગર્લફ્રેન્ડ સાથે આ દિગ્ગજ ખેલાડીનું નામ જોડાયુ, બંનેની તસ્વીરો થઇ વાયરલ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">