IND vs ENG: સૌરવ ગાંગુલી સાથેના વિવાદોના સમાચારો વચ્ચે કોચ રવિ શાસ્ત્રીએ એક કિસ્સો રજૂ કર્યો
ભારત અને ઇંગ્લેન્ડ (India vs Englagand) વચ્ચે હાલમાં 5 ટેસ્ટ મેચોની સિરીઝ રમાઇ રહી છે. સિરીઝ હાલમાં 1-1 થી બરાબરી પર છે. સિરીઝની ચોથી ટેસ્ટ મેચ આજથી ઓવલ (Oval Test) માં રમાનારી છે. જેમાં બંને ટીમો સિરીઝમાં લીડ આગળ વધારવા ઇચ્છશે.
સૌરવ ગાંગુલી (Sourav Ganguly) અને રવિ શાસ્ત્રી (Ravi Shastri) વચ્ચે અણબનના સમાચાર જાણીતા છે. જ્યારે ગાંગુલી BCCI ની CAC માં હતા, ત્યારે તેમણે કોચ પદ માટે ઇન્ટરવ્યૂ આપવા આવેલા રવિ શાસ્ત્રીને ના કહી દીધી હતી અને અનિલ કુંબલેની પસંદગી કરી હતી. જોકે, કુંબલેના ખસી ગયા બાદ તેમણે શાસ્ત્રીની પસંદગી કરી હતી. ગાંગુલી જ્યારે BCCI ના પ્રમુખ બન્યા ત્યારે પણ એવા અહેવાલો આવ્યા હતા કે તેનાથી શાસ્ત્રીને નુકસાન થઈ શકે છે. પરંતુ એવું બન્યું નહીં અને બંનેએ પોતપોતાની જવાબદારી પર ધ્યાન આપ્યુ હતુ.
આ બંને વચ્ચેનો સંઘર્ષ નવો નથી. શાસ્ત્રી ભૂતકાળમાં પણ ટીમ ઇન્ડિયા સાથે રહ્યા છે અને ગાંગુલી તે સમયે ટીમનો ભાગ હતા. શાસ્ત્રીને તે સમયનો એક રસપ્રદ કિસ્સો યાદ છે. આ સાથે, શાસ્ત્રીએ ગાંગુલી સાથેના તેના સંબંધો વિશે પણ વાત કરી છે.
શાસ્ત્રીએ કહ્યું કે, એક વખત જ્યારે તે ટીમનો મેનેજર હતા. ત્યારે ગાંગુલી મોડો પડ્યો હતો અને તેથી જ તે (શાસ્ત્રી) બસ લઈને મેદાન તરફ નિકળી ગયા હતા અને ગાંગુલીને છોડી દીધો હતો. શાસ્ત્રી એ મીડિયા રિપોર્ટસમાં વાત કરતા આ ઘટના જણાવી હતી. તેમણે કહ્યું, જો કોઈ બસ માટે મોડું આવે તો બસ રવાના થઈ જાય. પછી તે ગમે તે હોય, તે દિવસે તે ગાંગુલી હતો.
ગાંગુલી વિશે આમ કહ્યું
જ્યારે શાસ્ત્રીને પૂછવામાં આવ્યું કે શું ગાંગુલીને આ યાદ છે અને તેઓ હજુ પણ તેના વિશે કડવાશ ધરાવે છે ? તો શાસ્ત્રીએ કહ્યું કે, આવું નથી. બંને વચ્ચે સારી મિત્રતા છે. તેણે કહ્યું કે તે એક જ ટીમ માટે રમ્યો છે અને મીડિયાએ એવી વાતો બનાવી છે જેનો તે આનંદ પણ લઇ રહ્યા છે. તેણે કહ્યું, “બિલકુલ નહીં. જ્યારે તે ઈંગ્લેન્ડમાં હતા, ત્યારે મેં તેની સાથે વાત કરી હતી. મેં તેમનું ઘણું ક્રિકેટ જોયું છે. તે જે ટીમ માટે રમ્યા છે જેની સાથે હું (ટાટા સ્ટીલ) રમ્યો છું. હું ટાટા સ્ટીલ માટે કેપ્ટન તરીકે રમ્યો છું અને તે મારી કેપ્ટનશીપમાં રમ્યો છે.
અમે લાંબા સમય સુધી સાથે રમ્યા છીએ. મીડિયાને આ પ્રકારની વાર્તાઓ પસંદ છે. તેમને આવી ભેલપુરી અને ચાટ ગમે છે અને તે તેમાંથી સારો મસાલો બનાવે છે. મને પણ આવી વાર્તાઓમાં મજા આવે છે.
ટેસ્ટ શ્રેણી પર ધ્યાન
શાસ્ત્રી હાલમાં ઈંગ્લેન્ડમાં ભારતીય ટીમ સાથે છે. ભારત અને ઈંગ્લેન્ડ (India vs England) વચ્ચે પાંચ મેચની ટેસ્ટ શ્રેણી રમાઈ રહી છે. શ્રેણી હાલમાં 1-1 ની બરાબરી પર છે. બંને ટીમો વચ્ચે ચોથી મેચ ગુરુવારથી ઓવલમાં (Oval Test) શરૂ થઈ રહી છે. આ મેચ જીતીને બંને ટીમો શ્રેણીમાં લીડ મેળવવા ઈચ્છશે.