AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs ENG : માન્ચેસ્ટરમાં જીત ન મળતા ઈંગ્લેન્ડે બદલી ટીમ, 3 વર્ષ બાદ આ ખેલાડીનું કમબેક

ઈંગ્લેન્ડ હાલમાં ભારત સામે 5 ટેસ્ટ મેચની શ્રેણીમાં 2-1થી આગળ છે. માન્ચેસ્ટરમાં રમાયેલી ટેસ્ટ ડ્રો રહી હતી, ત્યારબાદ તેમણે પાંચમી ટેસ્ટ માટે પોતાની ટીમમાં ફેરફાર કર્યા છે. અને માત્ર એક ટેસ્ટ રમનાર ખેલાડીને ટીમમાં સામેલ કર્યો છે. જાણો અંતિમ ટેસ્ટ માટે કેવી છે ઈંગ્લેન્ડની ટીમ.

IND vs ENG : માન્ચેસ્ટરમાં જીત ન મળતા ઈંગ્લેન્ડે બદલી ટીમ, 3 વર્ષ બાદ આ ખેલાડીનું કમબેક
EnglandImage Credit source: PTI
| Updated on: Jul 28, 2025 | 3:58 PM
Share

ઈંગ્લેન્ડે ઓવલ ખાતે ભારત સામે રમાનારી શ્રેણીની છેલ્લી અને પાંચમી ટેસ્ટ માટે ટીમની જાહેરાત કરી છે. પાંચમી ટેસ્ટ માટે પસંદ કરાયેલી 15 સભ્યોની ઈંગ્લેન્ડ ટીમની ખાસ વાત એ છે કે તેમણે 3 વર્ષ પહેલા પોતાની કારકિર્દીની એકમાત્ર ટેસ્ટ રમનાર ખેલાડીને તક આપી છે. ઈંગ્લેન્ડે માન્ચેસ્ટરમાં રમાયેલી ચોથી ટેસ્ટ બાદ છેલ્લી ટેસ્ટ માટે ટીમની જાહેરાત કરી હતી. ઈંગ્લેન્ડ હાલમાં ભારત સામેની 5 ટેસ્ટની શ્રેણીમાં 2-1થી આગળ છે.

પાંચમી ટેસ્ટ માટે ઈંગ્લેન્ડની ટીમ જાહેર

માન્ચેસ્ટર ટેસ્ટના પ્રથમ દાવમાં 311 રનની મોટી લીડ મેળવ્યા બાદ ઈંગ્લેન્ડ જીતની આશા રાખી રહ્યું હતું. પરંતુ, ભારતીય બેટ્સમેનોએ તેમની આશાઓ પર પાણી ફેરવી દીધું. પરિણામે, ઈંગ્લેન્ડને ડ્રો થી સંતોષ માનવો પડ્યો. આવી સ્થિતિમાં, ઓવલ ખાતે રમાનારી પાંચમી ટેસ્ટ મહત્વપૂર્ણ બની ગઈ છે. ઈંગ્લેન્ડે પાંચમી ટેસ્ટ માટે ઓલરાઉન્ડર જેમી ઓવરટનને ટીમમાં સામેલ કર્યો છે.

ઓવરટનનું 3 વર્ષ બાદ ટેસ્ટ ટીમમાં કમબેક

જેમી ઓવરટને 2022માં ઈંગ્લેન્ડ માટે ડેબ્યૂ કર્યું હતું. તેણે લીડ્સમાં ન્યુઝીલેન્ડ સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું, જેમાં તેણે 2 વિકેટ લીધી હતી અને બંને ઈનિંગ્સમાં 97 રન બનાવ્યા હતા. જોકે, તે એક ટેસ્ટ પછી, જેમી ઓવરટનને ઈંગ્લેન્ડની ટેસ્ટ ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. પરંતુ હવે તે 3 વર્ષ પછી ફરી પાછો ફર્યો છે. અને, એવી પણ શક્યતા છે કે પાંચમી ટેસ્ટ માટે ઈંગ્લેન્ડની પ્લેઈંગ ઈલેવનમાં તેનું સ્થાન પણ નિશ્ચિત છે.

પાંચમી ટેસ્ટ માટે ઈંગ્લેન્ડની 15 સભ્યોની ટીમ

બેન સ્ટોક્સ (કેપ્ટન), જો રૂટ, ક્રિસ વોક્સ, ઝેક ક્રોલી, હેરી બ્રુક, બેન ડકેટ, બ્રાયડન કાર્સ, ગુસ એટકિન્સન, જેમી ઓવરટન, ઓલી પોપ, લિયામ ડોસન, જેમી સ્મિથ, જેકબ બેથેલ, જોફ્રા આર્ચર, જોશ ટંગ

આ પણ વાંચો: 114 બોલમાં બેવડી સદી, સતત 5 સદી, હવે ટીમ ઈન્ડિયામાં રિષભ પંતની જગ્યાએ થયો સામેલ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
g clip-path="url(#clip0_868_265)">