IND vs BAN : ચેન્નાઈ ટેસ્ટમાં ઋષભ પંત નર્વસ હતો અને કોઈ રિસ્ક લેવા માંગતો ન હતો

|

Sep 22, 2024 | 4:29 PM

ભારતે બાંગ્લાદેશ વિરુદ્ધ શાનદાર પ્રદર્શન કર્યું છે. ભારતીય ટીમે ચેન્નાઈમાં રમાયેલી પહેલી ટેસ્ટ મેચ માત્ર 4 દિવસમાં જીતી લીધી છે. આ મેચમાં પંતે સદી ફટકારી છે. પંતે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ઈતિહાસમાં સૌથી વધારે સિક્સ ફટકાવનાર દુનિયાનો ત્રીજો બેટ્સમેન પણ બન્યો છે.

IND vs BAN : ચેન્નાઈ ટેસ્ટમાં ઋષભ પંત નર્વસ હતો અને કોઈ રિસ્ક લેવા માંગતો ન હતો

Follow us on

ભારતે બાંગ્લાદેશને ચેન્નાઈ ટેસ્ટ મેચમાં ચોથા દિવસે લંચ પહેલા જ હરાવ્યું છે. ટેસ્ટ મેચમાં લોકલ બોય રવિચંદ્રન અશ્વિને સદી ફટકારી હતી. તેમજ 6 વિકેટ પણ લીધી છે. તેના સિવાય પંત પણ સદી ફટકારી ટેસ્ટ ક્રિકેટમાં 21 મહિના બાદ વાપસી કરી છે. શુભમન ગિલે સદી ફટકારી તો રોહિત શર્મા અને વિરાટ કોહલી માટે પહેલી ટેસ્ટ મેચ સારી રહી નથી.ટેસ્ટ મેચના ચોથા દિવસે બાંગ્લાદેશની ટીમ 357 રનના ટાર્ગેટના જવાબમાં 234 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

કોઈ રિસ્ક લેવા માંગતો ન હતો

ટેસ્ટ વિકેટકીપર પંતના કારણે પણ આ મેચ યાદ રાખવામાં આવશે. જેમણે આ મેચની સાથે ટેસ્ટ ક્રિકેટમાં વાપસી કરી અને એક સદી ફટકારી હતી. ટેસ્ટ ક્રિકેટમાં શાનદાર ઈનિગ્સ રમનાર પંતે મેચ બાદ જણાવ્યું કે, તે ખુબ નર્વસ હતો અને કોઈ રિસ્ક લેવા માંગતો ન હતો.ચેપોકમાં રમાયેલી આ મેચમાં ટીમ 6 મહિના બાદ ટેસ્ટ મેચ રમી રહી હતી. તેમજ પંત દોઢ વર્ષથી વધુ સમય બાદ આ ફોર્મેટમાં રમતો જોવા મળ્યો હતો. 2022માં અકસ્માત બાદ ઈજાગ્રસ્ત થયો હતો. અકસ્માત પહેલા પણ પંત બાંગ્લાદેશ વિરુદ્ધ ટેસ્ટ મેચ રમી હતી. આ વર્ષ આઈપીએલમાં તેની ક્રિકેટમાં વાપસી થઈ છે. અને ટીમ ઈન્ડિયાએ ટી20 વર્લ્ડકપ જીત્યો તેનો પણ ભાગ રહ્યો છે.

સીડી વગર એક્ઝોસ્ટ ફેનમાંથી ધૂળ સાફ કરવાનો જુગાડ
ખાલી પેટ લવિંગનું પાણી પીવાથી જાણો શું થાય છે?
સારા પ્રસંગમાં દરેકના ઘરે બનતો ઘઉંના લોટનો કંસાર આ રીતે બનાવો
શું વાત કરતા કરતાં તમારો ફોન કોલ ડિસ્કનેક્ટ થઈ જાય છે? જાણો કારણ
નીતા અંબાણી આકાશ-શ્લોકાની પુત્રી સાથે કર્યું ટ્વિનિંગ, જુઓ દાદી અને પૌત્રીનો ધમાકેદાર ડાન્સ
Bank of Baroda આપી રહી છે SBI કરતા સસ્તી કાર લોન, 5 વર્ષ માટે 8,00,000 ની લોન પર EMI કેટલી?

 

 

કેમ નર્વસ હતો પંત, જાણો

ટીમ ઈન્ડિયાની જીત બાદ પંતે જણાવ્યું કે, કેમ તે નર્વસ હતો. પંતે કહ્યું અંદાજે 2 વર્ષ બાદ ટેસ્ટ ક્રિકેટમાં વાપસી કરવી આનું મોટું કારણ હતુ. પંતે ટેસ્ટ ક્રિકેટને પોતાના દિલને નજીક ગણાવી છે. તે રિસ્ક લેવા પણ માંગતો ન હતો. તેમણે પરિસ્થિતિ મુજબ રમવાનો નિર્ણય લીધો હતો. તેનો આ નિર્ણય એકદમ સાચો સાબિત થયો. કારણ કે, ગિલની સાથે 167 રનની પાર્ટનરશીપ કરી અને 109 રન બનાવ્યા હતા.તેમણે ભાવુક થતા કહ્યું સદી મારા માટે મહત્વની નથી. ટેસ્ટ ક્રિકેટમાં વાપસી મારા માટે ખુબ ખાસ છે.

આ સિવાય પંતનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો શનિવારનો છે. જેમાં ટીમ ઈન્ડિયાનો વિકેટકીપર બેટ્સમેન પંત બાંગ્લાદેશની ફીલ્ડિંગ સેટ કરતો જોવા મળ્યો હતો. રસપ્રદ વાત એ છે કે, તેની આ વાત બાંગ્લાદેશના કેપ્ટન નજમુલ હુસૈને માની પણ લીધી હતી. આ વીડિયોમાં પંત કહી રહ્યો હતો એક ઈધર આયે, એક કમ ફીલ્ડર હૈ,

Next Article