AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs AUS: ઓસ્ટ્રેલિયા સામે મેદાનમાં ઉતરતા જ રોહિત શર્મા રચશે ઈતિહાસ, આ ખાસ સિદ્ધિ હાંસલ કરશે

રોહિત શર્મા ઓસ્ટ્રેલિયા સામે પર્થ વનડેમાં મેદાનમાં ઉતરતાની સાથે જ ઈતિહાસ રચવા માટે તૈયાર છે. રોહિત શર્મા એક ખાસ સિદ્ધિ હાંસલ કરશે અને તે આ કમાલ કરનાર વિશ્વનો 11મો ખેલાડી બનશે.

IND vs AUS: ઓસ્ટ્રેલિયા સામે મેદાનમાં ઉતરતા જ રોહિત શર્મા રચશે ઈતિહાસ, આ ખાસ સિદ્ધિ હાંસલ કરશે
Rohit SharmaImage Credit source: PTI
| Updated on: Oct 16, 2025 | 7:22 PM
Share

ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસ માટે પહોંચી ગઈ છે. આ પ્રવાસ 19 ઓક્ટોબરથી શરૂ થશે, જેમાં ત્રણ મેચની ODI શ્રેણીની પહેલી મેચ પર્થના ઓપ્ટસ સ્ટેડિયમ ખાતે રમાશે. મહત્વની વાત એ છે કે પર્થમાં ઓસ્ટ્રેલિયા સામેની પહેલી ODI રોહિત શર્મા માટે ખાસ રહેશે. આ મેચ રોહિત શર્માના આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં એક સીમાચિહ્નરૂપ બનવા જઈ રહી છે. હવે તમે વિચારી રહ્યા હશો કે કેવી રીતે? તો, ફક્ત એટલું જાણી લો કે રોહિત શર્મા આ મેચ માટે મેદાનમાં ઉતરતાની સાથે જ ઈતિહાસ રચશે.

રોહિત શર્મા પોતાની 500મી મેચ રમશે

હવે , ચાલો જાણીએ કે રોહિત શર્મા શું ઈતિહાસ બનાવવાનો છે. આ તેની 500મી આંતરરાષ્ટ્રીય મેચ સાથે સંબંધિત છે. પર્થમાં ઓસ્ટ્રેલિયા સામેની પહેલી ODI રોહિત શર્માની 500મી આંતરરાષ્ટ્રીય મેચ હશે. જો તેને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવે છે, તો તે ભારતનો પાંચમો ખેલાડી અને 500 આંતરરાષ્ટ્રીય મેચ રમનાર વિશ્વનો 11મો ખેલાડી બનશે.

500 મેચ રમનાર પાંચમો ભારતીય

ભારતીયોમાં, 500 આંતરરાષ્ટ્રીય મેચ રમવાનો રેકોર્ડ સચિન તેંડુલકર (664 મેચ), વિરાટ કોહલી (550 મેચ), એમએસ ધોની (535 મેચ) અને રાહુલ દ્રવિડ (504 મેચ) ના નામે છે. 2007માં ડેબ્યૂ કરનાર રોહિત શર્મા પાસે હાલમાં 499 આંતરરાષ્ટ્રીય મેચ છે, જેમાં 67 ટેસ્ટ, 273 વનડે અને 159 T20 મેચનો સમાવેશ થાય છે.

વિશ્વનો 11 મો ખેલાડી

ચાર ભારતીયો ઉપરાંત, 500 કે તેથી વધુ આંતરરાષ્ટ્રીય મેચ રમનારા વિશ્વના ટોચના 10 ખેલાડીઓમાં શ્રીલંકાના મહેલા જયવર્ધને (652 મેચ), કુમાર સંગાકારા (594 મેચ), સનથ જયસૂર્યા (586 મેચ), ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન કેપ્ટન રિકી પોન્ટિંગ (560 મેચ), પાકિસ્તાનના શાહિદ આફ્રિદી (524 મેચ) અને દક્ષિણ આફ્રિકાના જેક્સ કાલિસ (519 મેચ)નો સમાવેશ થાય છે.

રોહિતનું 499 આંતરરાષ્ટ્રીય મેચોમાં પ્રદર્શન

રોહિત શર્માએ પોતાની 500મી મેચ રમતા પહેલા 499 મેચોમાં 19,700 રન બનાવ્યા છે, જેમાં 49 સદીનો સમાવેશ થાય છે. આમાં ટેસ્ટમાં 4,301 રનનો સમાવેશ થાય છે, જેમાં 12 સદી પણ સામેલ છે. વનડેમાં રોહિતના 11,168 રન છે, જેમાં 32 સદી સામેલ છે. T-20 માં પણ તેના 4,231 રન છે, જેમાં 5 સદીનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: Video: જસપ્રીત બુમરાહને આવ્યો ગુસ્સો, મુંબઈ એરપોર્ટ પર કોને જોઈને ચિડાઈ ગયો સ્ટાર ખેલાડી?

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

લસણની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ ! 2 આરોપીની કરી ધરપકડ
લસણની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ ! 2 આરોપીની કરી ધરપકડ
માવઠાથી દાડમના બાગાયત પાકને વ્યાપક અસર, ખેડૂતો દાડમ ફેંકી દેવા મજબૂર
માવઠાથી દાડમના બાગાયત પાકને વ્યાપક અસર, ખેડૂતો દાડમ ફેંકી દેવા મજબૂર
પાકિસ્તાની એજન્સી દ્વારા ભારતીય બોટ પર ફાયરિંગ કરાયુંઃ સૂત્ર
પાકિસ્તાની એજન્સી દ્વારા ભારતીય બોટ પર ફાયરિંગ કરાયુંઃ સૂત્ર
થલતેજ અન્ડરપાસમાં આઈસર ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, એકનું મોત
થલતેજ અન્ડરપાસમાં આઈસર ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, એકનું મોત
આ રાશિના લોકોનું જીવન લેશે નવો વળાંક! અચાનક મળશે મોટી તક, જુઓ Video
આ રાશિના લોકોનું જીવન લેશે નવો વળાંક! અચાનક મળશે મોટી તક, જુઓ Video
માવઠાનો માર ખાનાર ખેડૂતો માટે રૂપિયા 10,000 કરોડનુ રાહત પેકેજ જાહેર
માવઠાનો માર ખાનાર ખેડૂતો માટે રૂપિયા 10,000 કરોડનુ રાહત પેકેજ જાહેર
7 ભારતીય માછીમારનું પાકિસ્તાની એજન્સીએ કર્યું અપહરણ
7 ભારતીય માછીમારનું પાકિસ્તાની એજન્સીએ કર્યું અપહરણ
દરિયાકાંઠે પ્રિવેડિંગ શુટ કરાવવા આવેલ 5 પૈકી એક યુવતીને મોજૂ તાણી ગયું
દરિયાકાંઠે પ્રિવેડિંગ શુટ કરાવવા આવેલ 5 પૈકી એક યુવતીને મોજૂ તાણી ગયું
જાફરાબાદના ખેડૂતોની કફોડી હાલત, સંપૂર્ણ દેવુ માફ કરવાની માગ
જાફરાબાદના ખેડૂતોની કફોડી હાલત, સંપૂર્ણ દેવુ માફ કરવાની માગ
દિવાળી સમયે સુતેલા પરિવાર પર ગાડી ચલાવનાના કેસમાં વધુ એક મોત
દિવાળી સમયે સુતેલા પરિવાર પર ગાડી ચલાવનાના કેસમાં વધુ એક મોત
g clip-path="url(#clip0_868_265)">