AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs AUS : ભારત સામેની છેલ્લી બે ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયાની ટીમમાં મોટા ફેરફારો, આ 2 ખેલાડીઓને મળી તક

ઓસ્ટ્રેલિયાએ છેલ્લી બે ટેસ્ટ માટે ટીમમાં મોટા ફેરફારો કર્યા છે. ઓસ્ટ્રેલિયાએ બે ખેલાડીઓને તક આપી છે, જેમાંથી એક ઓપનિંગની જવાબદારી સંભાળશે અને બીજો બોલિંગની જવાબદા સંભાળતો જોવા મળશે. અહીં જાણો ક્યા ખેલાડીઓને ટીમમાંથી બહાર કરવામાં આવ્યા છે.

IND vs AUS : ભારત સામેની છેલ્લી બે ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયાની ટીમમાં મોટા ફેરફારો, આ 2 ખેલાડીઓને મળી તક
AustraliaImage Credit source: PTI
| Updated on: Dec 20, 2024 | 2:58 PM
Share

ઓસ્ટ્રેલિયાએ ભારત સામેની બાકીની બે ટેસ્ટ માટે ટીમમાં ફેરફાર કર્યા છે. ટીમની ઓપનિંગ જોડીમાં પહેલો ફેરફાર થયો છે. બીજો ફેરફાર બોલિંગમાં જોવા મળ્યો છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આગામી બે ટેસ્ટ મેલબોર્ન અને સિડનીમાં રમાવાની છે. બોક્સિંગ ડે ટેસ્ટ 26 ડિસેમ્બરથી મેલબોર્નમાં યોજાશે. જ્યારે નવા વર્ષની ટેસ્ટ મેચ સિડનીમાં રમાશે. બંને દેશો વચ્ચે 5 ટેસ્ટ મેચની સિરીઝ હાલમાં 1-1 થી બરાબર છે. પર્થમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચ ભારતે જીતી હતી. જ્યારે ઓસ્ટ્રેલિયાએ એડિલેડમાં ડે-નાઈટ રમાયેલી બીજી ટેસ્ટ જીતી હતી. બંને ટીમો વચ્ચે બ્રિસ્બેનમાં ત્રીજી ટેસ્ટ અનિર્ણિત રહી હતી.

હેઝલવુડના સ્થાને ઝાય રિચર્ડસનનો સમાવેશ

ઓસ્ટ્રેલિયન બોલર જોશ હેડલવુડ ટેસ્ટ શ્રેણીની છેલ્લી બે મેચમાંથી બહાર થઈ ગયો છે. ઈજાના કારણે તેને બહાર થવું પડ્યું હતું. હેઝલવુડને બ્રિસબેનમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ દરમિયાન ઈજા થઈ હતી. હેઝલવુડના સ્થાને ઓસ્ટ્રેલિયન ટીમમાં ઝાય રિચર્ડસનનો સમાવેશ કરવામાં આવ્યો છે. રાઈટ આર્મ ફાસ્ટ બોલર ઝાય રિચર્ડસનને અત્યાર સુધી માત્ર 3 ટેસ્ટ રમવાનો અનુભવ છે. શ્રીલંકા અને ઈંગ્લેન્ડ જેવી ટીમો સામે રમાયેલી તે 3 ટેસ્ટમાં રિચર્ડસને કુલ 11 વિકેટ પોતાના નામે કરી છે.

મેકસ્વીનીની જગ્યાએ સેમ કોન્સ્ટાસનો સમાવેશ

ફાસ્ટ બોલિંગમાં આ ફેરફાર સિવાય ટીમમાં બીજો ફેરફાર ઓપનિંગ જોડીમાં જોવા મળ્યો છે. મેલબોર્નમાં યોજાનારી બોક્સિંગ ડે ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાની ઓપનિંગ જોડી બદલાયેલી દેખાશે. નાથન મેકસ્વીની MCGમાં ઉસ્માન ખ્વાજા સાથે ઈનિંગની શરૂઆત કરતો જોવા મળશે નહીં. ઓસ્ટ્રેલિયન ટીમના પસંદગીકારોએ છેલ્લી બે ટેસ્ટ માટે મેકસ્વીનીના સ્થાને સેમ કોન્સ્ટાસને અજમાવવાનો નિર્ણય કર્યો છે. સેમ કોન્સ્ટાસને આ તક ભારત સામેની પ્રેક્ટિસ મેચમાં તેના સારા પ્રદર્શનના કારણે મળી હતી.

છેલ્લી 2 ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયાની ટીમ

પેટ કમિન્સ (કેપ્ટન), ઉસ્માન ખ્વાજા, ટ્રેવિસ હેડ, સ્ટીવ સ્મિથ, શોન એબોટ, સ્કોટ બોલેન્ડ, એલેક્સ કેરી, સેમ કોન્સ્ટાસ, ઝાય રિચાર્ડસન, જોશ ઈંગ્લિશ, માર્નસ લાબુશેન, નાથન લિયોન, મિશેલ માર્શ, મિશેલ સ્ટાર્ક, બ્યુ વેબસ્ટર.

આ પણ વાંચો: Ashwin retirement : સંન્યાસ પછી રવિચંદ્રન અશ્વિને કોલ હિસ્ટ્રી શેર કેમ કરી, જાણો

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
g clip-path="url(#clip0_868_265)">