ક્રિકેટના મેદાન પર ભારત અને પાકિસ્તાન વચ્ચેની લડાઈ હંમેશા ખૂબ જ રસપ્રદ હોય છે. સમયની સાથે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સંઘર્ષનું સ્તર પણ વધી રહ્યું છે. હાલમાં, બોર્ડર-ગાવસ્કર ટ્રોફી હેઠળ ઓસ્ટ્રેલિયાની ધરતી પર બંને ટીમો વચ્ચે પાંચ મેચની ટેસ્ટ શ્રેણી રમાઈ રહી છે. BGT (બોર્ડર-ગાવસ્કર ટ્રોફી)ની શરૂઆત પહેલા વાતાવરણ ઓસ્ટ્રેલિયાની તરફેણમાં હતું.
ક્રિકેટ જગતના મોટા ભાગના દિગ્ગજોએ ઓસ્ટ્રેલિયા શ્રેણીમાં વિજેતા બનવાની આગાહી કરી હતી પરંતુ ભારતે પર્થમાં શાનદાર જીત નોંધાવીને ઓસ્ટ્રેલિયાની યોજનાને બરબાદ કરી દીધી હતી. હવે બંને ટીમો 6 ડિસેમ્બરથી શરૂ થનારી શ્રેણીની બીજી ટેસ્ટ માટે તૈયાર છે જે ડે-નાઈટ પિંક બોલ ટેસ્ટ હશે. આ પહેલા ઓસ્ટ્રેલિયાના એક ખેલાડીએ બુમરાહ અને ટીમ ઈન્ડિયા સામે ઓસ્ટ્રેલિયાની યોજનાનો ખુલાસો કર્યો છે.
પર્થ ટેસ્ટ દરમિયાન ભારતના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે ઓસ્ટ્રેલિયાની બેટિંગને તબાહ કરી નાખી હતી. તેણે પ્રથમ દાવમાં 5 અને બીજી ઈનિંગમાં ત્રણ વિકેટ ઝડપી હતી. હવે બીજી ટેસ્ટને ધ્યાનમાં રાખીને ઓસ્ટ્રેલિયાના વિકેટકીપર બેટ્સમેન એલેક્સ કેરીએ પ્રેસ કોન્ફરન્સમાં તેની સામેની રણનીતિ વિશે કહ્યું, ‘બુમરાહ એક શાનદાર બોલર છે અને તે છેલ્લા ઘણા સમયથી સારૂ પ્રદર્શન કરી રહ્યો છે. અમારા બેટ્સમેન પણ વર્લ્ડ ક્લાસ છે અને હંમેશા ઉકેલ શોધવાના રસ્તાઓ શોધે છે. અમે માત્ર બુમરાહ જ નહીં પરંતુ ટીમ ઈન્ડિયાના અન્ય બોલરોનો પણ સામનો કરવાનો રસ્તો શોધીશું.
પ્રથમ ટેસ્ટમાં બુમરાહની શાર્પ બોલિંગ સામે ઓસ્ટ્રેલિયન ટીમે શરણાગતિ સ્વીકારી હતી. એડિલેડ ઓવલમાં રમાનારી બીજી ટેસ્ટ પહેલા કાંગારૂ ટીમ બુમરાહ સાથે ડીલ કરવાની તૈયારી કરી રહી છે. એલેક્સ કેરીએ વધુમાં કહ્યું, ‘અમે તેની બોલિંગનું મૂલ્યાંકન કર્યું છે. આશા છે કે, અમે તેના પ્રથમ અને બીજા સ્પેલ્સને વધુ સારી રીતે હેન્ડલ કરી શકીશું. અમે પ્રથમ ટેસ્ટ મેચની બીજી ઇનિંગમાં જોયું કે ટ્રેવિસ હેડે કેવી રીતે વળતો હુમલો કર્યો.
આ પણ વાંચો: Pink ball test : પિંક બોલથી કેમ રમવામાં આવે છે ડે-નાઈટ ટેસ્ટ મેચ, જાણો આ બોલ વિશે
ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો