IND v ENG Live Streaming: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે નોટિંગહામમાં પ્રથમ ટેસ્ટ મેચ, જાણો, ક્યારે, ક્યાં અને કેવી રીતે જોઇ શકાશે Live મેચ

મેચના બે દિવસ પહેલા જ પિચ પર લીલુ ઘાસ જોવા મળી રહ્યુ હતુ. આવી સ્થિતિમાં ભારતીય ટીમ (Team India) વતી થી પણ, ચાર ઝડપી બોલરો મેદાને ઉતરી શકે છે. ઇંગ્લેન્ડ સામે ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ (Ben Stokes) વિના મેદાને ઉતરવુ આસાન નહી હોય.

IND v ENG Live Streaming: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે નોટિંગહામમાં પ્રથમ ટેસ્ટ મેચ, જાણો, ક્યારે, ક્યાં અને કેવી રીતે જોઇ શકાશે Live મેચ
Joe Root-Virat Kohli
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 04, 2021 | 6:37 AM

IND v ENG Live Streaming: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ ટેસ્ટ મેચોની શ્રેણીની શરુઆત થઇ રહી છે. બંને ટીમો ટક્કર માટે તૈયાર છે. વિરાટ કોહલી (Virat Kohli) ની આગેવાનીમાં ભારતીય ટીમ ઇંગ્લેન્ડ સામે ટકરાશે. આ સિરીઝ વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ (World Test Championship) નો હિસ્સો રહેશે. આ સિરીઝ સાથે જ એક વાર ફરી થી, વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપની શરુઆત થઇ રહી છે. તો ચાલો જાણીએ કે, તમે આ મેચને ક્યારે ક્યાં અને કેવી રીતે જોઇ શકો છો.

ઇજાગ્રસ્ત ખેલાડીઓને લઇ સંઘર્ષ કરી રહેલી ભારતીય ટીમ કેએલ રાહુલને રોહિત શર્મા ની સાથે ઓપનીંગ કરતો જોઇ શકાય એવી સંભાવના છે. તો વળી મેચના બે દિવસ પહેલા પિચ પર લીલુ ઘાસ જોવા મળ્યુ હતુ. એમ પણ થઇ શકે છે કે, ભારત ચાર ઝડપી બોલર સાથે મેદાનમાં ઉતરે, ઇંગ્લેન્ડના માટે પણ આ મેચમાં સ્ટાર ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ વિના ઉતરવુ આસાન નહી હોય.

5 મેચોની ટેસ્ટ સિરીઝનુ શિડ્યુલ

  1. પ્રથમ ટેસ્ટ મેચ 4 થી 8 ઓગષ્ટ વચ્ચે નોટિંગહામના ટ્રેન્ટ બ્રિઝમાં રમાનાર છે.
  2. બીજી ટેસ્ટ મેચ 12 થી 16 ઓગષ્ટ દરમ્યાન લંડનમાં રમાનાર છે.
  3. ત્રીજી ટેસ્ટ મેચ 25 થી 29 ઓગષ્ટ દરમ્યાન હેડિંગ્લેમાં રમાશે.
  4. ચોથી ટેસ્ટ મેચ 2 થી 6 સપ્ટેમ્બર દરમ્યાન ધ ઓવલમાં રમાશે.
  5. પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચ 10 થી 16 સપ્ટેમ્બર દરમ્યાન માંચેસ્ટરમાં રમાશે.

ક્યારે અને ક્યા રમાશે પ્રથમ મેચ?

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પાંચ મેચોની ટેસ્ટ સિરીઝની પ્રથમ ટક્કર બુધવારે 4 ઓગષ્ટે નોટિંગહામના ટ્રેટ બ્રિઝ સ્ટેડિયમમાં રમાનાર છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

કેટલા વાગે મેચ શરુ થનાર છે?

ભારતીય સમયાનુસાર બપોરે 3.30 કલાક થી મેચ શરુ થશે. ટોસ બપોરે 3.00 કલાકે ઉછળશે.

મેચનુ લાઇવ ટેલિકાસ્ટ અહી જોઇ શકાશે?

આ મેચનુ લાઇવ ટેલીકાસ્ટ તમે સોની સ્પોર્ટસ નેટવર્કની ચેનલો પર જુદી જુદી ભાષાઓમાં જોઇ શકો છે.

લાઇવ સ્ટ્રીંમીંગ ક્યાં જોઇ શકાશે ?

આ મેચની લાઇવ સ્ટ્રીંમીંગ તમે સોની લીવ એપ અને જીયો ટીવી પર જોઇ શકો છો. આ ઉપરાંત TV9 ગુજરાતી પર આપને મેચની પુરી જાણકારી મળી રહેશે.

ભારતની સંભવિત ટીમ

રોહિત શર્મા, કેએલ રાહુલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી (કેપ્ટન), અજીંક્ય રહાણે, રિષભ પંત, આર અશ્વિન, જસપ્રીત બુમરાહ, ઇશાંત શર્મા, મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજ.

આ પણ વાંચોઃ IND vs ENG: વિરાટ કોહલીએ કહ્યું બાયોબબલને કારણે ખેલાડીઓ થાકી જાય છે, બ્રેક વિના ગુણવત્તા જાળવવી મુશ્કેલ

આ પણ વાંચોઃ IND vs ENG 1st Test: વિરાટ કોહલીએ ટીમ ઈન્ડિયાની ઓપનિંગ જોડી પર આપ્યો જવાબ, કોહલીએ પ્લેઈંગ 11 પર કહ્યું આમ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">