AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND sv SA: બુમરાહને વાઇસ કેપ્ટન બનાવી ઋષભ પંત અને અય્યરને અપાઇ ચેતવણી! બંનેને નજર અંદાજ કર્યાની ચર્ચા

ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) ઇજાને લઇને દક્ષિણ આફ્રિકાના પ્રવાસથી બહાર છે, જેને લઇને વન ડે સિરીઝ માટે કેપ્ટનશિપ કેએલ રાહુલ (KL Rahul) ને સોંપવામાં આવી છે.

IND sv SA: બુમરાહને વાઇસ કેપ્ટન બનાવી ઋષભ પંત અને અય્યરને અપાઇ ચેતવણી! બંનેને નજર અંદાજ કર્યાની ચર્ચા
Jasprit Bumrah-Virat Kohli
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 01, 2022 | 10:03 PM
Share

શુક્રવારે ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) ના પસંદગીકાર ચેતન શર્મા (Chetan Sharma) એ દક્ષિણ આફ્રિકા સામે રમાનારી વન ડે શ્રેણી માટેની ટીમ જાહેર કરી હતી. રોહિત શર્મા(Rohit Sharma) ફીટનેસને લઇને બહાર છે દરમિયાન હવે ટીમ ઇન્ડિયા (Team India) ની વન ડે ટીમની કેપ્ટનશિપ કેએલ રાહુલ (KL Rahul) ને સોંપવામાં આવી છે. જ્યારે વન ડે ટીમના વાઇસ કેપ્ટન પદે જસપ્રિત બુમરાહ (Jasprit Bumrah) ને પસંદ કરવામાં આવ્યો છે. બુમરાહને વાઇસ કેપ્ટનશિપને લઇને હવે નવી ચર્ચા ક્રિકેટની ગલીઓમાં ચર્ચાવા લાગી છે.

પસંદગીકારોએ આઇપીએલમાં કેપ્ટનશિપનો વ્હાઇટ બોલ ફોર્મેટનો અનુભવ હોવા છતાં ઋષભ પંત (Rishabh Pant) અને શ્રેયસ અય્યર (Shreyas Iyer) ને નજર અંદાજ કરી દીધા છે. તેમના સ્થાને બુમરાહને આ મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. જોકે આ વ્યવસ્થા હંગામી છે, તેમ છતાં બીસીસીઆઇની પસંદગીને લઇને હવે ચર્ચાઓ થવા લાગી છે. એમ મનાઇ રહ્યુ છે કે, આ સાથે જ પંત અને અય્યરને તેમના પ્રદર્શન નિરંતર રાખવા માટેનો આ સંદેશ છે.

નિરંતર પ્રદર્શનનુ ઇનામ

બુમરાહની વાત કરવામાં આવે તો, તે સતત નિરંતર પ્રદર્શન કરી રહ્યો છે. તે ડેબ્યૂ કરવા બાદ થી સતત ટીમ માટે અપેક્ષીત યોગદાન આપી રહ્યો છે. બીસીસીઆઇ ના સુત્રોએ નામ નહી દર્શાવવાની શરતે સમાચાર એજન્સીને કહ્યુ હતુ કે, આ એક સિરીઝ પુરતી વ્યવસ્થા છે. કારણ કે રોહિતનુ વેસ્ટ ઇન્ડિઝ અને શ્રીલંકા સામે સિરીઝમાં પરત ફરવુ નિશ્વિત છે. ત્યારે રાહુલ વાઇસ કેપ્ટનશિપની ભૂમિકા નિભાવશે.

આગળ કહ્યુ હતુ કે, પસંદગીકારો જસ્સીને તેના નિરંતર પ્રદર્શન અને તેના ક્રિકેટ મગજને ઇનામ આપવા ઇચ્છતા હતા. આ માટે તેઓએ પંત અને અય્યર ની ઉપર પ્રાથમિકતા આપવામાં આવી હતી. પસંદગી સમિતિના પૂર્વ અધ્યક્ષ એમએસકે પ્રસાદે કહ્યુ હતુ કે, તેને માત્ર એક સિરીઝ માટે વાઇસ કેપ્ટન બનાવ્યો છે, માટે તે સરળ નિર્ણય હતો.

પ્રસાદે કહ્યુ હતુ કે, જસપ્રિત ખૂબ સમજદાર છે અને તે ખૂબ જ સુઝબુઝ સાથે કામ લે છે. એટલા માટે તેનુ કેમ સન્માન ના આપવામાં આવે. મને આ નિર્ણય પસંદ છે. જો એક ઝડપી બોલર તમામ ફોર્મેટમાં સારુ પ્રદર્શન કરી રહ્યો છે તો તેને કેમ કેપ્ટનશિપ ના આપવામાં આવે.

આ પણ વાંચોઃ IND vs SA: વિરાટ કોહલી માટે 2022ની શરુઆતે વિક્રમ રચવાનો મોકો, ટીમ ઇન્ડિયાની જીત સાથે 3 મોટા રેકોર્ડની તક

આ પણ વાંચોઃ  Virat Kohli: ચેતન શર્માના નિવેદને આગમાં ઘી હોમ્યુ, ટીમ ઇન્ડિયાના પૂર્વ બેટ્સમેને કહ્યુ હવે વિરાટ કોહલી વળતો જવાબ આપશે!

અમદાવાદની હવા ઝેરી બની, સૌથી વધુ AQI એરપોર્ટ વિસ્તારમાં 197 નોંધાયો
અમદાવાદની હવા ઝેરી બની, સૌથી વધુ AQI એરપોર્ટ વિસ્તારમાં 197 નોંધાયો
અમદાવાદ-ગાંધીનગરનું તાપમાન એક જ રાતમાં 3 ડિગ્રી ઘટ્યું
અમદાવાદ-ગાંધીનગરનું તાપમાન એક જ રાતમાં 3 ડિગ્રી ઘટ્યું
આ રાશિના જાતકો આજે ફુલ આરામ કરશે, તમારો દિવસ કેવો રહેશે, જુઓ Video
આ રાશિના જાતકો આજે ફુલ આરામ કરશે, તમારો દિવસ કેવો રહેશે, જુઓ Video
અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની આગાહી
અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની આગાહી
લસણની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ ! 2 આરોપીની કરી ધરપકડ
લસણની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ ! 2 આરોપીની કરી ધરપકડ
માવઠાથી દાડમના બાગાયત પાકને વ્યાપક અસર, ખેડૂતો દાડમ ફેંકી દેવા મજબૂર
માવઠાથી દાડમના બાગાયત પાકને વ્યાપક અસર, ખેડૂતો દાડમ ફેંકી દેવા મજબૂર
પાકિસ્તાની એજન્સી દ્વારા ભારતીય બોટ પર ફાયરિંગ કરાયુંઃ સૂત્ર
પાકિસ્તાની એજન્સી દ્વારા ભારતીય બોટ પર ફાયરિંગ કરાયુંઃ સૂત્ર
થલતેજ અન્ડરપાસમાં આઈસર ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, એકનું મોત
થલતેજ અન્ડરપાસમાં આઈસર ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, એકનું મોત
આ રાશિના લોકોનું જીવન લેશે નવો વળાંક! અચાનક મળશે મોટી તક, જુઓ Video
આ રાશિના લોકોનું જીવન લેશે નવો વળાંક! અચાનક મળશે મોટી તક, જુઓ Video
માવઠાનો માર ખાનાર ખેડૂતો માટે રૂપિયા 10,000 કરોડનુ રાહત પેકેજ જાહેર
માવઠાનો માર ખાનાર ખેડૂતો માટે રૂપિયા 10,000 કરોડનુ રાહત પેકેજ જાહેર
g clip-path="url(#clip0_868_265)">