AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જો ભારત વર્લ્ડ ચેમ્પિયન બનશે તો ખેલાડીઓ પર થશે કરોડો રૂપિયાનો વરસાદ, BCCIનો આ છે પ્લાન

ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને હરાવીને ફાઈનલમાં પ્રવેશ કર્યો, જેનાથી ચેમ્પિયન બનવાની તેની આશાઓ વધી ગઈ. હવે, જો ટીમ ઈન્ડિયા ટાઈટલ જીતે છે, તો તેમને ICC તરફથી તો ઈનામ મળશે જ, સાથે જ BCCI તરફથી પણ મોટી રકમ મળશે.

જો ભારત વર્લ્ડ ચેમ્પિયન બનશે તો ખેલાડીઓ પર થશે કરોડો રૂપિયાનો વરસાદ, BCCIનો આ છે પ્લાન
Indian Womens Cricket TeamImage Credit source: ESPN
| Updated on: Nov 01, 2025 | 6:56 PM
Share

રવિવાર, 2 નવેમ્બર, ભારતીય મહિલા ક્રિકેટના ઈતિહાસમાં સૌથી મોટો, સૌથી ક્રાંતિકારી અને સૌથી યાદગાર દિવસ બની શકે છે. ICC મહિલા વર્લ્ડ કપ 2025 ની ફાઈનલ રવિવારે નવી મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમ ખાતે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાશે. ભારતીય ટીમ તેની ત્રીજી ફાઈનલ રમી રહી છે, અને આ વખતે તેની પાસે પ્રથમ ટાઈટલ જીતવાની શ્રેષ્ઠ તક છે. જો હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ટીમ આ સિદ્ધિ હાંસલ કરે છે, તો ભારતીય ટીમ પર કરોડો રૂપિયાનો વરસાદ થશે.

ભારત ટાઈટલ જીતશે તો થશે ઘન વર્ષા

ભારતીય ટીમે બીજા સેમિફાઈનલમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાને હરાવીને ફાઈનલમાં સ્થાન મેળવ્યું. ટીમ ઈન્ડિયાએ 339 રનના વિશ્વ રેકોર્ડ રન ચેઝ સાથે મેચ જીતી, જેનાથી ટાઈટલ જીતવાની તેમની શક્યતાઓ વધી ગઈ. વર્લ્ડ કપ ટ્રોફી કોણ ઉપાડશે તેનો નિર્ણય 2 નવેમ્બરના રોજ થઈ જશે. પરંતુ એક વાત નક્કી છે કે જો ભારત ટાઈટલ જીતશે, તો BCCI ટીમના ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફને મોટી રકમ ઈનામ તીરકે આપી સન્માનિત કરશે.

BCCI પુરુષ ટીમ જેટલી જ રકમ ચૂકવશે

વર્લ્ડ કપ જીતવા પર વિજેતા ટીમને ICC તરફથી માત્ર મોટી રકમ જ નહીં, પરંતુ BCCI ટીમ ઈન્ડિયાને મોટી રકમ આપવાની પણ તૈયારી કરી રહ્યું છે. BCCIના સૂત્રોને ટાંકીને PTIના એક અહેવાલમાં જણાવાયું છે કે જો ભારતીય ટીમ વર્લ્ડ કપ જીતે છે, તો તેને બોર્ડ તરફથી તેટલા જ પૈસા મળી શકે છે જેટલા ભારતીય પુરુષ ટીમને ગયા વર્ષે T20 વર્લ્ડ કપ જીતવા બદલ મળ્યા હતા.

ઈનામી રકમની જાહેરાત નથી થઈ

BCCI ની પુરુષ અને મહિલા ટીમો માટે સમાન પગારની નીતિનો ઉલ્લેખ કરતા, સૂત્રએ જણાવ્યું હતું કે જો ભારતીય ટીમ ખિતાબ જીતે છે, તો તેને પુરુષ ટીમ કરતા ઓછા પૈસા તો નહીં મળે. જો કે, એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે બોર્ડે હજુ સુધી આવી કોઈ જાહેરાત કરી નથી કારણ કે ફાઈનલ મેચ હજુ સુધી થઈ નથી અને વિજેતા નક્કી થાય તે પહેલા ઈનામી રકમની જાહેરાત કરવી એ યોગ્ય અભિગમ નથી.

ટીમ ઈન્ડિયાને કેટલું ઈનામ મળશે?

હવે પ્રશ્ન એ છે કે જો ભારતીય મહિલા ટીમ જીતે તો તેને કેટલા પૈસા મળી શકે? જો BCCI ખરેખર આ નીતિનું પાલન કરે અને ઈનામની જાહેરાત કરે, તો તે ₹100 કરોડથી વધુ હશે. રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ, ભારતીય પુરુષ ટીમે 2024 માં T20 વર્લ્ડ કપ જીત્યો હતો, ત્યારબાદ BCCI એ સમગ્ર ટીમ માટે ₹125 કરોડનું ઈનામ જાહેર કર્યું હતું. આમાં ટીમના 15 ખેલાડીઓ, તેમજ મુખ્ય કોચ, સહાયક કોચ અને સપોર્ટ સ્ટાફના અન્ય સભ્યોનો સમાવેશ થાય છે. જો ભારતીય મહિલા ટીમ રવિવારે નવી મુંબઈમાં ટ્રોફી ઉપાડશે તો તેને પણ આટલું જ ઈનામ મળવાની અપેક્ષા છે.

આ પણ વાંચો: IND vs AUS: ટીમ ઈન્ડિયા હોબાર્ટમાં પોતાની પહેલી T20 મેચ રમશે, જાણો હોબાર્ટમાં કેવું રહેશે હવામાન

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Breaking News: કાઈટ ફેસ્ટીવલમાં વડાપ્રધાન મોદી બન્યા પતંગબાજ
Breaking News: કાઈટ ફેસ્ટીવલમાં વડાપ્રધાન મોદી બન્યા પતંગબાજ
ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
PM મોદીના હસ્તે નવા મેટ્રો સ્ટેશનનું લોકાર્પણ - જુઓ Video
PM મોદીના હસ્તે નવા મેટ્રો સ્ટેશનનું લોકાર્પણ - જુઓ Video
સુરતમા અસલીના નામે નકલી ટાયર ટ્યુબ બનાવવાનું કૌભાંડ ઝડપાયું
સુરતમા અસલીના નામે નકલી ટાયર ટ્યુબ બનાવવાનું કૌભાંડ ઝડપાયું
રાજસ્થાનના કાશ્મીર માઉન્ટ આબુમાં કાતિલ ઠંડી, જુઓ Video
રાજસ્થાનના કાશ્મીર માઉન્ટ આબુમાં કાતિલ ઠંડી, જુઓ Video
પતંગરસિકો આનંદો! ઉત્તરાયણના દિવસે પવન રહેશે સાનુકૂળ
પતંગરસિકો આનંદો! ઉત્તરાયણના દિવસે પવન રહેશે સાનુકૂળ
શૌર્ય યાત્રામાં ભાગ લીધા બાદ સોમનાથ મંદિરમાં પીએમ મોદી પૂજા કરી
શૌર્ય યાત્રામાં ભાગ લીધા બાદ સોમનાથ મંદિરમાં પીએમ મોદી પૂજા કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સોમનાથમાં ભવ્ય સ્વાગત કરાયું,જુઓ વીડિયો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સોમનાથમાં ભવ્ય સ્વાગત કરાયું,જુઓ વીડિયો
ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
GAPM 2026માં પ્રેસિડેન્ટનો ચોંકાવનારો ખુલાસો - જુઓ Video
GAPM 2026માં પ્રેસિડેન્ટનો ચોંકાવનારો ખુલાસો - જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">