AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WTC FINAL: કાંગારુઓની ઘાતક બોલિંગ સામે ભારતની દીવાલ બન્યો રહાણે, 18 મહિના બાદ કરી ધમાકેદાર વાપસી

Ajinkya Rahane Comeback : ભારતની સાતમી વિકેટ 261 રનના સ્કોર પર પડી હતી. અજિંક્ય રહાણે 129 બોલમાં 89 રન બનાવીને આઉટ થયો હતો. તેણે પોતાની ઇનિંગમાં 11 ફોર અને 1 સિક્સર ફટકારી હતી. પેટ કમિન્સે તેને કેમેરોન ગ્રીનના હાથે કેચ કરાવ્યો હતો.

WTC FINAL: કાંગારુઓની ઘાતક બોલિંગ સામે ભારતની દીવાલ બન્યો રહાણે, 18 મહિના બાદ કરી ધમાકેદાર વાપસી
WTC FINAL 2023 Ajinkya Rahane
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 09, 2023 | 6:25 PM
Share

London : અજિંક્ય રહાણેએ આ મેચમાં શાનદાર બેટિંગ કરી હતી અને ટેસ્ટ કરિયરમાં પોતાના 5000 રન પણ પૂરા કર્યા હતા. તેણે શાર્દુલ ઠાકુર સાથે શાનદાર ભાગીદારી કરીને ભારતને મુશ્કેલીમાંથી બહાર કાઢ્યું. ઓસ્ટ્રેલિયાની ખરાબ ફિલ્ડિંગને કારણે બંને ખેલાડીઓને ઘણા જીવનદાન પણ મળ્યા હતા. અજિંક્ય રહાણે (Ajinkya Rahane) ટેસ્ટ કરિયરમાં 5000 રન કરનાર 13મો ભારતીય ખેલાડી બન્યો છે અને 100 કેચ પકડનાર 7મો ભારતીય ખેલાડી બન્યો હતો.

ભારતની સાતમી વિકેટ 261 રનના સ્કોર પર પડી હતી. અજિંક્ય રહાણે 129 બોલમાં 89 રન બનાવીને આઉટ થયો હતો. તેણે પોતાની ઈનિંગમાં 11 ફોર અને 1 સિક્સર ફટકારી હતી. પેટ કમિન્સે તેને કેમરુન ગ્રીનના હાથે કેચ કરાવ્યો હતો. અજિંકય રહાણે ઓસ્ટ્રેલિયન બોલરોની ઘાતક બોલિંગને કારણે ઘણીવાર ઘાયલ થયો હતો. ઘાયલ હોવા છતા પોતાની કમબેક મેચમાં રહાણે એ ભારતીય ટીમને પણ ફાઈનલમાં વાપસી કરાવી આપી હતી.

ત્રીજા દિવસના પ્રથમ સેશનમાં શું થયું ?

લંચ બ્રેક સુધી ભારતીય ટીમે છ વિકેટે 260 રન બનાવ્યા હતા. અજિંક્ય રહાણે 89 અને શાર્દુલ 36 રન બનાવીને રમી રહ્યા હતા. બંને વચ્ચે સાતમી વિકેટ માટે 108 રનની ભાગીદારી થઈ હતી. આ સાથે ભારતીય ટીમ તરફથી ફોલોઓનનો ખતરો પણ લગભગ ટળી ગયો હતો. ફોલોઓનથી બચવા માટે ભારતને નવ રનની જરૂર હતી. જો કે ટીમ ઈન્ડિયા હજુ પણ ઓસ્ટ્રેલિયાના સ્કોરથી 209 રન પાછળ હતું.

આ સેશનમાં શ્રીકર ભરત ખૂબ જ વહેલો આઉટ થઈ ગયો હતો, પરંતુ તે પછી રહાણે અને શાર્દુલ ટીમ ઈન્ડિયાને પરત લાવ્યા હતા. જો કે ઓસ્ટ્રેલિયન ટીમે પણ બંનેને ઘણા જીવ આપ્યા હતા. કાંગારૂ સુકાની કમિન્સે બંનેને એક વખત આઉટ કર્યા હતા, પરંતુ બંને પ્રસંગોએ તે લાઇનની આગળ બોલ હતો અને તે નો બોલ હતો.

ટેસ્ટમાં 5000 રન કરનાર 13મો ભારતીય બન્યો

  • કપિલ દેવ (5248)
  • ગુંડપ્પા વિશ્વનાથ (6080)
  • મોહમ્મદ અઝહરુદ્દીન (6215)
  • દિલીપ વેંગસરકર (6868)
  • ચેતેશ્વર પુજારા (7168*)
  • સૌરવ ગાંગુલી (7212)
  • વિરાટ કોહલી (8430*)
  • સેહવાગ (8503)
  • વીવીએસ લક્ષ્મણ (8781)
  • સુનીલ ગાવસ્કર (10122)
  • રાહુલ દ્રવિડ (13265)
  • સચિન તેંડુલકર (15921)
  • રહાણે ( 5000*)

ટેસ્ટમાં 100 કેચ પકડનાર 7મો ભારતીય બન્યો

  • 209 – રાહુલ દ્રવિડ
  • 135 – વિવિસ લક્ષ્મણ
  • 115 – સચિન તેંડુલકર
  • 109 – વિરાટ કોહલી
  • 108 – સુનીલ ગાવસ્કર
  • 105 – મોહમ્મદ અઝહરુદ્દીન
  • 100* – અજિંક્ય રહાણે

બંને ટીમોના પ્લેઇંગ-11 ખેલાડીઓ

ઓસ્ટ્રેલિયા ટીમ: પેટ કમિન્સ , ડેવિડ વોર્નર, ઉસ્માન ખ્વાજા, માર્નસ લાબુશેન, સ્ટીવ સ્મિથ, ટ્રેવિસ હેડ, કેમેરોન ગ્રીન, એલેક્સ કેરી , નાથન લિયોન, મિશેલ સ્ટાર્ક, સ્કોટ બોલેન્ડ.

ભારતીય ટીમ : રોહિત શર્મા, શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, કેએસ ભરત , રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, ઉમેશ યાદવ, મોહમ્મદ સિરાજ.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

BJP-AAPના નેતાઓ આચરે છે વ્યાપક ભ્રષ્ટાચાર, સાંસદને મળ્યો નનામો પત્ર
BJP-AAPના નેતાઓ આચરે છે વ્યાપક ભ્રષ્ટાચાર, સાંસદને મળ્યો નનામો પત્ર
ઈન્ડિગો સંકટ વચ્ચે અમદાવાદમાં ફસાયા આસામના મુસાફરો, જુઓ-Video
ઈન્ડિગો સંકટ વચ્ચે અમદાવાદમાં ફસાયા આસામના મુસાફરો, જુઓ-Video
રાઇડ્સમાં મોટી બેદરકારી! ચકડોળમાં 6 લોકો 20 મિનિટ હવામાં લટક્યા
રાઇડ્સમાં મોટી બેદરકારી! ચકડોળમાં 6 લોકો 20 મિનિટ હવામાં લટક્યા
ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડીની આગાહી
ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડીની આગાહી
આજે આ રાશિના લોકોની કિસ્મત ખુલશે, જીવનસાથી તરફથી મળશે ખાસ સરપ્રાઇઝ
આજે આ રાશિના લોકોની કિસ્મત ખુલશે, જીવનસાથી તરફથી મળશે ખાસ સરપ્રાઇઝ
અમિત શાહ વિશે આનંદીબેન પટેલે ઈશારા-ઈશારામાં કહી દીધી આ મોટી વાત- Video
અમિત શાહ વિશે આનંદીબેન પટેલે ઈશારા-ઈશારામાં કહી દીધી આ મોટી વાત- Video
ગ્લોબલ સ્પોર્ટ્સ હબ બનાવવાની દિશામાં અમદાવાદ, 2030 CWG માટે તૈયારીઓ
ગ્લોબલ સ્પોર્ટ્સ હબ બનાવવાની દિશામાં અમદાવાદ, 2030 CWG માટે તૈયારીઓ
સુરતમાં ન્યૂડ વીડિયો બનાવી 50 લાખની ખંડણી માંગનાર બે ઝડપાયા
સુરતમાં ન્યૂડ વીડિયો બનાવી 50 લાખની ખંડણી માંગનાર બે ઝડપાયા
અમિત શાહની હાજરીમાં આનંદીબેનના પુસ્તકનું વિમોચન
અમિત શાહની હાજરીમાં આનંદીબેનના પુસ્તકનું વિમોચન
નડિયાદ નજીક ટ્રકની પાછળ અથડાતા કાર ભડકે બળી
નડિયાદ નજીક ટ્રકની પાછળ અથડાતા કાર ભડકે બળી
g clip-path="url(#clip0_868_265)">