World Cup 2023 : સ્પેસમાંથી સીધી અમદાવાદના નમો સ્ટેડિયમમાં ઉતરી વર્લ્ડ કપની ટ્રોફી, જુઓ video
વર્લ્ડ કપ 2023ની બધી તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને 27 જૂને વર્લ્ડ કપનું શેડ્યૂલ પણ જાહેર કરવામાં આવશે, જેના એક દિવસ પહેલા ICCએ વર્લ્ડ કપની ટ્રોફીનું અનોખી રીતે અનાવરણ કર્યું હતું.
ICCએ પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં ICC ODI World Cup 2023ની ટ્રોફી જોવા મળી હતી. ટ્રોફી અવકાશમાં હોય છે અને પછી ટ્રાવેલ કરી સીધા અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પહોંચે છે. સ્ટેડિયમમાં અદભૂત ઉતરાણ પહેલાં પૃથ્વીથી એક લાખ 20 હજાર ફૂટ ઉપરથી ટ્રોફીને અવકાશમાં છોડવામાં આવે છે અને ત્યારથી જ ટ્રોફીના પ્રવાસની શરૂઆત થાય છે.
ટ્રોફી વિશ્વભરમાં પ્રવાસ કરશે
વર્લ્ડ કપ શરૂ થવાને હજી ઘણો સમય બાકી છે એ પહેલા આ ટ્રોફી વિશ્વભરમાં ભ્રમણ કરશે. ટ્રોફીનો પ્રવાસ 27 જૂનથી ભારતમાંથી શરૂ થશે અને વિશ્વભરમાં પ્રવાસ કર્યા બાદ ટ્રોફી 4 સપ્ટેમ્બરે યજમાન દેશ એટલે કે ભારતમાં પરત ફરશે. પ્રવાસ મોટા પાયે શરૂ કરવામાં આવ્યો છે.
An out-of-this-world moment for the cricketing world as the #CWC23 trophy unveiled in space. Marks a milestone of being one of the first official sporting trophies to be sent to space. Indeed a galactic start for the ICC Men’s Cricket World Cup Trophy Tour in India. @BCCI @ICC… pic.twitter.com/wNZU6ByRI5
— Jay Shah (@JayShah) June 26, 2023
18 દેશોમાં ભ્રમણ કરશે
ICC વર્લ્ડ કપ 2023ની ટ્રોફીનો પ્રવાસ તેની અત્યાર સુધીની સૌથી મોટી ટુર હશે, જેમાં ચાહકોને વિશ્વના વિવિધ દેશો અને શહેરોમાં ટ્રોફી સાથે જોડાવાની તક મળશે. 27 જૂનથી આઈસીસી મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ ટ્રોફી યજમાન ભારત, કુવૈત, બહેરીન, મલેશિયા, યુએસએ, નાઈજીરીયા, યુગાન્ડા, ફ્રાન્સ, ઈટાલી, યુએસએ સહિત 18 દેશોમાં જશે. આ પ્રવાસ દરમિયાન એક મિલિયન (10 લાખ) ચાહકો આ પ્રવાસમાં જોડાશે.
આ પણ વાંચોઃ ODI Wolrd Cup Qualifier : વર્લ્ડ કપ ક્વોલિફાયરમાં મોટો અપસેટ, નેધરલેન્ડે સુપર ઓવરમાં વેસ્ટ ઈન્ડિઝને હરાવ્યું
ટ્રોફી ટુર કાર્યક્રમ
27 જૂનથી 14 જુલાઇ સુધી ચાલનાર આ પ્રવાસમાં ટ્રોફી 15 – 16 જુલાઈએ ન્યુઝીલેન્ડમાં, 17 – 18 જુલાઈએ ઓસ્ટ્રેલિયામાં, 19 – 21 જુલાઈએ પાપુઆ ન્યુ ગિનીમાં, 22 -24 જુલાઈએ ભારતમાં, 25 – 27 જુલાઈએ યુએસએમાં, 28 – 30 જુલાઈએ વેસ્ટ ઈન્ડિઝમાં, 31 જુલાઈ – 4 ઓગસ્ટે પાકિસ્તાનમાં, 5-6 ઓગસ્ટે શ્રીલંકામાં, 7 – 9 ઓગસ્ટે બાંગ્લાદેશમાં, 10 – 11 ઓગસ્ટે કુવૈતમાં, 12-13 ઓગસ્ટે બહેરીનમાં, 14 – 15 ઓગસ્ટે ભારતમાં, 16 – 18 ઓગસ્ટે ઇટાલીમાં, 19 – 20 ઓગસ્ટે ફ્રાન્સમાં અને 21 – 24 ઓગસ્ટે ઈંગ્લેન્ડમાં ભ્રમણ કરશે.