AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ICC Wolrd Cup : વર્લ્ડ કપના સ્થળને લઈ આવ્યું મોટું અપડેટ, અમદાવાદમાં ભારત-પાકિસ્તાનની થશે ટક્કર !

ભારતમાં રમાનાર વનડે વર્લ્ડ કપને લઈ સૌથી મોટું અપડેટ સામે આવ્યું છે. ભારતમાં કુલ 12 સ્થળોએ મેચોનું આયોજન કરવામાં આવશે, જેની પહેલી મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાશે.

ICC Wolrd Cup : વર્લ્ડ કપના સ્થળને લઈ આવ્યું મોટું અપડેટ, અમદાવાદમાં ભારત-પાકિસ્તાનની થશે ટક્કર !
ICC Wolrd Cup
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 26, 2023 | 10:10 PM
Share

ICC વર્લ્ડ કપ 2023ના સ્થળને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ભારતમાં યોજાનાર તમામ વર્લ્ડ કપ મેચો કુલ 12 શહેરોમાં રમાશે. ટીમ ઈન્ડિયા અને પાકિસ્તાન વચ્ચે 15 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં ટક્કર થઈ શકે છે.

12 શહેરોમાં રમાશે મેચો

ભારતમાં રમાનાર ICC વર્લ્ડ કપનું આવતીકાલે સંપૂર્ણ શેડ્યૂલ જાહેર કરવામાં આવશે. જેના એક દિવસ પહેલા સૂત્રો દ્વારા મોટી માહિતી સામે આવી છે. વર્લ્ડ કપનું આયોજન ભારતમાં કુલ 12 શહેરોમાં કરવામાં આવશે જેના નામ સામે આવ્યા છે. જેમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ચેન્નાઈ, બેંગલુરુ, હૈદરાબાદ, તિરુવનંતપુરમ, મુંબઈ, અમદાવાદ, પુણે, લખનૌ, દિલ્હી, ગુવાહાટી, કોલકાતા અને ધર્મશાળામાં પણ મેચો રમાશે.

અમદાવાદમાં ભારત-પાકિસ્તાનની થશે ટક્કર !

ટૂર્નામેન્ટની પ્રથમ મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાશે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં યોજાશે. આ સિવાય ભારત અને પાકિસ્તાન વચ્ચે મહા મુકાબલો પણ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં જ રમાશે. 15 ઓક્ટોબરે નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં બંને ટીમો એકબીજા સામે મેદાનમાં ઉતરી શકે છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ અમદાવાદમાં નહીં રમવાની ઈચ્છા વ્યક્ત કરી છે. જોકે તેમની અરજીને ફગાવી દેવામાં આવી હોવાનું પણ સામે આવ્યું છે.

આ પણ વાંચોઃ ODI Wolrd Cup Qualifier : ઝિમ્બાબ્વેએ ODI ક્રિકેટ ઈતિહાસમાં બીજી સૌથી મોટી જીત નોંધાવી, ભારત હજી પણ ટોપ પર

આવતીકાલે જાહેર થશે શેડ્યુલ

ICC દ્વારા આવતીકાલે વર્લ્ડ કપ 2023નો સંપૂર્ણ કાર્યક્રમ જાહેવર કરવામાં આવશે. રિપોર્ટ અનુસાર ICCએ વર્લ્ડ કપ 2023 માટે BCCI દ્વારા તૈયાર કરાયેલા શેડ્યૂલને મંજૂરી આપી દીધી છે. એવામાં ભારત અને પાકિસ્તાન વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ રમાશે તે લગભગ નક્કી છે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Follow Us
જુનાગઢમાં વિકાસકામોમાં ભ્રષ્ટાચારના વિપક્ષના આરોપોથી રાજકારણ ગરમાયુ
જુનાગઢમાં વિકાસકામોમાં ભ્રષ્ટાચારના વિપક્ષના આરોપોથી રાજકારણ ગરમાયુ
RTE પેમેન્ટમાં વિલંબથી ભાવનગરની ખાનગી શાળાઓ મુશ્કેલીમાં
RTE પેમેન્ટમાં વિલંબથી ભાવનગરની ખાનગી શાળાઓ મુશ્કેલીમાં
કરજણ: પ્રાથમિક શાળામાં બાળકો પાસે સફાઈ કરાવતો વીડિયો વાયરલ!
કરજણ: પ્રાથમિક શાળામાં બાળકો પાસે સફાઈ કરાવતો વીડિયો વાયરલ!
તંત્રની બદ્દ-નિયતના પાપે ઉપલેટાનો મોજ નદી પરનો બ્રિજ 5 વર્ષથી જર્જરીત
તંત્રની બદ્દ-નિયતના પાપે ઉપલેટાનો મોજ નદી પરનો બ્રિજ 5 વર્ષથી જર્જરીત
વડોદરા: શાકભાજીના ભાવ આસમાને, લીંબુ-લસણ મોંઘા થતાં બજેટ ખોરવાયું
વડોદરા: શાકભાજીના ભાવ આસમાને, લીંબુ-લસણ મોંઘા થતાં બજેટ ખોરવાયું
ભરૂચની 14મી સદીની ઐતિહાસિક ઇમારતનો વિવાદ હાઈકોર્ટમાં પહોંચ્યો
ભરૂચની 14મી સદીની ઐતિહાસિક ઇમારતનો વિવાદ હાઈકોર્ટમાં પહોંચ્યો
વડોદરામાં બે દિવસ પાણીકાપ, 7.8 લાખ લોકોને અસર, જુઓ Video
વડોદરામાં બે દિવસ પાણીકાપ, 7.8 લાખ લોકોને અસર, જુઓ Video
કુડાસણની આલ્ફા PGમાં ABVPનો દરોડો, એક્સપાયર્ડ ભોજનનો દાવો ! Video
કુડાસણની આલ્ફા PGમાં ABVPનો દરોડો, એક્સપાયર્ડ ભોજનનો દાવો ! Video
જૂનાગઢના હીરાપુરમાં 25 ફૂટ લાંબો અજગર રોડ પર દેખાયો, Video
જૂનાગઢના હીરાપુરમાં 25 ફૂટ લાંબો અજગર રોડ પર દેખાયો, Video
Breaking News : ગાંધીનગર મેટ્રો સેવામાં ટેકનિકલ ખામી
Breaking News : ગાંધીનગર મેટ્રો સેવામાં ટેકનિકલ ખામી
g clip-path="url(#clip0_868_265)">