ODI Wolrd Cup Qualifier : વર્લ્ડ કપ ક્વોલિફાયરમાં મોટો અપસેટ, નેધરલેન્ડે સુપર ઓવરમાં વેસ્ટ ઈન્ડિઝને હરાવ્યું

ભારતમાં યોજાનાર વર્લ્ડ કપ પહેલા ઝીમ્બાબ્વેમાં રમાઈ રહેલ વર્લ્ડ કપ ક્વોલિફાયર રાઉન્ડમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમ વધુ એક અપસેટનો શિકાર બની હતી. નેધરલેન્ડની ટીમે વેસ્ટ ઈન્ડિઝને હરાવી કમાલ કરી હતી.

ODI Wolrd Cup Qualifier : વર્લ્ડ કપ ક્વોલિફાયરમાં મોટો અપસેટ, નેધરલેન્ડે સુપર ઓવરમાં વેસ્ટ ઈન્ડિઝને હરાવ્યું
Netherlands beat WI
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 26, 2023 | 10:49 PM

વેસ્ટ ઈન્ડિઝ અને નેધરલેન્ડ વચ્ચે રમાયેલ રોમાંચક મુકાબલામાં બે વખતની ચેમ્પિયન ટીમને નેધરલેન્ડ જેવી નબળી ટીમ સામે હારનો સામનો કરવા પડ્યો હતો. બંને વચ્ચે મેચ ટાઈ થયા બાદ સુપર ઓવરમાં મેચ પહોંચી હતી. જેમાં નેધરલેન્ડે મેજર અપસેટ સર્જતા વિન્ડિઝને હરાવ્યું હતું.

સુપર ઓવરમાં ધમાકેદાર જીત

પ્રથમ બેટિંગ કરતા કેરેબિયન ટીમે સ્કોર બોર્ડ પર 374 રન બનાવ્યા હતા. જોકે, બેટ્સમેનોના શાનદાર પ્રદર્શનને કારણે નેધરલેન્ડની ટીમ મેચ ટાઈ કરવામાં સફળ રહી હતી. આ પછી, સુપર ઓવરમાં, નેધરલેન્ડના બેટ્સમેન લોગન વાન બીકે જેસન હોલ્ડરની ઓવરમાં ત્રણ છગ્ગા અને ચોગ્ગા ફટકારીને 30 રન ફટકાર્યા હતા જેના જવાબમાં કેરેબિયન ટીમ ફક્ત આઠ રન જ બનાવી શકી હતી અને નેધરલેન્ડની ટીમ સુપર ઓવરમાં જીત મેળવવામાં સફળ રહી હતી.

છેલ્લી ઓવરમાં વધ્યો રોમાંચ

સુપર ઓવર પહેલા નેધરલેન્ડને જીતવા માટે છેલ્લી ઓવરમાં 9 રનની જરૂર હતી. વેસ્ટ ઈન્ડિઝના અલઝારી જોસેફના પહેલા બોલ પર હા વેન બીકે ચોગ્ગો ફટકાર્યો હતો. નેધરલેન્ડને છેલ્લા પાંચ બોલમાં પાંચ રન બનાવવાના હતા. ત્યારે જોસેફે પછીના પાંચ બોલમાં બે વિકેટ ઝડપી અને માત્ર ચાર રન જ આપતા સ્કોર ટાઈ થયો હતો.

નેધરલેન્ડ ટાઈ કરવામાં સફળ રહ્યું

વેસ્ટ ઈન્ડિઝે નેધરલેન્ડ સામે 375 રનનો પડકાર આપ્યો હતો. નેધરલેન્ડની ટીમને જોતા કોઈને ખાતરી નહોતી કે આ ટીમ આ લક્ષ્ય સુધી પહોંચી શકશે, પરંતુ તેજા નિદામાનુરુની સદી અને કેપ્ટન સ્કોટ એડવર્ડ્સની અડધી સદીના આધારે ટીમે સ્કોર બરાબરી કરી લીધો હતો.

આ પણ વાંચોઃ ICC Wolrd Cup : વર્લ્ડ કપના સ્થળને લઈ આવ્યું મોટું અપડેટ, અમદાવાદમાં ભારત-પાકિસ્તાનની થશે ટક્કર !

નિકોલસ પૂરને ફટકારી સદી

આ પહેલા નેધરલેન્ડે આ મેચમાં ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. વિન્ડીઝે નિકોલસ પૂરનની સદીના આધારે જંગી સ્કોર બનાવ્યો હતો. પુરને 65 બોલમાં અણનમ 104 રન બનાવ્યા હતા. આ ઇનિંગમાં તેણે નવ ચોગ્ગા અને છ છગ્ગા ફટકાર્યા હતા.આ સિવાય વિન્ડીઝ તરફથી ઓપનર બ્રેન્ડન કિંગે 81 બોલનો સામનો કરીને 13 ચોગ્ગા ફટકારીને 76 રનની ઇનિંગ રમી હતી.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">