ODI World Cup Qualifiers : એક પણ ખેલાડીની સદી નહીં છતાં શ્રીલંકાએ 355 રન ફટકાર્યા, જાણો કઈ રીતે?
ICC વર્લ્ડ કપ ક્વોલિફાયરમાં શ્રીલંકાએ UAE સામે 355 રન બનાવ્યા હતા. શ્રીલંકાના ટોપ 4 બેટ્સમેનોએ ફિફ્ટી ફટકારી હતી.
જો ODIમાં 355 રનનો સ્કોર સામે હોય તો દરેક આંખ સેન્ચુરિયનને શોધે છે. આટલા મોટા સ્કોરમાં કોઈને કોઈ બેટ્સમેને સદી ફટકારી હશે. દરેક ચાહકને આટલો વિશ્વાસ હોય છે. સદી વગર આટલો મોટો સ્કોર બનાવવો આસાન નથી, જો કે શ્રીલંકાની ટીમે આ કરી બતાવ્યું છે. શ્રીલંકન ટીમના એક પણ ખેલાડીએ સદી ન ફટકારી છતાં ટીમે 355 રનનો વિશાળ સ્કોર ઊભો કરી બતાવ્યો છે.
કોઈ પણ સદી વિના આટલો મોટો સ્કોર કરીને શ્રીલંકાએ સાબિત કર્યું કે આખરે આ એક ટીમ ગેમ છે. ICC વર્લ્ડ કપ ક્વોલિફાયરમાં શ્રીલંકાએ UAE સામે રનનો વરસાદ કર્યો હતો. ટોચના 4 બેટ્સમેનોએ ફિફ્ટી ફટકારી હતી. જ્યારે ચરિત અસલંકા તેની ફિફ્ટી પૂરી કરી શક્યો નહોતો. તે 48 રન બનાવી અણનમ રહ્યો હતો. શાનદાર બેટિંગના આધારે શ્રીલંકાએ 50 ઓવરમાં 6 વિકેટે 355 રન બનાવ્યા હતા.
💥 The top-order batsmen are on fire, with all four of them crossing the fifty-plus mark!🔥
Dimuth ✔️ Pathum ✔️ Kusal ✔️ Sadeera ✔️#CWC23 #SLvUAE pic.twitter.com/2Gsv9lwhzS
— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) June 19, 2023
ટોપ-4 બેટ્સમેનોએ ચોગ્ગાનો વરસાદ કર્યો
પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાના ખેલાડીઓએ UAEના બોલરોની ધોલાઈ કરી નાખી હતી. શ્રીલંકાના ટોપ-4 બેટ્સમેનોએ મેદાનમાં ચોગ્ગાનો વરસાદ કર્યો હતો. પરંતુ રસપ્રદ વાત એ છે કે ટોપ 4 બેટ્સમેનોમાં કોઈ સિક્સર ફટકારી શક્યું નહોતું. પથુમ નિસાન્કાએ 57, દિમુથ કરુણારત્નેએ 52, કુસલ મેન્ડિસે 78 અને સદીરાએ 73 રન બનાવ્યા હતા. જ્યારે વનિન્દુ હસરંગાએ પણ 12 બોલમાં 23 રન ફટકાર્યા હતા.
આ પણ વાંચોઃ BCCIએ ટીમ ઈન્ડિયાના નવા સિલેક્ટર્સની કરી જાહેરાત, 3 ટેસ્ટ 5 ODI રમનાર ખેલાડીને સોંપી મોટી જવાબદારી
Asalanka’s rapid knock helps Sri Lanka put up a huge total 😯#CWC23 | #SLvUAE | 📝: https://t.co/Cky89mGgOb pic.twitter.com/wWWKAAn7DP
— ICC (@ICC) June 19, 2023
માત્ર 2 સિક્સર ફટકારી
શ્રીલંકાના દાવમાં માત્ર 2 સિક્સર લાગી, જે અસલંકાના બેટમાંથી નીકળી. મેન્ડિસે સૌથી વધુ 10 ચોગ્ગા ફટકાર્યા હતા. તેણે એક જ ઓવરમાં ચોગ્ગાની હેટ્રિક ફટકારી હતી. શ્રીલંકાના સ્ટારે 36મી ઓવરમાં UAEના બોલર કાર્તિકને સતત 3 ચોગ્ગા ફટકાર્યા હતા.
શ્રીલંકાના ખેલાડીઓએ જે મેદાનમાં રનનો વરસાદ કર્યો તે જ મેદાનમાં ટીમનો કેપ્ટન દાસુન શનાકા માત્ર 1 રન જ બનાવી શક્યો હતો. ધનંજય ડી સિલ્વા પણ માત્ર 5 રન બનાવીને આઉટ થયો હતો. UAEના અલી નાસેરે સૌથી વધુ 2 વિકેટ લીધી હતી. જ્યારે રોહન મુસ્તફા, અયાન અફઝલ અને બાસિલને એક-એક સફળતા મળી હતી.