BCCIએ ટીમ ઈન્ડિયાના નવા સિલેક્ટર્સની કરી જાહેરાત, 3 ટેસ્ટ 5 ODI રમનાર ખેલાડીને સોંપી મોટી જવાબદારી
બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈન્ડિયા (BCCI)એ મહિલા અને જુનિયર પસંદગી સમિતિની જાહેરાત કરી છે. ક્રિકેટ સલાહકાર સમિતિ દ્વારા શ્યામા ડી શો અને વીએસ તિલક નાયડુને જવાબદારી સોંપવામાં આવી છે.
BCCIએ મહિલા પસંદગી સમિતિ અને જુનિયર ક્રિકેટ સમિતિની જાહેરાત કરી છે. સુલક્ષણા નાઈક, અશોક મલ્હોત્રા અને જતીન પરાંજપેની બનેલી ક્રિકેટ સલાહકાર સમિતિ દ્વારા શ્યામા ડી શો અને વીએસ તિલક નાયડુના નામની ભલામણ કરવામાં આવી હતી. ભારતીય ક્રિકેટ બોર્ડે સોમવારે શ્યામા અને તિલકને મોટી જવાબદારી સોંપી છે. શ્યામા ભૂતપૂર્વ ભારતીય ઓલરાઉન્ડર છે.
શ્યામાએ ભારત માટે 3 ટેસ્ટ અને 5 વનડે સહિત કુલ 8 મેચ રમી છે. 1985 થી 1997 સુધી, તેણી પ્રથમ વખત બંગાળ તરફથી ઘરેલુ ક્રિકેટમાં રમી હતી. આ પછી, 1998 થી 2002 વચ્ચે તેમણે રેલ્વેનું પ્રતિનિધિત્વ કર્યું. ક્રિકેટ કારકિર્દીને અલવિદા કહ્યા બાદ તે બંગાળની પસંદગીકાર પણ રહી હતી.
નાયડુ કર્ણાટકના પસંદગીકાર હતા
જ્યારે નાયડુ ભૂતપૂર્વ ભારતીય વિકેટકીપર અને બેટ્સમેન છે. 1998 થી 2010 સુધી, તે ઘરેલુ ક્રિકેટમાં કર્ણાટક માટે રમ્યો હતો. દુલીપ ટ્રોફી અને દેવધર ટ્રોફીમાં દક્ષિણ ઝોનનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેણે 93 ફર્સ્ટ ક્લાસ મેચમાં 4386 રન બનાવ્યા છે. 2013 થી 2016 સુધી, તે કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશનની જુનિયર પસંદગી સમિતિના મુખ્ય પસંદગીકાર હતા. તે 2015-2016 સિઝનમાં સિનિયર ટીમનો સિલેક્ટર પણ હતો.
મહિલા ટીમનું શેડ્યૂલ
આગામી મહિનો ભારતીય મહિલા ટીમ માટે ખૂબ જ વ્યસ્ત રહેવાનો છે. આવતા મહિને ટીમ 3 વનડે અને 3 T20 મેચોની શ્રેણી માટે બાંગ્લાદેશના પ્રવાસે જશે. આ પછી, સપ્ટેમ્બરમાં દક્ષિણ આફ્રિકા સામે ઘરઆંગણે 3 ODI અને 3 T20 મેચોની શ્રેણી રમાશે.
🚨 NEWS 🚨: BCCI announces Women’s Selection Committee & Junior Cricket Committee appointments.
The CAC has unanimously recommended Ms Shyama Dey Shaw and Mr VS Thilak Naidu for the said positions.
More Details 🔽https://t.co/EGKhomrBE1
— BCCI (@BCCI) June 19, 2023
આ પણ વાંચોઃ Ashes : બેયરસ્ટોના કારણે ઈંગ્લેન્ડની ટીમ પસંદગી પર ઉભા થયા સવાલ, જાણો શું છે કારણ
વર્ષના અંતે મોટો પડકાર
ભારત ઓક્ટોબરમાં ન્યૂઝીલેન્ડની પણ યજમાની કરશે અને ત્યારપછી ભારતીય મહિલા ટીમ ડિસેમ્બરમાં ઈંગ્લેન્ડ જવા રવાના થશે. વર્ષના અંતમાં ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સાથે એક ટેસ્ટ, 3 વનડે અને 3 T20 મેચની સિરીઝ રમશે. જે આવતા વર્ષે જાન્યુઆરી સુધી ચાલશે.
મહિલા પસંદગી સમિતિ: નીતુ ડેવિડ, રેણુ માર્ગરેટ, આરતી વૈધા, કલ્પના વેંકટચા, શ્યામા ડે શો
જુનિયર ક્રિકેટ કમિટી: વીએસ તિલક નાયડુ, રણદેવ બોઝ, હરવિંદર સિંહ, પથિક પટેલ, કૃષ્ણ મોહન