AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Arshdeep Singh in County Cricket: અર્શદીપ સિંહની ઈંગ્લેંડમાં ધમાલ, તોફાની સદી ફટકારનારાના સ્ટંપ હવામાં ઉડાવ્યા-VIDEO

Kent vs Surrey, Arshdeep Singh: અર્શદીપ સિંહ શાનદાર પ્રદર્શન વડે હવે ઈંગ્લેંડમાં ધૂમ મચાવી રહ્યો છે. IPL દરમિયાન તે સ્ટંપ તોડી દેતી બોલિંગ કરીને ધમાલ મચાવી ચૂક્યો હતો.

Arshdeep Singh in County Cricket: અર્શદીપ સિંહની ઈંગ્લેંડમાં ધમાલ, તોફાની સદી ફટકારનારાના સ્ટંપ હવામાં ઉડાવ્યા-VIDEO
Arshdeep Singh in County Cricket
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 14, 2023 | 12:24 PM
Share

અર્શદીપ સિંહ હાલમાં ઈંગ્લેંડમાં છે. જ્યાં તે કાઉન્ટી ક્રિકેટ માં રમી રહ્યો છે. અર્શદીપ સિંહને WTC Final માટેની ટીમમાં સ્થાન આપવામાં આવ્યુ નહોતુ, પરંતુ ઈંગ્લેંડમાં હાલમાં રેડ બોલથી જે રીતે બોલિંગ કરીને ધૂમ મચાવી રહ્યો છે, તેને લઈ ચર્ચામાં છે. ચર્ચા એ વાતની છે કે, અર્શદીપને ફાઈનલમાં સ્થાન નહીં આપવાની ભૂલતો નથી કરી દેવામાં આવી. અર્શદીપ સિંહ હાલમાં કાઉન્ટી ક્રિકેટમાં રમવા દરમિયાન ધૂમ મચાવી રહ્યો છે. તે જબરદસ્ત બોલિંગ વડે વિકેટ ઝડપી રહ્યો છે. હવે તેણે એક એવા ખેલાડીની વિકેટ ઝડપી છે કે, તેનાથી સૌ કોઈ પ્રભાવિત છે.

કેંટ અને સરે વચ્ચે કાઉન્ટી ક્રિકેટમાં ટક્કર થઈ રહી છે. આ દરમિયાન કેંટ દ્વારા સરે સામે 501 રનનુ લક્ષ્ય રાખવામાં આવ્યુ છે. જોકે આ દરમિયાન અર્શદીપ પોતાની બોલિંગ વડે પોતાની ચર્ચા બનાવી રહ્યો છે. સરેની ટીમ લક્ષ્ય તરફ આગળ વધવા લાગ્યુ હતુ અને જેમાં જેમી સ્મિથનુ યોગદાન મહત્વનુ રહ્યુ હતુ. પરંતુ તેને અર્શદીપે પોતાનો શિકાર બનાવી દીધો છે.

હવામાં ઉડાવ્યા સ્ટંપ

સરેની ટીમના જેમી સ્મિથે સદી નોંધાવી હતી. તેણે 77 બોલમાં જ 114 રન આક્રમક બેટિંગ વડે નોંધાવ્યા હતા. કેંટ સામે તેની રમતને લઈ સરેનો માહોલ બની રહ્યો હતો. જ્યારે બીજી તરફ કેંટ માટે તે ખતરનાક સાબિત થઈ રહ્યો હતો. પરંતુ અર્શદીપ સિંહે તેને પોતાનો શિકાર બનાવીને ખતરો ટાળવાનો મોટો પ્રયાસ કર્યો હતો.

અર્શદીપ સિંહે તેને ઓફ ધ સ્ટંપ બોલિંગ કરીને જેમી સ્મિથને ક્લીન બોલ્ડ કરી દીધો હતો. અર્શદીપે સ્મિથના સ્ટંપને હવામાં ઉડાવ્યા હતા. બોલ ટપ્પો ખાઈને ઝડપથી અંદરની તરફ આવ્યો હતો. જેને જેમી સ્મિથ સમજી શક્યો નહોતો. જેમી સ્મિથ થાપ ખાઈ ગયો હતો અને તેનુ સ્ટંપ ઉડી ગયુ હતુ.

બેન ફોક્સનો કર્યો હતો શિકાર

આ પહેલા અર્શદીપ સિંહે પ્રથમ ઈનીંગમાં ઈંગ્લેંડનો વિકેટકીપર બેટર બેન ફોક્સને પોતાનો શિકાર બનાવ્યો હતો. દંગ રાખતી વિકેટ તેણે ઝડપી હતી. અર્શદીપ સિંહ રાઉન્ડ ધ વિકેટ બોલ નાંખીને લેગ બિફોર કરી દીધો હતો. જે તેના માટે કાઉન્ટી ક્રિકેટની પ્રથમ વિકેટ હતી.

કાઉન્ટી ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન સાથે અર્શદીપ સિંહે શરુઆત કરીને પ્રભાવિત કર્યા છે. અર્શદીપ સિંહે આઈપીએલ દરમિયાન પણ જબરદસ્ત બોલિંગ કરી હતી. તેણે મુંબઈના વાનખેડેમાં સળંગ બે બોલમાં બે બોલ્ડ કરીને સ્ટંપ તોડી દીધા હતા.

આ પણ વાંચોઃ Bike Stunt Video: વેપારીને રીલ બનાવવી ભારે પડી ગઈ 17 લાખના ઈમ્પોર્ટેડ બાઈક સાથે જોખમી સ્ટંટ કરતા પોલીસે કાર્યવાહી કરી

બિપરજોય વાવાઝોડાના તાજા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">