T20 Women’s World Cupની પ્રથમ મેચમાં જ યજમાન ટીમ દક્ષિણ આફ્રિકાની હાર, શ્રીલંકાની 3 રનથી જીતી
South Africa Women vs Sri Lanka Women: આ મેચમાં આફ્રિકા મહિલા ટીમને 3 વિકેટથી હારનો સામનો કરવો પડયો હતો. પુરુષ ક્રિકેટ ટીમની જેમ મહિલા ક્રિકેટ ટીમ પણ ચોકર સાબિત થઈ હતી.

ગઈ કાલે 10 ફેબ્રુઆરીથી શ્રીલંકા અને દક્ષિણ આફ્રિકાની મેચ સાથે ટી-20 મહિલા વર્લ્ડ કપ 2023ની ધમાકેદાર શરુઆત થઈ હતી. પહેલી જ મેચમાં યજમાન ટીમ દક્ષિણ આફ્રિકાની મહિલા ટીમને હારનો સામનો કરવો પડયો હતો. પ્રથમ મેચમાં ટોસ જીતી દક્ષિણ આફ્રિકાએ બોલિંગ પસંદ કરી હતી. પ્રથમ બેટિંગ કરીને શ્રીલંકાની મહિલા ટીમે 4 વિકેટના નુકશાન સાથે 129 રન બનાવ્યા હતા.
130 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી દક્ષિણ આફ્રિકાની મહિલા ટીમ 9 વિકેટના નુકશાન સાથે 126 રન જ બનાવી શકી હતી. આ મેચમાં 72 રન પર જ દક્ષિણ આફ્રિકા મહિલા ટીમની 5 વિકેટ પડી ચૂકી હતી. આ મેચમાં આફ્રિકા મહિલા ટીમને 3 વિકેટથી હારનો સામનો કરવો પડયો હતો. પુરુષ ક્રિકેટ ટીમની જેમ મહિલા ક્રિકેટ ટીમ પણ ચોકર સાબિત થઈ હતી.
What a night! What a game!
Sri Lanka have upset the odds to beat the hosts 🙌
📝: https://t.co/sI5h6gf9WD#SAvSL | #T20WorldCup | #TurnItUp pic.twitter.com/fyYqdDsBOo
— T20 World Cup (@T20WorldCup) February 10, 2023
પ્લેયર ઓફ ધ મેચ
There is little doubt as to the star of the opening game!
The @aramco Player of the Match is Sri Lanka skipper Chamari Athapaththu 🙌#SAvSL | #T20WorldCup | #POTM pic.twitter.com/HLzbxNWEKS
— T20 World Cup (@T20WorldCup) February 10, 2023
વર્લ્ડકપની પ્રથમ મેચમાં શ્રીલંકાની ખેલાડી ચમરી અથપથુ પ્લેયર ઓફ ધ મેચ બની હતી. તેણે 50 બોલમાં 68 રન ફટકાર્યા હતા. આ દરમિયાન તેણે 12 ચોગ્ગા પણ ફટકાર્યા હતા. તેણે આ મેચમાં 136ની સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા હતા.
ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહેલી 10 ટીમોને બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ભારતને ઈંગ્લેન્ડ, આયર્લેન્ડ, પાકિસ્તાન અને વેસ્ટ ઈન્ડિઝની સાથે ગ્રુપ બીમાં રાખવામાં આવ્યું છે. બીજી તરફ ગ્રુપ Aમાં યજમાન સાઉથ આફ્રિકા સિવાય વર્તમાન ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા, શ્રીલંકા, બાંગ્લાદેશ અને ન્યુઝીલેન્ડની ટીમ સામેલ છે. ગ્રુપ રાઉન્ડમાં દરેક ટીમ તેમના ગ્રુપની બાકીની ટીમો સામે એક-એક મેચ રમશે. બંને ગ્રૂપની ટોચની બે ટીમો સેમિફાઇનલમાં પ્રવેશ કરશે.
મહિલા T20 વર્લ્ડ કપની આગામી મેચનું શેડ્યૂલ
11 ફેબ્રુઆરી – વેસ્ટ ઈન્ડિઝ v/s ઈંગ્લેન્ડ – રાત્રે6.30 કલાકે
11 ફેબ્રુઆરી – ઓસ્ટ્રેલિયા v/s ન્યુઝીલેન્ડ – રાત્રે 10.30 કલાકે
12 ફેબ્રુઆરી – ભારત v/s પાકિસ્તાન – રાત્રે6.30 કલાકે
12 ફેબ્રુઆરી – બાંગ્લાદેશ v/s શ્રીલંકા – રાત્રે 10.30 કલાકે
13 ફેબ્રુઆરી – આયર્લેન્ડ v/s ઈંગ્લેન્ડ – રાત્રે 6.30 કલાકે
13 ફેબ્રુઆરી – દક્ષિણ આફ્રિકા v/s ન્યુઝીલેન્ડ – રાત્રે 10.30 કલાકે
14 ફેબ્રુઆરી – ઓસ્ટ્રેલિયા v/s બાંગ્લાદેશ – રાત્રે 10.30 કલાકે
15 ફેબ્રુઆરી – ભારત v/s વેસ્ટ ઈન્ડિઝ – રાત્રે6.30 કલાકે
15 ફેબ્રુઆરી – પાકિસ્તાન v/s આયર્લેન્ડ – રાત્રે 10.30 કલાકે
16 ફેબ્રુઆરી – શ્રીલંકા v/s ઓસ્ટ્રેલિયા – રાત્રે 6.30 કલાકે
17 ફેબ્રુઆરી – ન્યુઝીલેન્ડ વિ બાંગ્લાદેશ – રાત્રે 6.30 કલાકે
17 ફેબ્રુઆરી – વેસ્ટ ઈન્ડિઝ v/s આયર્લેન્ડ – રાત્રે 10.30 કલાકે
18 ફેબ્રુઆરી – ભારત v/s ઈંગ્લેન્ડ – રાત્રે 6.30 કલાકે
18 ફેબ્રુઆરી – દક્ષિણ આફ્રિકા v/s ઓસ્ટ્રેલિયા – રાત્રે 10.30 કલાકે
19 ફેબ્રુઆરી – પાકિસ્તાન v/s વેસ્ટ ઈન્ડિઝ – રાત્રે 6.30 કલાકે
19 ફેબ્રુઆરી – ન્યુઝીલેન્ડ v/s શ્રીલંકા – રાત્રે 10.30 કલાકે
20 ફેબ્રુઆરી – ભારત v/s આયર્લેન્ડ – રાત્રે 6.30 કલાકે
21 ફેબ્રુઆરી – ઈંગ્લેન્ડ v/s પાકિસ્તાન – રાત્રે 6.30 કલાકે
સાઉથ આફ્રિકા v/s બાંગ્લાદેશ – રાત્રે 10.30
સેમિ ફાઈનલ અને ફાઈનલ મેચ
23 ફેબ્રુઆરી – પ્રથમ સેમિફાઇનલ – રાત્રે 6.30 કલાકે
24 ફેબ્રુઆરી – બીજી સેમિફાઇનલ – રાત્રે 6.30 કલાકે
26 ફેબ્રુઆરી – ફાઇનલ – સાંજે 6.30 કલાકે
રમતગમતનો ગઢ બની રહ્યું છે દક્ષિણ આફ્રિકા
દક્ષિણ આફ્રીકામાં હાલમાં ઘણી સ્પોર્ટસ ઈવેન્ટ ચાલી રહી છે. SA20 ક્રિકેટ ટુર્નામેન્ટ, અંડર 19 મહિલા વર્લ્ડ કપ બાદ હવે દક્ષિણ આફ્રીકાની ધરતી પર ટી-20 મહિલા ક્રિકેટ વર્લ્ડ કપના પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ દેશે વર્ષ 2003ના વર્લ્ડ કપ, 2007ના ટી-20 વર્લ્ડ કપ, 2009 આઈપીએલ, 2009 ચેમ્પિયનન્સ ટ્રોફી અને 2010ના ફિફા વર્લ્ડ કપની સફળતા પૂર્વક યજમાની કરી હતી.