AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs PAK : 5 વખતની ચેમ્પિયન ભારતીય ટીમ પાકિસ્તાન સામે બદલો લેવા માટે ઉત્સુક

પાંચ વખતની ચેમ્પિયન ભારતીય ટીમ રવિવાર આજે પોતાની બીજી સુપર સિક્સ મેચમાં પાકિસ્તાન સાથે ટકરાશે. ભારત પાસે પાકિસ્તાન સામે એશિયા કપની ફાઈનલમાં મળેલી હારનો બદલો લેવાની તક છે.

IND vs PAK : 5 વખતની ચેમ્પિયન ભારતીય ટીમ પાકિસ્તાન સામે બદલો લેવા માટે ઉત્સુક
| Updated on: Feb 01, 2026 | 10:02 AM
Share

ભારત અને પાકિસ્તાનની ટીમ ક્રિકેટના મેદાન પર ફરી એક વખત આમને-સામને થશે. રવિવારના રોજ ક્વીંસ સ્પોર્ટસ ક્લબમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે અંડર-19 વર્લ્ડકપ 2026 રમાશે. ભારત પાસે પાકિસ્તાન સામે એશિયા કપની ફાઈનલમાં મળેલી હારનો બદલો લેવાની તક છે. ભારતીય ટીમે ટૂર્નામેન્ટમાં પોતાની તમામ મેચ જીતી છે. પાકિસ્તાને ઈંગ્લેન્ડ વિરુદ્ધ પોતાની મેચ હારી હતી. વર્લ્ડકપમાં ભારતનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. પાકિસ્તાને અમેરિકા સામે 6 વિકેટથી જીત મેળવી પોતાના અભિયાનની શરુઆત કરી હતી.ત્યારબાદબાંગ્લાદેશ,ન્યુઝીલેન્ડની ટીમને હાર આપી હતી. પોતાની પહેલી સુપર સિક્સ મેચમાં ઝિમ્બાબ્વેને 204 રનથી હાર આપી હતી.

કઈ રીતે ભારતને મળશે અંડર 19 વર્લ્ડકપની સેમિફાઈનલની ટિકિટ

ટીમ ઈન્ડિયાને અંડર-19 વર્લ્ડકપની સેમિફાઈનલનું સમીકરણ સીધું છે. જો ભારત પાકિસ્તાનને હરાવવામાં સફળ રહે છે, તો તે પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને રહી સુપર-6નો અંત કરશે. સેમિફાઈનલ માટે ક્વોલિફાય કરશે. જો ટીમ ઈન્ડિયા પાકિસ્તાન સામે હારી જાય છે તો પણ ટીમ ઈન્ડિયા પાસે સેમિફાઈનલમાં પહોંચવાની તક હશે.ભારતનો નેટ રન રેટ પાકિસ્તાનથી સારો છે. જો આયુષ મ્હાત્રેની ટીમને પાકિસ્તાન સામે હારનો સામનો કરવો પડે છે તો.ટીમ ઈન્ડિયા માત્ર આ હારથી દુર રહેવું પડશે.

View this post on Instagram

A post shared by ICC (@icc)

પાકિસ્તાન ભીડમાં

પાકિસ્તાન જો અંડર-19 વર્લ્ડકપની સેમિફાઈનલની ટિકિટ મેળવવી છે. તો તેમણે કોઈ પણ સંજોગોમાં ભારતને હરાવવું પડશે. આ સાથે મોટી જીત મેળવવી પડશે. પાકિસ્તાનના ખાતામાં હાલમાં 4 પોઈન્ટ છે. જો ટીમ ઈન્ડિયાને હરાવવામાં સફળ રહે છે તો ભારતની બરાબર 6 પોઈન્ટ મેળવી લેશે. પાકિસ્તાનને મેચ જીતવાની સાથે-સાથે ભારતનો નેટ રન રેટમાં પણ પછાડવું પડશે.

સુપર સિક્સમાં આમને-સામને

આ વર્લ્ડ કપની વાત કરીએ તો, ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાન કરતા વધુ સારું પ્રદર્શન કર્યું છે. આયુષ મ્હાત્રેની આગેવાની હેઠળની ભારતીય ટીમે ટુર્નામેન્ટમાં અત્યાર સુધી ચાર મેચ રમી છે, જેમાંથી ચારેય જીતી છે. પાકિસ્તાને પણ ચાર મેચ રમી છે, જેમાં ફક્ત ત્રણમાં જીત મેળવી છે અને એકમાં ઈંગ્લેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો છે. હવે, બંને સુપર સિક્સમાં આમને-સામને છે, જે આ રાઉન્ડની તેમની છેલ્લી મેચ છે.

ભારતીય ક્રિકેટ ટીમ વિશ્વ મંચ પર ભારતનું પ્રતિનિધિત્વ કરે છે. તે ICC દ્વારા માન્ય છે, જેનો અર્થ છે કે તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદનો સંપૂર્ણ સભ્ય છે.  અહી ક્લિક કરો

જ્યોર્જિયામાં રસ્તા પરથી પસાર થઇ રહેલી કાર સાથે અથડાયુ પ્લેન
જ્યોર્જિયામાં રસ્તા પરથી પસાર થઇ રહેલી કાર સાથે અથડાયુ પ્લેન
અમદાવાદ એરપોર્ટ પર જાહેરમાં નમાઝનો વીડિયો વાયરલ
અમદાવાદ એરપોર્ટ પર જાહેરમાં નમાઝનો વીડિયો વાયરલ
Breaking News : 120 કિલો ચાંદીની ચોરી પાછળ અંડરવર્લ્ડ સ્ટાઈલ ષડયંત્ર!
Breaking News : 120 કિલો ચાંદીની ચોરી પાછળ અંડરવર્લ્ડ સ્ટાઈલ ષડયંત્ર!
ગીર પાસે રેલવે ટ્રેક પર સિંહો! લોકો પાયલટે ટાળી મહાદુર્ઘટના
ગીર પાસે રેલવે ટ્રેક પર સિંહો! લોકો પાયલટે ટાળી મહાદુર્ઘટના
વડોદરામા આગામી સત્રથી 1500થી વધુ બાળકો ડિજિટલ સુવિધાઓ સાથે કરશે અભ્યાસ
વડોદરામા આગામી સત્રથી 1500થી વધુ બાળકો ડિજિટલ સુવિધાઓ સાથે કરશે અભ્યાસ
ગીરનાર પર્વતની ઓઘડ ટૂંક પર જૈન ધર્મની ધજા ફરકાવતા વિવાદ વકર્યો
ગીરનાર પર્વતની ઓઘડ ટૂંક પર જૈન ધર્મની ધજા ફરકાવતા વિવાદ વકર્યો
પોરબંદરમાં હથિયાર સાથે દાંડિયારાસ રમતો ગેંગસ્ટર ભીમા દુલા ઓડેદરા
પોરબંદરમાં હથિયાર સાથે દાંડિયારાસ રમતો ગેંગસ્ટર ભીમા દુલા ઓડેદરા
રાજકોટ-જામનગર બાદ હવે અમદાવાદમાં પણ 'હું નથુરામ' નાટકનો શો રદ
રાજકોટ-જામનગર બાદ હવે અમદાવાદમાં પણ 'હું નથુરામ' નાટકનો શો રદ
Breaking News: દેવાયત ખવડને હાઈકોર્ટથી હંગામી રાહત, ધરપકડ પર રોક
Breaking News: દેવાયત ખવડને હાઈકોર્ટથી હંગામી રાહત, ધરપકડ પર રોક
શિયાળાનો અંત કે ઉનાળાની શરૂઆત? ગુજરાતમાં હવામાનનું ઘમાસાણ
શિયાળાનો અંત કે ઉનાળાની શરૂઆત? ગુજરાતમાં હવામાનનું ઘમાસાણ
g clip-path="url(#clip0_868_265)">