AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ODI WC Qualifier: ક્યારેય નહીં જોયો હોય આવો કેચ, કેરેબિયન ખેલાડીએ બાઉન્ડ્રીની બહાર જઈને કર્યો કમાલ, જુઓ Video

ODI WC Qualifier: વેસ્ટ ઇન્ડીઝની ટીમ અત્યારે ઝિમ્બાબ્વેમાં છે અને આઇસીસી વનડે વર્લ્ડ કપ 2023ના ક્વાલીફાયરમાં ભાગ લઇ રહી છે. એવામાં નેપાળ સામે મેચમાં એક કેરેબિન ખેલાડીએ ગજબનો કેચ કર્યો હતો, જેના લીધે તે ચર્ચામાં રહ્યો હતો.

ODI WC Qualifier: ક્યારેય નહીં જોયો હોય આવો કેચ, કેરેબિયન ખેલાડીએ બાઉન્ડ્રીની બહાર જઈને કર્યો કમાલ, જુઓ Video
Keacy Carty sensational catch
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 24, 2023 | 1:25 PM
Share

ઝિમ્બાબ્વેમાં હાલમાં વર્ષના અંતમાં ભારતમાં આયોજન થનાર વનડે વિશ્વ કપ 2023 માટે ક્વાલીફાયર મુકાબલા ચાલી રહ્યા છે. 10 ટીમ વચ્ચે વનડે વિશ્વ ક્વાલીફાયરની મેચ ચાલી રહી છે જેનો ભાગ વેસ્ટ ઈન્ડીઝની ટીમ પણ છે. આ ક્વાલીફાયર ટુર્નામેન્ટમાં વેસ્ટ ઈન્ડીઝ અને નેપાળ વચ્ચે 22 જૂનના રોજ મેચ રમાઈ હતી, જેમાં વેસ્ટ ઈન્ડીઝની ટીમનો દબદબો રહ્યો હતો. ટીમે સંપૂર્ણ મેચમાં નેપાળની ટીમને ડોમિનેટ કર્યો હતો. નોંધપાત્ર છે કે આ મેચમાં વેસ્ટ ઇન્ડીઝના ખેલાડીએ એક અવિશ્વસનીય કેચ કર્યો હતો, જે હવે ચર્ચામાં છે.

આ પણ વાંચો: ઓલિમ્પિક સંઘનો મોટો નિર્ણય, રદ્દ કરી આંતરરાષ્ટ્રીય બોક્સિંગ સંઘની માન્યતા

વેસ્ટ ઈન્ડીઝના ખેલાડીએ બાઉન્ડ્રીની બહાર જઈ કર્યો કમાલ

નેપાળની ઈનિંગની 23મી ઓવર વેસ્ટ ઈન્ડીઝનો ઓફ સ્પિનર અકીલ હોસેન નાખી રહ્યો હતો. તેની ઓવરના પહેલા બોલ પર નેપાળનો બેટ્સમેન કુશલ મલ્લા સ્ટ્રાઇક પર હતો. કુશલે ઓવરના પ્રથમ બોલ પર મોટો શોટ ફટકારવાનો પ્રયાસ કર્યો હતો. તેણે લેગ સાઈડ પર મોટી હિટ ફટકારી હતી, એ શોટ માટે કુશલને પુરા 6 રન મળ્યા હોત, પણ બાઉન્ડ્રી પર કીસી કાર્ટીએ જબરદસ્ત કેચ કર્યો હતો.

કાર્ટીએ પહેલા બાઉન્ડ્રી પર બોલને પકડયો હતો, જ્યારે તેને લાગ્યુ કે તે બાઉન્ડ્રી રોપને પાર થઇ જશે તો તેણે બોલને હવામાં ઉછાળ્યો હતો. જે બાદ કાર્ટી બાઉન્ડ્રી પાર ગયો હતો. બોલ પણ હવામાં બાઉન્ડ્રીની બહાર જ હતો. એવામાં કીસી કાર્ટીએ બાઉન્ડ્રીની બહાર હવામાં જમ્પ કરીને બોલને બાઉન્ડ્રીની અંદર લાવ્યો હતો અને એક શાનાદાર કેચ કર્યો હતો. તેના કેચનો વીડીયો આઇસીસીએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો. કીસીના આ કેચની પ્રશંસા થઇ રહી છે.

View this post on Instagram

A post shared by ICC (@icc)

વેસ્ટ ઇન્ડીઝની 101 રનથી જીત

નેપાળની ટીમે ટોસ જીતીને વેસ્ટ ઇન્ડીઝ સામે પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. એવામાં વેસ્ટ ઇન્ડીઝે પ્રથમ બેટીંગ કરતા નિર્ધારિત 50 ઓવરમાં 7 વિકેટમાં 339 રન બનાવ્યા હતા અને નેપાળ સામે 340 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો. બીજી ઇનિંગમાં નેપાળ આખી 50 ઓવર રમી શકી ન હતી અને 49.4 ઓવરમાં 238 રન બનાવીને ઓલ આઉટ થઇ ગઇ હતી, જેના કારણે વેસ્ટ ઇન્ડીઝ 101 રનથી મેચ જીતી ગઇ હતી.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">