IND VS PAK : ODI વર્લ્ડ કપમાં પાકિસ્તાનના રમવા અંગે જાવેદ મિયાંદાદનું વિવાદાસ્પદ નિવેદન
જાવેદ મિયાંદાદે કહ્યું કે પાકિસ્તાની ટીમે વર્લ્ડ કપ રમવા ભારત ન જવું જોઈએ. તેણે ભારત વિરુદ્ધ અનેક નિવેદનો આપ્યા હતા.
વર્લ્ડ કપ 2023 ભારતમાં ઓક્ટોબરમાં યોજાવાનો છે. ટુર્નામેન્ટ હવે દૂર નથી પરંતુ તેનું શેડ્યૂલ હજુ જાહેર કરવામાં આવ્યું નથી. અહેવાલો અનુસાર, શિડ્યુલમાં વિલંબ પાકિસ્તાનના અક્કડ વલણને કારણે છે. વાસ્તવમાં BCCI ઇચ્છે છે કે ભારત-પાકિસ્તાનની મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાય પરંતુ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ આ માટે તૈયાર નથી. હવે આ વિવાદો વચ્ચે પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન જાવેદ મિયાંદાદે ભારત વિરુદ્ધ નિવેદન આપ્યું છે.
જાવેદ મિયાંદાદનો વાણી વિલાસ
જાવેદ મિયાંદાદે પાકિસ્તાની મીડિયા સાથે વાત કરતા કહ્યું કે પાકિસ્તાની ટીમે ભારતની ધરતી પર પગ ન મૂકવો જોઈએ. પાકિસ્તાનની ટીમે વર્લ્ડ કપ મેચ રમવા માટે ભારત ન જવું જોઈએ. જાવેદ મિયાંદાદે કહ્યું કે જો તેની પાસે શક્તિ હોત તો તે ક્યારેય પોતાની ટીમને ભારત ન મોકલી હોત, ભલે તે વર્લ્ડ કપની મેચ હોય.
“Pakistan’s cricket is better than India’s. India can go to hell if they do not want to come here. Pakistan should refuse to travel to India for the World Cup,” Javed Miandad.
Miandad has criticised Narendra Modi as well. #CWC23 #AsiaCup2023 pic.twitter.com/Ulo23pPACn
— Farid Khan (@_FaridKhan) June 18, 2023
એશિયા કપનો બદલો લો: મિયાંદાદ
મિયાંદાદે કહ્યું કે ભારતીય ટીમ એશિયા કપ માટે પાકિસ્તાન નથી આવી રહી, જે તેની રણનીતિ હતી. આવી સ્થિતિમાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે પણ પોતાની ટીમ ભારત ન મોકલવી જોઈએ. જાવેદ મિયાંદાદે કહ્યું કે પાકિસ્તાની ટીમ 2012 અને 2016માં ભારત ગઈ પરંતુ ટીમ ઈન્ડિયા પાકિસ્તાન આવી નહીં.જાવેદ મિયાંદાદે કહ્યું કે પાકિસ્તાન ક્રિકેટ મોટું છે અને તેના ખેલાડીઓ પણ મોટા છે. તેથી ભારત જવાથી પાકિસ્તાનને કોઈ ફરક નહીં પડે.
આ પણ વાંચોઃ Ashes 2023 : પહેલી ટેસ્ટની બીજી ઈનિંગમાં ઈંગ્લેન્ડ 273 રનમાં ઓલઆઉટ, ઓસ્ટ્રેલિયાને જીતવા 281 રનનો ટાર્ગેટ
મિયાંદાદની સલાહ માનવી ભારે પડશે
જાવેદ મિયાંદાદ અવારનવાર ભારત વિરુદ્ધ નિવેદનો આપે છે. જો પાકિસ્તાની ટીમ જાવેદ મિયાંદાદની સલાહ માની લે છે તો તેને તેની ભયાનક આડઅસરનો સામનો કરવો પડશે. જો પાકિસ્તાન વર્લ્ડકપ રમવા ભારત નહીં આવે તો તેને ICCના પ્રતિબંધોનો સામનો કરવો પડી શકે છે. ઉપરાંત, BCCI વિશ્વનું સૌથી શક્તિશાળી ક્રિકેટ બોર્ડ છે અને તેની સાથે ગડબડ કરવી PCB માટે ભારે પડી શકે છે.