
Suryakumar, Smriti Mandhana અને Arshdeep Singh ચમકી શકે છે
ICC દ્વારા ક્રિકેટ ખેલાડીઓને તેમના પ્રદર્શનને ધ્યાને લઈ અલગ અલગ કેટેગરીમાં પ્રતિવર્ષ એવોર્ડ આપે છે. મહિલા અને પુરુષ બંને વર્ગમાં આ એવોર્ડ ICC દ્વારા આપવામાં આવે છે. આ એવોર્ડમાં માત્ર ક્રિકેટરો જ નહીં પરંતુ અપાયરોને પણ એવોર્ડ આપવામાં આવે છે. વર્ષ 2022માં કઈ ટીમે અને ક્યા ખેલાડીઓએ કયા વિભાગમાં કેવુ પ્રદર્શન કર્યુ છે એને આધારે આજથી એવોર્ડ અંગેની ઘોષણા કરશે. ICC દ્વારા જાન્યુઆરીની 23 થી 26 સુધી અલગ અલગ કેટેગરીના વિજેતાઓના નામ જાહેર કરવામાં આવશે.
આઈસીસીએ આ માટે એક નિવેદન બહાર પાડ્યુ છે અને દર્શાવવામાં આવ્યુ છે કે, 13 કેટેગરીમાં એવોર્ડ્સ આપવામાં આવશે. આ માટે 1 જાન્યુઆરી 2022 થી 31 ડિસેમ્બર 2022 સુધીના પ્રદર્શનને ધ્યાને લેવામાં આવશે. જેમાં સર ગારફિલ્ડ સોબર્સ આઈસીસી મેન્સ ક્રિકેટર ઓફ ધ યર, રચેલ ફ્લિંટ ટ્રોફી વુમન ક્રિકેટર ઓફ ધ યરના એવોર્ડ સામેલ છે.
આજથી ચાર દિવસ થશે એલાન
ચાર દિવસ સુધી રોજ અલગ અલગ કેટેગરી મુજબ ICC દ્વારા એવોર્ડ વિજેતા ઘોષીત કરવામાં આવનાર છે. જેમાં સૌથી પહેલા ટી20 ટીમ અને બાદમાં વનડે ટીમનુ એલાન કરવામાં આવશે. અંતિમ દિવસે શ્રેષ્ઠ ક્રિકેટર, અંપાયર સહિતના સંખ્યાબંધ એવોર્ડ જાહેર કરવામાં આવશે. જાણો કયા દિવસે ICC કઈ કેટેગરીના એવોર્ડ વિજેતા જાહેર કરશે.
- 23 જાન્યુઆરીઃ સોમવારે ICC દ્વારા પુરુષ અને મહિલા ટી20 ટીમ ઓફ ધ યર જાહેર કરશે.
- 24 જાન્યુઆરીઃ મંગળવારે પુરુષ અને મહિલા વનડે ક્રિકેટ ટીમ ઓફ ધ યર જાહેર કરશે.
- 25 જાન્યુઆરીઃ બુધવારે ખેલાડીઓના તેમના વ્યક્તિગત પ્રદર્શન માટે એવોર્ડ જાહેર કરશે. આ દિવસે એસોસિયેટ, ટી20 આંતરરાષ્ટ્રીય અને અમેર્ઝીંગ ક્રિકેટર ઓફ ધ યરની કેટેગરીમાં એવોર્ડ આપશે.
- 26 જાન્યુઆરીઃ ગુરુવારે એવોર્ડ જાહેર કરવાનો અંતિમ દિવસ છે. આ દિવસે આઈસીસી સર્વશ્રેષ્ઠ ક્રિકેટર, અંપાયર જાહેર કરવામાં આવશે. ICC સર ગારફિલ્ડ સોબર્સ ICC મેન્સ ક્રિકેટર ઑફ ધ યર, રશેલ ફ્લિન્ટ ટ્રોફી મહિલા ક્રિકેટર ઑફ ધ યર માટેના પુરસ્કારોની પણ જાહેરાત કરશે. આ દિવસે ICC સ્પિરિટ ઓફ ક્રિકેટ એવોર્ડની પણ જાહેરાત કરવામાં આવશે.
આ ભારતીય ખેલાડીઓ પર નજર
- સૂર્યકુમાર યાદવઃ ગત વર્ષે સૂર્યાએ આંતરરાષ્ટ્રીય ટી20 ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કર્યુ છે. ગયા વર્ષે 30 ઇનિંગ્સમાં 1151 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેની એવરેજ 47.95 હતી અને સ્ટ્રાઈક રેટ 188.37 હતો. તેણે બે સદી પણ ફટકારી હતી. સૂર્યા સર્વશ્રેષ્ઠ ક્રિકેટરની રેસમાં સામેલ છે.
- અર્શદીપ સિંહઃ ભારતનો ડાબોડી ફાસ્ટ બોલર વર્ષનો ઉભરતા ખેલાડીમાં દાવ લગાવી શકે છે, તેણે પોતાના પ્રથમ T20 વર્લ્ડ કપમાં જોરદાર બોલિંગ કરી હતી.
- સ્મૃતિ મંધાનાઃ વર્ષ 2022માં મંધાનાએ ટી20માં 594 રન અને વનડેમાં 696 રન બનાવ્યા છે. મહિલા ક્રિકેટર ઓફ ધ યરની રેસમાં છે. મંધાનાને ગયા વર્ષે ICC દ્વારા શ્રેષ્ઠ મહિલા ક્રિકેટર તરીકે પસંદ કરવામાં આવી હતી. તે સતત બીજી વખત આ એવોર્ડની રેસમાં છે.
- રેણુકા સિંહઃ પુરુષ ક્રિકેટમાં અર્શદીપની જેમ મહિલા ક્રિકેટમાં બે ખેલાડીઓએ શાનદાર દેખાવ રજૂ કર્યો છે. જેમાંનુ એક નામ રેણુંકાનુ છે
- યાસ્તિકા ભાટિયાઃ ગુજરાતના વડોદરાની મહિલા ક્રિકેટર યાસ્તિકા પણ ચમકી શકે છે. તે મહિલા વર્ગમાં ઉભરતા ખેલાડી તરીકેનો એવોર્ડ પોતાને નામ કરી શકે છે.