AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ICC U19 World Cup: ઓસ્ટ્રેલિયાએ વિશ્વકપ 2022ને લઇ ટીમનુ કર્યુ એલાન, 15 ખેલાડીઓના નામ કર્યા જાહેર

આ ICC ટૂર્નામેન્ટ વેસ્ટ ઈન્ડિઝમાં રમાવાની છે, જેના માટે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ 15 સભ્યોની ટીમ પસંદ કરી છે.

ICC U19 World Cup: ઓસ્ટ્રેલિયાએ વિશ્વકપ 2022ને લઇ ટીમનુ કર્યુ એલાન, 15 ખેલાડીઓના નામ કર્યા જાહેર
Cricket Australia
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 14, 2021 | 9:15 AM
Share

ઓસ્ટ્રેલિયા (Australian Cricket Team) એ વર્ષ 2022માં યોજાનાર મેન્સ ICC અંડર 19 વર્લ્ડ કપ (ICC U19 World Cup) માટે ટીમની જાહેરાત કરી છે. આ ICC ટૂર્નામેન્ટ વેસ્ટ ઈન્ડિઝ (West Indies) માં રમાવાની છે, જેના માટે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (Cricket Australia) એ 15 સભ્યોની ટીમ પસંદ કરી છે. કૂપર કોન્લી (Cooper Connolly) ને પણ આ ટીમમાં જગ્યા મળી છે, જેનો બીજો અંડર 19 વર્લ્ડ કપ હશે.

આ પહેલા તે દક્ષિણ આફ્રિકામાં રમાયેલા અંડર 19 વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયન ટીમનો ભાગ હતો. કૂપર ઉપરાંત 17 વર્ષીય હરકીરત બાજવા (Harkirat Bajwa) પણ ટીમમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરવામાં સફળ રહ્યો છે.

આઈસીસી અંડર 19 વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાને ગ્રુપ ડીમાં રાખવામાં આવ્યું છે. આ ઉપરાંત યજમાન વેસ્ટ ઈન્ડિઝ, સ્કોટલેન્ડ અને શ્રીલંકા આ ગ્રુપમાં છે. 15 સભ્યોની ઓસ્ટ્રેલિયાની ટીમને એન્થોની ક્લાર્ક કોચ કરશે.

ટીમમાં તમામ પ્રકારના ખેલાડીઓ-કોચ

ઓસ્ટ્રેલિયન ટીમના કોચ એન્થોની ક્લાર્કે કહ્યું, અમારી ટીમમાં તમામ પ્રકારના ખેલાડીઓ છે. જો તેમાં ઉત્સાહ હોય તો એવા ખેલાડીઓ પણ છે જેમને ઘરેલુ ક્રિકેટમાં રમવાનો અનુભવ છે. તેમની વચ્ચે ઘણા એવા ખેલાડીઓ છે જેમણે ભૂતકાળમાં પોતાની ક્ષમતા સાબિત કરી છે અને ઘણી સ્પર્ધાઓમાં સારો દેખાવ કર્યો છે.

તેમણે કહ્યું, મને ખાતરી છે કે અંડર-19 વર્લ્ડ કપમાં રમીને આ ખેલાડીઓના પ્રદર્શનમાં વધારો થશે. આ તેમના માટે તકનો લાભ ઉઠાવવાનો એક માર્ગ છે. તેથી, તે બધા આ ટુર્નામેન્ટને કેવી રીતે લે છે અને તેમાં કેવી રીતે રમે છે તે જોવું રસપ્રદ રહેશે.

ICC U19 વર્લ્ડ કપ માટે ઓસ્ટ્રેલિયાની 15 સભ્યોની ટીમ

હરકીરત બાજવા, એડન કાહિલ, કૂપર કોન્લી, જોશુઆ ગાર્નર, ઇશાક હિગિન્સ, કેમ્પબેલ કેલાવે, કોરી મિલર, જેક નિસ્બેટ, નિવેતન રાધાકૃષ્ણન, વિલિયમ સાલ્ઝમેન, લેક્લાન શો, જેક્સન સીનફિલ્ડ, ટોબીઆસ સ્નેલ, ટોમ વિટની, ટિગ વિલી

અનામત ખેલાડીઓ: લિયામ બ્લેકફોર્ડ, લિયામ ડોડ્રેલ, જોએલ ડેવિસ, સેમ રાહલી, અનુબ્રે સ્ટોકડેલ

આ પણ વાંચોઃ IND vs AFG: ટીમ ઇન્ડિયા માર્ચમાં રમશે વન ડે સિરીઝ, યુવા ખેલાડીઓને લાગશે લોટરી!

આ પણ વાંચોઃ Rowing championship accident : સિલ્વર મેડલ વિજેતા ખેલાડી રેસ બાદ બેહોશ થઈ પાણીમાં પડી, જીવ બચાવનારાનો આભાર માન્યો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">