AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cricket World Cup 2023: શું ક્રિકેટ વર્લ્ડ કપની ટ્રોફી સોનાની બનેલી છે? શું વર્લ્ડકપ જીતનારી ટીમ ટ્રોફી ઘરે લઈ જાય છે જાણો તમામ વાતો

ભારતમાં 5 ઓક્ટોબરથી એટલે કે આજથી ક્રિકેટ વર્લ્ડ કપ (World Cup 2023)નો પ્રારંભ થવા જઈ રહ્યો છે. જે ટીમ આ મેચ જીતે છે. તેને ટ્રોફી મળે છે. શું તમે જાણો છો કે આ ટ્રોફી શેની બનેલી છે?

Cricket World Cup 2023: શું ક્રિકેટ વર્લ્ડ કપની ટ્રોફી સોનાની બનેલી છે? શું વર્લ્ડકપ જીતનારી ટીમ ટ્રોફી ઘરે લઈ જાય છે જાણો તમામ વાતો
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 05, 2023 | 1:17 PM
Share

સોશિયલ મીડિયા પર ક્રિકેટ વર્લ્ડ કપ 2023 (World Cup 2023)નો એક વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. ગોલ્ડ અને સિલ્વર કલરમાં જોવા મળતી આ ટ્રોફીને લોકો ખુબ પસંદ કરી રહ્યા છે. ટ્રોફીમાં જોવા મળી રહેલા ગ્લોબ એક ક્રિકેટ બોલનું પ્રતિનિધિત્વ કરે છે અને કોલમ ક્રિકેટના ત્રણ મુળભુત પહેલુઓનું પ્રતિનિધિત્વ કરે છે.ક્રિકેટ વર્લ્ડ કપની ટ્રોફી ગોલ્ડ અને સિલ્વરથી બનેલી હોય છે. ટ્રોફીમાં જે બોલ ગોલ્ડ કલરની જોવા મળી રહ્યો છે અને ત્રણેય સ્તંભ ચાંદીના બનેલા છે.

આ પણ વાંચો : Happy Birthday Washington Sundar: પિતાએ ક્રિકેટ માટે પ્રેરણા આપી, આજે ભાઈ બહેન બંન્ને છે ઓલરાઉન્ડર છે

ICC ટ્રોફી વિશ્વની ટોપ-10 સૌથી મોંઘી સ્પોર્ટ્સ ટ્રોફીમાંની એક

ICC ક્રિકેટ વર્લ્ડ કપ ટ્રોફી એ માત્ર ક્રિકેટની શ્રેષ્ઠતાનું પ્રતીક નથી પરંતુ અત્યાર સુધી આપવામાં આવેલી મોંઘી રમત ટ્રોફીની યાદીમાં પણ તે મુખ્ય સ્થાન ધરાવે છે. વર્લ્ડ કપ ટ્રોફીની અંદાજિત કિંમત 30,000 ડોલર છે. વર્તમાન ICC ટ્રોફી વિશ્વની ટોપ-10 સૌથી મોંઘી સ્પોર્ટ્સ ટ્રોફીમાંની એક છે, તેની કિંમત અંદાજે 24,76,650 રૂપિયા છે.

આજે રમાશે વર્લ્ડકપની પ્રથમ મેચ

તમને જણાવી દઈએ કે, આ વખતે વર્લ્ડ કપ 2023નું આયોજન કરવામાં આવ્યું છે. જેની પ્રથમ મેચ 5 ઓક્ટોબરના રોજ એટલે કે, આજે રમાશે. લાંબા સમય બાદ ભારતને ક્રિકેટ વર્લ્ડકપની યજમાની કરવાની તક મળી છે. જેની ફાઈનલ મેચ 19 નવેમ્બરના રોજ રમાશે. વર્લ્ડકપની પહેલી અને છેલ્લી મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. તમને જણાવી દઈએ કે, ગત્ત વનડે વર્લ્ડકપની વિજેતા ઈંગ્લેન્ડ અને રનર અપ વિજેતા ન્યુઝીલેન્ડ વચ્ચે વર્લ્ડકપની પહેલી મેચ રમાશે.

જુઓ વર્લ્ડ કપ 2023ની ટ્રોફીનો વીડિયો

બીસીસીઆઈએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં તમામ ખેલાડીઓ સ્ટેડિયમની વચ્ચે ઉભા જોવા મળે છે. આ દરમિયાન વર્લ્ડ કપ 2019 વિજેતા કેપ્ટન ઈયોન મોર્ગન ટ્રોફી લઈને આવે છે અને તેને ટેબલ પર ટ્રોફી રાખ્યા બાદ રોહિત શર્મા સાથે હાથ મિલાવે છે. પછી બધા કેપ્ટન ટ્રોફીની આસપાસ ઉભા રહે છે અને ઉપર તરફ જોઈને પોઝ આપે છે.

શું વર્લ્ડકપ જીતનારી ટીમ ટ્રોફી ઘરે લઈ જાય છે?

આ વાતને લઈ ખુબ ચર્ચા થાય છે. જ્યારે પણ કોઈ ટીમ વર્લ્ડકપની ટ્રોફી જીતે છે તો તેને ઓરિજનલ ટ્રોફી આપવામાં આવે છે કે પછી અન્ય, તમને જણાવી દઈએ કે વર્લ્ડ કપ વિજેતા ટીમને દરેક એડિશનમાં Replica trophy આપવામાં આવે છે, જે તેઓ પોતાની સાથે લઈ જાય છે. ત્યારપછી ઓરિજનલ ટ્રોફીને UAEમાં ICC હેડક્વાર્ટર પરત લઈ જવામાં આવે છે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">